Hey, I am reading on Matrubharti!

મુલાકાત
મુલાકાતનો અર્થ છે કે થોડા સમયની હાજરી
આપણું જીવન આ સૃષ્ટિમાં એક અનંત સફર દરમિયાન મુલાકાત સમાન છે જેમાં કઈ જ લાવવાનું નથી અને લઈ જવાનું પણ નથી..તો આ બધી જંજાળ કેમ..? આપણી મુલાકાત ને યાદગાર કેમ ના બનાવીએ.. આ યાદગાર મુલાકાત માટે નિષ્ઠા પ્રેમ કરુણા અને સત્યની જ જરૂરત છે આવા અધ્યાત્મની સાથે જીવી દરેક પોતાની મુલાકાત ચીર સ્મરણીય બનાવે તેવી પ્રભુ પ્રાર્થના....

વધુ વાંચો

અંતિમ
अंतिम अंजाम कैसे अपने कर्मफलके अधीन होता है वह तहक़ीक़त निम्नलिखित लेखमें विश्वकी महान हस्ती और एक सामान्य पक्षी के मृत्युका अंजाम पढिये

अंतिम सांस गिन रहे जटायु ने कहा कि मुझे पता था कि मैं रावण से नही जीत सकता लेकिन तो भी मैं लड़ा
..यदि मैं नही लड़ता तो आने वाली पीढियां मुझे कायर कहती l

जब रावण ने जटायु के दोनों पंख काट डाले... तो काल आया और जैसे ही काल आया ...
तो गिद्धराज जटायु ने मौत को ललकार कहा, --

" *खबरदार* ! ऐ *मृत्यु* ! आगे बढ़ने की कोशिश मत करना... मैं *मृत्यु* को *स्वीकार* तो करूँगा... लेकिन तू मुझे तब तक नहीं *छू* सकता... जब तक मैं *सीता* जी की *सुधि* प्रभु " *श्रीराम* " को नहीं सुना देता...!

*मौत* उन्हें *छू* नहीं पा रही है... *काँप* रही है खड़ी हो कर...
*मौत* तब तक खड़ी रही, *काँपती* रही... यही इच्छा मृत्यु का वरदान *जटायु* को मिला।

किन्तु *महाभारत* के *भीष्म* *पितामह* *छह* महीने तक बाणों की *शय्या* पर लेट करके *मौत* का *इंतजार* करते रहे... *आँखों* में *आँसू* हैं ... रो रहे हैं... *भगवान* मन ही मन मुस्कुरा रहे हैं...!
कितना *अलौकिक* है यह दृश्य ... *रामायण* मे *जटायु* भगवान की *गोद* रूपी *शय्या* पर लेटे हैं...
प्रभु " *श्रीराम* " *रो* रहे हैं और जटायु *हँस* रहे हैं...
वहाँ *महाभारत* में *भीष्म* *पितामह* *रो* रहे हैं और *भगवान* " *श्रीकृष्ण* " हँस रहे हैं... *भिन्नता* *प्रतीत* हो रही है कि नहीं... *?*

अंत समय में *जटायु* को प्रभु " *श्रीराम* " की गोद की *शय्या* मिली... लेकिन *भीष्म* *पितामह* को मरते समय *बाण* की *शय्या* मिली....!
*जटायु* अपने *कर्म* के *बल* पर अंत समय में भगवान की *गोद* रूपी *शय्या* में प्राण *त्याग* रहा है....

प्रभु " *श्रीराम* " की *शरण* में..... और *बाणों* पर लेटे लेटे *भीष्म* *पितामह* *रो* रहे हैं....
ऐसा *अंतर* क्यों?...

ऐसा *अंतर* इसलिए है कि भरे दरबार में *भीष्म* *पितामह* ने *द्रौपदी* की इज्जत को *लुटते* हुए देखा था... *विरोध* नहीं कर पाये थे ...!
*दुःशासन* को ललकार देते... *दुर्योधन* को ललकार देते... लेकिन *द्रौपदी* *रोती* रही... *बिलखती* रही... *चीखती* रही... *चिल्लाती* रही... लेकिन *भीष्म* *पितामह* सिर *झुकाये* बैठे रहे... *नारी* की *रक्षा* नहीं कर पाये...!

उसका *परिणाम* यह निकला कि *इच्छा* *मृत्यु* का *वरदान* पाने पर भी *बाणों* की *शय्या* मिली और ....
*जटायु* ने *नारी* का *सम्मान* किया...
अपने *प्राणों* की *आहुति* दे दी... तो मरते समय भगवान " *श्रीराम* " की गोद की शय्या मिली...!

जो दूसरों के साथ *गलत* होते देखकर भी आंखें *मूंद* लेते हैं ... उनकी गति *भीष्म* जैसी होती है ...
जो अपना *परिणाम* जानते हुए भी...औरों के लिए *संघर्ष* करते है, उसका माहात्म्य *जटायु* जैसा *कीर्तिवान* होता है।

सदैव *गलत* का *विरोध* जरूर करना चाहिए। " *सत्य* परेशान जरूर होता है, पर *पराजित* नहीं।

વધુ વાંચો

અંતિમ
અંતિમ શબ્દ અને તેના અર્થનો પર્યાય નથી કારણકે તે અંતિમ છે, છેડો છે.
પરંતુ અંતિમને પામવા દ્રઢ મનોબળ સાથે દ્રઢ નિશ્ચય હોવા આવશ્યક છે પછી તે કોઈ ધ્યેયનું લક્ષ હોય કે જીવનનું લક્ષ હોય. જેનું અંતિમ લક્ષને વરેલું હોય જે સફળતાને પામનાર હોય જે સૌને માન્ય હોય તેજ ખરું અંતિમ છે.

વધુ વાંચો

અકથિત
આકથિત શબ્દ આમ તો આપણા શબ્દકોશ જે ભગવદ્ગોમંડલ મા સમાયેલો નથી પણ તે છતાં આપણી ભાષાની સાદી સમજ મુજબ એવું માનવાને કારણ મળે છે કે જે ના કહેવાયું હોય તેને અકઠિત એવી વ્યાખ્યા આપી શકાય.
આ સૃષ્ટિમાં વિશ્વમાં ઘણી બાબતો અકઠિત હોય છે જેની શીખ કે સંજ્ઞા નથી હોતી..
આપણી સંસ્કૃતિ, સંસ્કાર, રીતભાત, ભાષાના વિવિધ સંદર્ભો, સંવવન, વગેરે કોઈને શીખવ્યા વગર આવડતું હોય છે આ તમામ બાબતો આમ જોઈએ તો અકઠિત જ છે.. બ્રહ્માજી એ સૃષ્ટિની રચના સાથે આપોઆપ આ જ્ઞાન અકઠિત આપેલું છે પરંતુ તેમાં રહેલી બદી પણ અકઠિત છે જે સંસ્કાર અને સંસ્કૃતિની વિરુદ્ધ છે કહેવાનું તાતપર્ય એ છે કે કોઈ માણસ જન્મે સાધુ સંત કે સારો ખરાબ માણસ નથી હોતો. એ તો નિયતિ ને આધારે વાતાવરણને લીધે સારો માનવી કે ખરાબ માનવી ઉપજે છે આ પ્રકૃતિ અને વિકૃતિનું કારણ છે.
પણ આજનો માનવી આ પ્રકૃતિની મર્યાદા ઓળંગી ગયો છે જેમ આંતકવાદીનુ સર્જન કરતો થઈ ગયો છે અને વિકૃતિને જન્મ આપી રહયો છે.

વધુ વાંચો

વસંત
જ્યા વસે એક સંત ત્યાં સદાકાળ વસંત....
વસંત શબ્દ સાંભળતાજ એક પ્રફફુલ્લિત, નવપલ્લવિત, ખુશનુમા, આનંદમયી, ક્ષેમકુશળનો સંદેશ આપતું વાતાવરણનો અનુભવ થાય છે તેનુ કારણ શું... જે વાતાવરણ સર્વજન હિતાય સુખાય હોય ત્યાં વસંત પાંગરી અનુભવાય... એટલે વિશેષ અર્થમાં સંતને વસંત કહેવાય કારણકે સાચા સંત કોઈપણ નિજ સ્વાર્થ વગર જે કાંઈ પ્રવૃત્તિ કરે તે અન્ય કે સર્વજન હિતાય જ હોય તેજ પ્રમાણે વસંત ઋતુમાં ફૂલો ફળો વિવિધ પુષ્પો અને પર્ણો દરેક ડાળી ડાળીએ દ્રષ્ટિગોચર થાય છે એક નવપલ્લવિત અને નવજીવનનો અહેસાસ થાય તેમ દરેકના જીવનમાં વસંત અને સંત હમેશા પાંગરેલા રહે તેવી શુભકામના.......

વધુ વાંચો

પ્રારંભ
કોઈ પણ સતકાર્યનો આરંભ કરી જુવો તેની ગતિ આપોઆપ વેગીલી બનશે જ, તે અનંત છે. તેજ પ્રમાણે કોઈ દુષ્કૃત્યનો આરંભ પણ તેના નાશ તરફ દોરી જાય છે આ વણલખ્યો નિયમ છે એક સંસ્કૃતિનો શિરસ્તો છે.
માટે પ્રારંભ શબ્દનો પ્રયાય આરંભ છે પણ જે કાર્ય એક નિષ્ટ સારી ભવનાથી દ્રઢ નિશ્ચયતા સાથે કરવામાં આવે છે તેને પ્રારંભ કહી શકાય.
એટલે કોઈ પણ શુભ શરૂઆતનો પ્રારંભ કરવો જોઈએ આરંભ અને પ્રારંભની પાતળી ભેદરેખા સમજી તેના પર્યાયને સ્વીકારવો જોઈએ.. નહિતર આરંભે સુરા... કહેવત અનુસાર આરંભનો અંત ટુક સમયમાં જ આવી જાય.. પ્રારંભ કરેલી દરેક પ્રક્રિયા સબળ હોય છે જેમાં સત્યતા, નૈતિકતા, એકનિષ્ટતા, સદાચાર, સમન્વય, ની તાકાત હોય છે અને તેના ઉપરાંત ઈશ્વરના આશીર્વાદ થકી કરેલા પ્રારંભનું લક્ષ સફળતાપૂર્વક તેના ગંતવ્ય સ્થાને પહોંચી સુખદ અંત કે અનંતને માર્ગે રહે છે

વધુ વાંચો

રાણી
રાણી શબ્દ આપણા સાહિત્યમાં શબ્દકોષમાં જે રાજાની પત્ની હોય તેની માટે જ વપરાયેલો છે પછી તેની ઉપમા વિવિધ અર્થમાં ઉપયોગમાં લેવાય છે. એટલે કે રાજાને ગમી તે રાણી....
પરંતુ આ રાણીએ આપણા ઇતિહાસને સમૃદ્ધ કર્યો છે જેમાં ઝાસીની રાણી, અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈ, ઘણા રાજઘરાણા ની રાણી જેવાકે ભાવનગરના મહારાણી નંદકુવરબા, જૂનાગઢના મીનળદેવી જેવી વિભૂતિથી ભારત વર્ષનો ઇતિહાસ માતબર છે તો ધર્મક્ષેત્રે પણ મેવાડના મીરાંબાઈ, હસ્તીનાપુરના કુંતી, અયોધ્યાના કૌશલ્યા, સીતા અને કૈકેયી જેવી નારીઓ એ બોધપાત્ર જીવન જીવવાનો સંદેશ આપ્યો છે.
કહેવાનો અર્થ છે કે રાણીનું પાત્ર મલ્લિકા જેવું છે સદાય ખુશનુમા રહેવું એટલે જ ઋતુઓની રાણી વસંત કહેવાય છે કે સમગ્ર સુષ્ટિનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. આ દેશની મહ્ત્વતા અને મહત્તા જેટલી તત્કાલીન રાજાઓને લીધે છે તે સર્વની તદુપરાંત રાણીઓ ને લીધે પણ છે...

વધુ વાંચો

ખાનગી
ખાનગી એટલે અંગત જે ફક્ત સ્વયંને લગતું જ હોય તેમાં કોઈપણ ભાગ લઈ શકતું નથી પછી ગમે તેવી અંતરંગ વ્યક્તિ હોય.
પરંતુ આ વિશ્વમાં સુખશાંતિથી રહેવું હોય તો કશું જ અંગત કે ખાનગી ના રહેવું જોઈએ સંપૂર્ણ પારદર્શક જીવન તે સુખ અને મનની શાંતિનો પ્રથમ પાયો છે.
પરંતુ જીવનના બે તબક્કા સંપૂર્ણપણે ગોપનીય રહેવા જોઈએ ખાનગી રહેવા જોઈએ એક દામ્પત્ય અને બીજું આધ્યાત્મ
પહેલા તબક્કામાં તમારો પ્રેમ સંબંધ કોઈ એક વ્યક્તિ સાથે બંધાયેલો છે અને બીજા તબક્કામાં તમારો પ્રેમ સંબંધ પરમકૃપાળુ પરમાત્મા શ્રીઈશ્વર સાથે બંધાયેલો હોય છે
આ બન્ને સંબંધમાં તમને થતી અનુભૂતિ લાગણી વાતચીત ફક્ત તમારા બે વચ્ચે જ રહે તેને ગોપનીય કહેવાય. પતિ પત્નીની અંગત વાતો કે અંગત પળો નો જાહેરાત નથી કરાતી અને તેથીજ તમારું દામ્પત્ય સફળ થાય છે તેજ પ્રમાણે તમારી અધ્યાત્મિકા ઈશ્વર સાથે જડાયેલી હોય છે તેમાં થતી અનુભૂતિની જાહેરાત કરવામાં નથી આવતી. અને તો જ તમે ભવસાગર પાર કરી શકો જો તમે આને ખાનગી ના રાખી શકો તો તમને થતી અનુભૂતિ આપોઆપ બંધ થઈ જાય છે કારણકે તમારી પત્ની કે પતિ કદાચ માફ કરી ઉદારતા દાખવશે પરંતુ ઈશ્વર આ બાબતમાં બહુ જ કડકાઈ દાખવશે અને તમારી સહેજ પણ થતી અનુભૂતિ બંધ કરી દેશે તો આગળની જે ભવ્ય અનુભૂતિ થવાનું કોઈ કારણ જ નથી....
આમ જીવન પારદર્શક રાખો પણ સાથે ખાનગી રાખી જીવન પરિપૂર્ણ બનાવો
#Private

વધુ વાંચો

નિષ્ક્રિય
આમતો મનુષ્યે હમેશા ક્રિયાશીલ રહેવું જ જોઈએ કારણકે ક્રિયા વગર બધું જ અધૂરું રહે છે કહો કે ક્રિયા જ મનુષ્યનું નશીબ ઘડે છે પરંતુ ઘણી ક્રિયાઓથી નિષ્ક્રિય રહેવું પણ આવશ્યક છે. કોઈપણ પાપ કર્મની ક્રિયા, પરપીડનની ક્રિયા, અણહક્કનું પચાવી પાડવાની ક્રિયા, અનૈતિક વર્તનની ક્રિયા, વેરઝેર ભરેલી ક્રિયા, આવી અનેક ક્રિયાઓથી મનુષ્ય નિષ્ક્રિય રહે તેમાજ તેનું હિત કલ્યાણ સમાયેલું છે.
#Passive

વધુ વાંચો

પાસવર્ડ
તમારી અગત્યની ચાવી જેનું નામ 'પાસવર્ડ'
ચાવી તો કોઈ વાર આડીઅવળી મૂકી દેવાય કે ખોવાઈ જવાનો ભય રહે, તે બીજાના હાથમાં આવી જતા તેનો દુરુપયોગની શકયતા રહેલી છે પણ પાસવર્ડ તો અદ્રશ્ય રીતે તમારા મગજમાં છુપાયેલ સ્મરણશક્તિ જે તમારા સિવાય કોઈને ખબર ના હોય.
આ પાસવર્ડનો ઉપયોગ કરી તમે તેની પાછળ છુપાયેલા ભંડાર સુધી પહોંચી શકો છો.. ઉદાહરણ .. તમારી બેંકનું ખાતું, તમારા મોબાઇલની દુનિયા, તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ, તમારા ડેબિટ ક્રેડિટ કાર્ડની સંપત્તિ, આના જેવી અનેક ભૌતિક સંપતિઓ, અગત્યની માહિતીઓ સુધી પહોંચવાની ચાવી એટલે કે પાસવર્ડ
પરંતુ આદ્યત્મ જીવનમાં એક એવો જાહેર પાસવર્ડ ઈશ્વરે દરેકને આપ્યો છે તે પ્રાર્થના સ્વરૂપે છે ભૌતિક પાસવર્ડથી તમે તમારી અંગત વસ્તુ સુધી પહોંચી શકો પણ આધ્યાત્મ પાસવર્ડથી સુષ્ટિ બહારનું વિશ્વ આ લોક છોડી પરલોક કહો કે અંતિમ લોક જે પરમધામ કહેવાય છે જયાં આ સુષ્ટિનો રચનાર અને તેનો રક્ષણહાર પ્રભુ સ્વયં બિરાજે છે ત્યાં શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનાનું બળ તમને પહોંચાડી શકે છે....આમ પાસવર્ડનો સદુપયોગ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય તે તમને તમારે જ્યા જવું જરૂરી છે ત્યાં પહોંચાડી શકવાની ક્ષમતા ધરાવે છે.........

વધુ વાંચો