Kaal Kalank book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaal Kalank is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો.
ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો.
થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું.
પરંતુ એની નવાઈ વચ્ચે અત્યારે કમરામાં કોઈ જ નહોતું.
ઊભી હતી ત્યાં જ દીવાલ સાથે જડાઈ ગઈ.
માય ગોડ..! તે આ બધુ કેવી રીતે જાણ્યુ..
શિલાલેખોનું લખાણ છે..!
એણે શાંતિથી જવાબ વાળ્યો
બટ ઓહ નો ટેન્સી..! ધીસ ઈઝ ઇમ્પોસિબલ..!
શૈલીએ માથુ હલાવી નન્નો ભણી રહી હતી.
આ મંદિર મારુ વર્ષોથી પરિચિત છે...! ...વધુ વાંચોઘટસ્ફોટ કર્યો.
ના ના એ પોસિબલ જ નથી..! શૈલીને વિશ્વાસ નહતો થતો.
શૈલી..!, ટેન્સી ગભરાહટ સાથે બોલી. શિલાલેખોની ગૂઢ લિપિનો ઉપયોગ ક્યારેક આવી રીતે પણ થતો.
શ્રાપિત લિપી બોલવાના વ્યવહારમાં નહોતી.
મને લાગે છે પૂર્વ જન્મનાં સંસ્કારો મારામાં આંશિકરૂપે અવતરતા રહ્યાં છે.
ટેન્સીની વાતો શૈલી માટે રહસ્યમય હતી. વિસ્મય અને ધ્રુજારી જન્માવે એવી હતી. જોકે તેના શબ્દોની સચ્ચાઈ શૈલી નજર-અંદાજ કરી શકે એમ નહોતી.
અધોરી પોતાની જાળ બીછાવી રહ્યો છે. બે પ્રેમીઓના મિલનને વિચ્છદ મા બદલવા.. અને મલ્લિકા સાથે બદલાનો અધ્યાય લખવા.. ભય , રોમાંસ નફરત અને રહસ્યના તાણાવાણે ગૂંથાયેલી કથા એટલે કાલકલંક.. ચૂકશો નહી
શહેરની ખ્યાતનામ હોસ્પિટલના એક ઓપરેશન થીયેટરમાં ડોક્ટર સહિતના સ્ટાફ સામે ખતરનાક દ્રશ્ય ઉપસ્થિત થયું ત્યાં ડૉક્ટર દર્દીને બચાવી લેવા પોતાનું તમામ ઈલમ અજમાવી રહ્યા હતા.
દર્દીમાં ચેતન હતું એટલે તેઓ નિરાશ નહોતા થયા.
પગથી ઢીંચણ સુધીના બંને ભાગનું મોસ કોઈ ...વધુ વાંચોખોતરી ખાધું હતું.
ખૂન ઘણું વહી ગયું હોવાથી દર્દીને ઓક્સિજન પર મૂકી એના બદન માં રક્ત સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.
આજે ભરી સભામાં એક અજનબીએ મારી સંમતિથી પ્રવેશ કર્યો.
લઘરવઘર ટૂંકા વસ્ત્રો..
લાંબા લાંબા વાળ..
અને માથે વાંસમાંથી બનાવેલી ટોપી એણે પહેરેલી.
કાળા ભરાવદાર જાડી ચામડી વાળા એના જમણા હાથમાં લાંબી ડોંગ હતી.
એનો દીદાર જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે એ કોઈ ...વધુ વાંચોછે.
રાયગઢ નગરીના રાજા માનસિંહે મારા કોટિ કોટિ પ્રણામ..!
જંગલી જેવા લાગતા માનવી ઝૂકીને સલામ ભરી વિવેક કર્યો.
બોલો સજ્જન.. રાજા માનસીગ તમારી શું સેવા કરે..
કોઈ સેવાની મારે જરૂર નથી માઈબાપ..! જંગલી માનવે ખુલાસો કર્યો.
હું તો આવેલો એક ખાસ વાવડ લઈને.
મેં સાંભળ્યું છે કે રાયગઢ નગરીનો રાજકુમાર અન્ન પાણી લીધા વિના સાત સાત દિવસથી પથારીમાં પડ્યો છે..!
તમે ઠીક સાંભળ્યું છે સજજન..!
કુમારની વેદના એવીને એવી છે.
એની દશા બગડતી જાય છે.
સુધારો કોઈ જણાતો નથી..!
તો ખમ્મા કરો માઈબાપ..!
મુજ ગરીબની એક વાત માનો.
મારે કશું જ જોઇતું નથી.
પણ માણસાઈના નાતે મારો ધર્મ સમજી હું તમને જાણ કરું છું.