એક પ્રયત્ન વધારે...

Not in past,
Not in future,
Be alive
in present.

#Alive

#હૈકુ

જીવન તો છે,
પણ શું જીવંત છો?
પુછો ખુદને.

જીવતો હતો
ખાલી; પડી પ્રેમમાં,
થયો જીવંત.

જીવંત રે'વું,
નાના બાળકો જેમ;
શીખવું સૌએ.

#જીવંત

વધુ વાંચો

આભમાં આજે ફરી મેઘધનુષ્ય રચાયું,
લાગે છે કે કોઈએ જીવંત ચિત્ર ઉપાડયું.

#જીવંત

#હૈકુ

જીવવું સૌએ
વાસ્તવિક જીવન;
ના ખોટો દંભ.

#વાસ્તવિક

ખુલી છે બધે જ દંભની દુકાન,
મારે તો શોધવી વાસ્તવિક દુકાન;

નથી કોઈ મળતું ક્યાંય વાસ્તવિક બોલનાર,
ને મળે તો નથી મળતું કોઈ એને સાંભળનાર;

નથી સ્વીકારી શકતા વાસ્તવિક રૂપ પોતાનું,
એટલે તો સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ આટલું;

બધે જ અનુભવાય છે દંભની બદબુ,
મારે તો અનુભવવી વાસ્તવિક ખુશ્બુ;

અઘરું છે છતાં સારું પણ છે વાસ્તવિક જીવન,
એટલે તો મને સહજ ને સ્વીકાર્ય છે એ જીવન.

#વાસ્તવિક

વધુ વાંચો

#હૈકુ

સાચા સિધ્ધાંતો;
ના ભટકે જીવન,
આડુઅવળું.

આડુઅવળું
નહીં, કામ કરવું
ચોક્કસતાથી.

આડાઅવળાં
આવે વિચાર, કરો
પ્રભુ સ્મરણ.

આડાઅવળાં
શબ્દો ગોઠવી, હૈકુ
આ બનાવવું.

#આડુઅવળું

વધુ વાંચો

એક વિદ્વાન ઝેન ગુરુ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા હતા, ત્યારે તેણે રેતીમાં એક લીટી દોરી અને શિષ્યોને કહ્યું કે "આ લીટીને અડ્યા વિના કે કાપ્યા વિના નાની કરીને બતાવો."

બધા શિષ્યો વિચારમાં પડી ગયા ત્યારે એક શિષ્યે આવીને તેની બાજુમાં મોટી લીટી દોરીને ગુરુની લીટીને અડ્યા કે કાપ્યા વિના નાની કરીને બતાવી. આ જોઈને ઞેન ગુરુ ઘણા ખુશ થયા અને શિષ્યોને સમજાવતા કહ્યું કે "જીવનમાં ક્યારેય કોઈને નુકસાન પહોંચાડીને પોતાની લીટી મોટી ના કરતા એના કરતા તમારું જ સામર્થ્ય વધારીને પોતાની લીટી મોટી કરજો."

#ઝેન

વધુ વાંચો

Sagar Vaishnav લિખિત વાર્તા "વાંચનના ફાયદાઓ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19888832/vanchan

ઉત્સાહી બની દોડયો
આવું તારા હર સાદમાં;
ચાલને ભીંજાઈએ બંને
પહેલા આ વરસાદમાં.

#ઉત્સાહી

#હૈકુ

રે'વું ઉત્સાહી
સૌએ, બાળકો જેમ;
વિના કારણે.

#ઉત્સાહી