Hey, I am on Matrubharti!

#આડુંઅવળું
આડા- અવળા, ઊંચા- નીચા,
ખાડા- ટેકરા, કાંટા- બાવળા વાળા,
રસ્તા પર ચાલવાથી જીવનમાં,
જે અનુભવ થાય છે એ આ,
કાળા, ડામર વાળા સીધા,
રસ્તા પર ચાલવાથી ક્યા થાય છે!!

વધુ વાંચો

#આડુંઅવળું
રસ્તો આડો અવળો ચોક્કસ હશે,
પણ જો તારો સાથ હશે,
પછી મંજીલ ભલે ને દૂર હોય,
તો પણ મજેદાર લાગશે!!

#ઝેન
તદ્દન વિચાર રહિત ઝેન અવસ્થા,
પામવી એ કાદાચ અશક્ય છે.
પણ જો એ અવસ્થા આવે તો,
કદાચ નિરવ શાંતિ નો અનુભવ થાય,
કેમકે વિચાર થી જ જીવન શક્ય છે.
હા એ વિચાર કેવા છે એ ખૂબ,
ભાગ ભજવે છે, તમારા વ્યક્તિત્વમાં,
કેમકે જો એ સકારાત્મક હોય તો,
મારા મત મુજબ એ ઝેન અવસ્થા જ કહેવાય!!

વધુ વાંચો

#ઉત્સાહી
ખેતર માં લહેરાતા મબલખ પાક,
ને જોઇને આપણા જગત ના તાત ના,
ચેહરા ઉપર ઉત્સાહ રૂપી
જે ચમક દેખાય છે એ અદભૂત છે!!

વધુ વાંચો

#ઉત્સાહી
આ ઉત્સાહ જ બનેલો છે,
જેના થી જિંદગી જીવવા જેવી લાગે છે,
બાકી નિરુત્સાહ રહેવું,
એ તો ખરેખર જિંદગી જોડે બેઈમાની છે.

વધુ વાંચો