ભરઉનાળે ચોમાસું લાગે છે..
હોય છે જ્યારે મારા હોઠે તારા ચુંબન..!

એણે અમસ્તું જ એક વાર પૂછેલું,
"ચા પીશો ને...?"
અને ચા ને આજે પણ એમ છે કે,
હું એનો બંધાણી છું...

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે..
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે..!

ખબર નહીં કેટલી મહોબ્બત થઈ ગઈ છે તારાથી..
હવે મારું દિલ તારા માટે મારાથી પણ રિસાઈ જાય છે..!

તબીબે મુજ મરીઝની દવા લખી છે..
ઈલાજમાં તારી ઝુલ્ફોની હવા લખી છે..!