pravas,poem,long driving,photography,music,singing,writing,game,dance,art,masti,reading,friendship etc.my fevourite subject..chitrkam

તારી હથેળી
લાવ,વાત્સલ્યનું !
ચીતરું નામ !
- વાત્સલ્ય

#તમારું

કોઈ આવી મને પૂછે કે કોણ છે,તમારું?
એજ ઘડી કહી દઈશ,તું જ છે બધું મારું!
હમણાં અહીં આવશે બે ઘડી જ વાર છે !
બધી ખબર જ છે, સરનામું ને વર્તન મારું.
- વાત્ત્સલ્ય

વધુ વાંચો

जनम जनम का साथ है तुम्हारा हमारा..
तुम्हारा हमारा ll
अगर ना मिलते इस जनम में
लेते जनम दुबारा... तुम्हारा हमारा.. हमारा तुम्हारा lll
#तुम्हारा

વધુ વાંચો

પહેલાંના વખતમાં લોક કલ્યાણ માટે ગામ તળાવ અને તેમાં એક કૂવો ખાસ હોય.તળાવ કાંઠે ઝાડ હોય અને તળાવની અંદર ઉતરવા ખાસ પ્રકારનાં પાવઠાં હોય.અને તળાવ ગામની ઉગમણી દિશાએ જ હોય.કેમકે જળચર, થળચર,વિહંગ વગેરે વિહરતાં જીવ માટે પીવાનો પ્રબંધ હતો.કુવાનું પાણી ગ્રામજનો પીવા માટે ઉપયોગ કરતા.બપોર નો સમય હોય,ધખતો તાપ હોય ત્યારે તમામ જીવ તેમાં શાંતિ,આરામ માટે ઘડી બે ઘડી બેસતાં.નાના - મોટાં તળાવના પાણીમાં તરતાં શીખતાં.પ્રસંગોચિત વરસાદ સારો વરસે તળાવ ભરાય તો ગામ આખું જળઝીલણી એકાદશીએ તેને વધાવા જાય.આદર્શ ગામડે ઘરડા તળાવ ફરતી પાળે મોર્નિંગ વૉક કરે.ગામ ને મીઠું પાણી બારેમાસ મળી રહે તેટલું ગામ તળાવ આશીર્વાદ રૂપ હતું. ગામની શોભા તળાવ કહેવાય.દેવ દર્શન માટે મંદિર ની કલ્પના પણ એટલી જ ભવ્ય લાગે.ગામનો પ્રસંગ હોય તો તે સુપેરે થતો.કૂવે પાણી ભરતી પનિહારી માથે બેડું અને ગામ આખા ની નાની મોટી ઘટનાનું પ્રસારણ થતું.અંગ કસરત માટે કે થોડીવાર મગજ ફ્રેશ કરવા માટે પોતાના દોસ્તાર સાથે ગામના જુવાનિયાઓ તળાવ નો ચક્કર તો રોજ મારતા.ગામમાં કોણ નવા મહેમાન આવેલા છે તેની ખબર સવારે પડી જતી.ગોકૂળ આઠમનો કાનુડો રમવા નવયૌવના નવા ઘરેણે કપડે સજ્જ ઢોલે રમતી.અને ગામના ઉત્સાહી તરવૈયા કાનુડાનું વિસર્જન કરવા ઊંડા પાણી માં ધૂબકા લગાવતા.સવાર નો પંખી નો કલશોર કે મોરલાનો ગહેંકાટ મધૂર લાગતો.જોડે ગામની શાળામાં ભૂલકાં નાચતાં કૂદતાં વનરાજી સજ્જ તળાવ ની પાળે પસાર થતાં ત્યારે ઘર નો વિચાર ભૂલી વિદ્યાભ્યાસમાં ચિત્ત પરોવતાં.આવી અતિભવ્ય વાસ્તવિકતા જોવા મળતી.માટે તળાવ ને ફરી સજીવન કરીએ.ફરી એજ વાતાવરણ ઉભું કરીએ એજ અપેક્ષા સાથે...
- વાત્ત્સલ્ય

વધુ વાંચો

#पीला
पत्ता मौसममे 'पीला' पड़ गया l
डाली सब धीरे धीरे बिछड़ गई ll
ख़िले थे रंगीन फूल सारे बागमें l
तुम्हारे स्नेहकी बारिस ना आई ll
हराभरा चमन सारा वीरान हो गया l
तूम ज़ब इनसे दिनों तक रूठी रही ll
आ जाओ बगैर तुम्हारे तड़प रहे हैं l
घोंसलेमें पंछी भी फड़फड़ा रहे हैं ll
- वात्सल्य

વધુ વાંચો

#પીળો

પીયૂનું ઓઢી પાનેતર !
પીળી શીળી પીંપળી.
તાલાવેલી જવા તરણેતર.
ગોરી એ ગામની ભોળી !
મળવા ચાલી માણીગર !
સંગ સખી,પહેરી ચોળી.
નજર ખોજ,નયન મિચોલી.
ઠુમકે પાયલ,મન રંગોળી.
'પીળો',સ્વેત મોતીનો હારલો !
નાચ જાણે થન થન મોરલો.
- વાત્ત્સલ્ય

વધુ વાંચો

હું સરહદ ની આ પાર છું
તું યાદ કરે સરહદ પેલે પાર !
હવે શું થશે પ્રિયા ! આપણું?
ડાકલાં યુદ્ધનાં વાગે આરપાર !
- વાત્ત્સલ્ય

#યુદ્ધ

વધુ વાંચો

#યુદ્ધ

ક્યારેક યુદ્ધ ખુદની સાથે ખુદ ને લડવું પડે છે.
નથી ઈચ્છા છતાં તે લડી લેવું પડે છે.
આ સરહદની રક્ષા કાજે લડવું પડે છે.
શરીરી હોય કે દેશ કાજ સહન કરવું પડે છે.
- વાત્ત્સલ્ય

વધુ વાંચો

#સાવધાની
ક્યાં સુધી રહું સાવધાન !
એ કહે કે મળીએ પણ સાવધાન !
તારી પાછળ કોઈ સાવધાન થઇ ગયું છે.
આમ ચોરી ચોરી રહેવાતું હશે?
કરી નાખ ફરમાન ! હવે નથી થવું જુદા !
ખ઼ુદા છે આપણા ઉપર મહેરબાન..
- વાત્સલ્ય

વધુ વાંચો

તારે હાથ તલવાર ના તીર !
શિકાર કરી લીધો આંખથી !
નથી મજબુત મન કે શરીર !
શિકાર થઇ ગયો આંખથી !
- વાત્ત્સલ્ય