અલગારી માણસ જેના સપનાઓ જેની ઈચ્છાઓ જેના નાટકો જેની વાર્તાઓ જેની ટનીથી હમેશા લોકોએ પ્રેમ કર્યો છે.લખવા કરતાં લખવું એ મારા માટે વધારે મહત્વનુ છે.હાલ સુપરસ્ટાર નવલકથા લખતા નેટપ્રેક્ટિસ કરી રહયો છું..........

જિંદગીના પાસવર્ડને ભૂલવાથી બધી ખુશીઓ છીનવાઈ જાય એ જરૂરી નથી,કોઈક દિવસ જિંદગીના પાસવર્ડને રીસેટ કરીને ફરીથી જીંદગી જીવી શકાય !!!
#પાસવર્ડ

વધુ વાંચો

એકબીજાના પ્રેમમાં પડેલી દરારને પૂરવા માટે આપણે ભૂતકાળને ભુલાવી બેઠા હોઈએ છીએ.ભૂતકાળમાં વિતાવેલા એ સુંદર સમયને અચાનક જ કાટ લાગી જતો હોય છે ત્યારે
ભૂતકાળ વધારે તાજો થઈ જતો હોય છે... જ્યારે આપણે એકબીજાના સબંધ વચ્ચે બસ તિરાડ જોતા હોઈએ છીએ ત્યારે ! ભૂતકાળ એક પાછળ રહી ગયેલો અનોખો ખજાનો છે જેમાંથી આપણે હરરોજ કંઇક નવું શીખતા હોઈએ છીએ.ભૂતકાળમાં કરેલી ભૂલો ભવિષ્ય માટે કપરી વેદના પણ બની જતી હોય છે.ભૂતકાળને કદાચ આપણે કાદવ રૂપે જોઈએ છીએ પણ હંમેશા એમાંથી સારા જ અનુભવો મળે એ આપણા માટે જરૂરી હોય છે.

એક સવાલ એ પણ થાય કે શું ભૂતકાળને પણ પોતાનો ભૂતકાળ હોતો હશે ????
#Past

વધુ વાંચો

ના જોયેલા બધા સપનાઓને અચાનક પાંખ મળે એમ કોઈક દિવસ પોતાના જૂના આલ્બમ મળી જતા ફેસ પર અલગ જ ખુશી આવી જતી હોય છે. આપણા દરેક ચિત્રમાં આપણે ખુદને ઔર વધારે ચિત્રમય થતાં જોઈએ છે.જૂની વિતાવેલી યાદોને ફરીથી તાજી કરવાની મજા અલગ જ હોય છે.ચિત્ર રૂપી આપણે હંમેશા ચિત્રમય બનીને આલબમની અંદર કે ફોનની ગેલેરીમાં જીવિત રહેતા હોઈએ છીએ.જૂના બગડેલા સબંધોને ફરીથી એ જ ચિત્રમાં જોઈને ફરી આપણે એકબીજાના પ્ત્યે ભાવુક થઈ જતાં હોઈએ છીએ.ચિત્ર કદાચ આપણને આપણો ભૂતકાળ વધારે તાજો કરીને આપતું હોય છે.ભુલાઈ ગયેલી બધી યાદોને ફરીથી તાજી કરીને જીવવાની મજા અલગ હોય છે અને એ ત્યારે મળે જ્યારે તમે એને ચિત્રમાં કંડારી હોય છે.
#Picture

વધુ વાંચો

મોટા થવાની વ્યથા જ અલગ છે.મોટા થઈ જવાથી મોટા નથી થવાતું પણ જવાબદારી નામનું એક પગલું દરિયાના મોજાંની જેમ અંદર ફરી વરે છે.સમજણ નામની બલા મોટા થઈ ગયા પછી પણ આપણા અંદર ના પ્રવેશે તો કેટલું સારું ?

મોટા થઈ જવાથી મતભેદ ઓછા અને મનભેદ વધારે થાય છે......

જેના સાથે રમીને,કૂદીને મોટા થયા એ જ આપણા લોકોને મોટા થતાં જગતની જુદી જ રમતમાં આપણે ઉતારી દેતા હોઈએ છીએ !!!

વધુ વાંચો

તમારી જાતને ઓળખવા કરતા તમારા સ્વભાવને ઓળખવો વધારે કઠિન હોય છે.સ્વભાવને સ્વ સાથે સરખાવતાં શીખી જવાય તો જાતને પણ એક ડગલું પાછું ફરીને પોતે પરિચય આપવો પડે!!!

વધુ વાંચો

મારા માટે ગાંધીગીરી શું એટલે ખબર નહોતી એ સમય પર પણ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે ગણા છોકરાઓ માટે બધા સમભાવ રાખતા નહીં.તે છોકરાઓને હમેશા અમારાથી દૂર રાખવામા આવતા ત્યારે તેમના સાથે સમભાવ રાખી,તેમના સાથે જમીને,તેમના સાથે એક જ બેન્ચ પર બેસી જે રીતે બધા સામે ગાંધીગીરી કરી હતી એ મારા માટે દુનિયાની કોઈપણ ગાંધીગીરી કરતાં મહાન હતી. જ્યારે તમને બુકના ચેપટરમાં ગાંધીજીના વિચારો દ્ધારા એમ ભણાવવામાં આવે બધા માણસ એકસમાન તો આ ભેદભાવ કેમ ? બસ આ જ મારા માટે ગાંધીગીરી હતી.....

#Gandhigiri

વધુ વાંચો

મારા માટે ગાંધીગીરી શું એટલે ખબર નહોતી એ સમય પર પણ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે ગણા છોકરાઓ માટે બધા સમભાવ રાખતા નહીં.તે છોકરાઓને હમેશા અમારાથી દૂર રાખવામા આવતા ત્યારે તેમના સાથે સમભાવ રાખી,તેમના સાથે જમીને,તેમના સાથે એક જ બેન્ચ પર બેસી જે રીતે બધા સામે ગાંધીગીરી કરી હતી એ મારા માટે દુનિયાની કોઈપણ ગાંધીગીરી કરતાં મહાન હતી. જ્યારે તમને બુકના ચેપટરમાં ગાંધીજીના વિચારો દ્ધારા એમ ભણાવવામાં આવે બધા માણસ એકસમાન તો આ ભેદભાવ કેમ ? બસ આ જ મારા માટે ગાંધીગીરી હતી.....

વધુ વાંચો

ભગવાન કેટલું આપશે એ જરૂરી નથી તમે કેટલું માગશો એ જરૂરી છે.ભગવાન પાસે તમે બસ એક ઈચ્છા પ્રગટ કરો છો પણ તેને પામવી એ તો તમારા ખુદના હાથમાં છે.ભગવાન તો બસ એક શ્રદ્ધાનો જરિયો છે.

વધુ વાંચો

હાય, માતૃભારતી પર આ વાર્તા 'સુપરસ્ટાર ભાગ - 1' વાંચો
https://www.matrubharti.com/book/19869224/superstar-1

વાંચો અને પોતાના પ્રતિભાવો આપવાનું ભૂલતા નહિ એક અનોખી સફરમાં આપનું સ્વાગત છે જ્યાં રોમાંચ છે જ્યાં પ્રેમ છે જ્યાં હદય ફાડી નાખી તેવી વેદના છે જ્યાં ખુદને સાચા સાબિત કરવાની પરિક્ષા છે........

વધુ વાંચો

હાય, માતૃભારતી પર આ વાર્તા 'સુપરસ્ટાર ભાગ - 2' વાંચો
https://www.matrubharti.com/book/19869495/superstar-part-2