वाग्देवताचरितचित्रितचित्रसद्मा

શીર્ષક:અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી


"અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી,

જૂજવે રૂપે અનંત ભાસે;

શિયાળે શરદી તું,ઉનાળે અપચો તું,

ચોમાસામાં મલેરિયા થઈ શરીરમાં વસે.અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


ડેન્ગ્યુ તું,કોલેરા તું,ઉલટી તું,ઉકરાટા!

કોરોના થઈ વધી રહ્યો ભારતે;

ઉછીના પૈસા લીધા તને મટાડવાને,

રોગીમાંથી ઉધારી થયો એ જ આશે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


ડોકટર એમ વદે, રિપોર્ટ બધા શાખ દે:

હોય-ન હોય વિશે ભેદ ન્હોયે;

સરકારી ખાનગીના ખર્ચા હોય જૂજવાં,

અંતે તો આપણને જ કોરોના હોયે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


ચીને ગરબડ કરી,વાત નવ કરી ખરી,

દુનિયા આખી આજે એને ભાંડે;

મન-વચન-કર્મથી ના ચીન માની લહે:

અસત્ય છે એ જ એમ ચીનને સુઝે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


દવાખાનામાં ખર્ચ તું,ખર્ચમાં દવાખાનું તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે પ્રથમ એ આવક તણી શોધના,

ધૈર્ય ધરું,રસી પ્રગટ થાશે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી..."

વધુ વાંચો

"જાગીને જોઉં તો ગર્લફ્રેંડ દીસે નહિ,
ઊંઘમાં પત્નીનો ડર ભાસે;
ગર્લફ્રેંડ-પત્ની-ક્રશ તદરૂપ છે,
આવક લટકા કરે ખર્ચ પાસે.....
                          જાગીને જોઉં તો.

પાંચ નવા આઈફોન તે ખરીદ્યા,
દરેક ગર્લફ્રેંડને રહેવા વળગી;
ડર ને ગુસ્સો તે તો બાપુજીના જાણવા,
મુજથી મુજ ભાર્યા નવ હોય અળગી....

                        જાગીને જોઉં તો.

મિત્રો તો એમ વદે, સ્ત્રી મિત્રો શાખ દે,
ગર્લફ્રેંડ-પત્ની વિશે ભેદ ન્હોયે;
ખર્ચા હોય પછી કરવા પૂરતા જૂજવા,
અંતે તો આપણો જ ભોગ હોયે....

                       જાગીને જોઉં તો.

ગર્લફ્રેંડ ને પત્ની એની ઈચ્છાએ થયા,
રચી જુદા સંબંધો ખર્ચા કીધા;
ભણે પ્રથમ એ 'મર્યો તું', 'મર્યો તું',
એવા અનુભવથી કૈં છૂટાછેડા સીધ્યા.....

                          જાગીને જોઉં તો."

વધુ વાંચો

શબ્દ શબ્દનો સર્જનહાર લિખિત વાર્તા "સરળ સંહિતા મોતીની.... - ૮" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19893696/sarad-sanhita-motini-8

વધુ વાંચો

"હશે!
તમને કદાચ લાગે કે આજે મારા હૃદયમાં દેશભક્તિ કેમ નહિ જાગી હોય?
પણ હું તમારા જેટલો મહાન દેશભક્ત નથી.
જે વર્ષના બે દિવસે ફરજના ભાગરૂપે ધ્વજવંદન કરીને પછી ભારતમાતાની આડમાં લક્ષ્મીને વંદન કરતો હોય!
જે વર્ષના બે દિવસે દુનિયાને બતાવવા વોટ્સએપમાં સ્ટેટ્સ મુકતો હોય!
જે વર્ષના બે દિવસે દેશભક્તિના નારા લગાવીને ધરોહરને ધૃતકારતો હોય!
હશે તમારી આંખમાં કદાચ તમે મોટા ડોક્ટર,એન્જિનિયર,ઉધોગપતિ ને સનદી અધિકારીના સપના પણ હું કોણ છું જાણો છો?
હું એ યુવાન છું જેને પોતાની ગરીબડી આંખોથી સતત આ વીરોના જીવનચિત્રને સતત ઘૂંટીને એના બલિદાનને આવતી પેઢીના હૃદયમાં ઉતારવા માટે ઇતિહાસના અધ્યાપક થવાનું સ્વપ્ન જોયું હોય!"

વધુ વાંચો

"નીકળ્યો આજે પરીક્ષા કરવા આ બદનામ શહેરની ગલીઓની!

દુર્ગંધો મારતી એક ઝુંપડપટ્ટીની હારમાળામાં અસંતોષથી ગ્રસાયેલા પતિના હાથે માર ખાતી સ્ત્રીને જઈ પૂછ્યું,'ખબર છે આજે શું છે?'
એને દયમણા ચહેરે કહ્યું,'આજે માર ખાવાનો દિવસ છે!'

કાયમ તડકાનું પડખું સેવવાથી કાળી ચામડી પર વહી જતા લોહીવાળા એક મજુરને જઈ પૂછ્યું,'ખબર છે આજે શું છે?'
એને અકડાતા અકડાતા કહ્યું,'આજે દારૂની મહેફિલનો દિવસ છે!'

કહેવાતા શિષ્ટ માણસોથી,અભડાતી ગલીઓમાં નીકળતા એક નેતાને ઉભા રાખીને પૂછ્યું,'ખબર છે આજે શું છે?'
ત્યાં સામેથી આવતા એક વેશ્યાના છોકરાએ કહ્યું,'આજે ઝંડો ફરકાવાનો દિવસ છે!'

અને આજે મારા ઘરની ગલીમાં એ જ નેતાનું ભાષણ છે!"

વધુ વાંચો

"ના,
નથી હું એ છોકરો જેના સ્વપ્ન તમે એ ટાઢમાં
મખમલના ગાલીચા પર સૂઈને જોયા હતા.
તમે ઓળખો છો મને?
થોભો, થંભો જરા,હું જ કહું વ્યથા મારી.

કૂપનના ઘઉંની રોટલીની સાથે ખરબચડી લોઢી પર
જેની આંગળીઓ પણ શેકાઈ છે,
ફાટેલા સાડલાની કોરમાંથી અંદર છુપાયેલી
એ ચિંતામાંથી હાસ્ય ઝર્યા કરે છે,
એ સાહસિક માની કૂખે મેં જન્મ લીધો છે.

સદૈવ ઉપકાર કરવા છતાં જેને પ્રતિપળે
દગાની સોગાતો મળી છે,
ઇન્દ્રના સ્વર્ગની કામધેનુના દુધથીયે ચડિયાતું
લોહી જેનું કાયમ બળે છે,
એ દર્દના અરીસા જેવા બાપનો હું બોજ છું.

ને મારુ તો ન પુછો તો જ સારું છે.
સતત ઘુંટાતા દર્દથી મારા દેહની દરેક રુવાંટી ખેંચાઈ ગઈ છે,
અનેક શબોના રાખનાં ફાંકડા ભરીને ભૂખ સિવાઈ ગઈ છે.
ને તમે એને પૂછતા હતા કે 'એ છોકરાને કેમ છે?' "

વધુ વાંચો

શબ્દ શબ્દનો સર્જનહાર લિખિત વાર્તા "એ ભિખારી..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19891263/ae-bhikhari

શબ્દ શબ્દનો સર્જનહાર લિખિત વાર્તા "સરળ સંહિતા મોતીની - ૪" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19890860/sarad-sanhita-motini-4

વધુ વાંચો

"નથી ઉગતા ઝાડવા હવે આકાશ અહીં કાયમ રડે છે,
છોડો મરુભૂમિની સોડમ અહીં નિષ્ઠુરતા માણસમાં વર્તાય છે.

વિશાળ માનવના મહેરામણમાં જીવંતતા કાયમ રડે છે,
છોડો ફૂલોની ખુશ્બુ અહીં મડદાની ગંધ પણ ચુકાઈ છે.

કસબા નથી,નથી કોઈ કબીલા, શહેરોમાં જઇ હવે ગામડા રડે છે,
માનવની માનવતા છોડો અહીં જીવતા પ્રેત દેખાય છે.

નથી લખવું,નથી લખવું,એમ કહી કવિઓ છેતરે છે,
છોડો સ્યાહી શબ્દોની અહીં લોહીથી ઇતિહાસ લખાય છે."

વધુ વાંચો