અનિર્વેદઃ શ્રીયો મુલમ

આમ કેમ છે

નિરાશ બેઠો છું

હું એક રસપ્રદ અનુભવ કહેવા જઈ રહ્યો છું.જ્યારે હું મારા ડિપ્લોમા અભ્યાસ માટે પોરબંદર હતો ત્યારે મારો સુવર્ણ કાળ પસાર થયો. આ સમય એટલા માટે સુવર્ણ હતો કે ત્યાં હું મારા વિચારો અને સામાન્ય સમજણ ને એક અલગ જ વણાક આપી શકયો અને ત્યાંથી જ હું કવિતા અને ગઝલ પણ લખતા શીખ્યો, હા એ અલગ વાત છે કે આપણે વિચારો ને શબ્દદેહ આપવા માટે ગોડ ગિફ્ટ જોઈએ પણ મારી આ ગિફ્ટ સાથે જો ઓળખાણ કરાવી હોય તો એનો શ્રેય હું ડૉ. સ્નેહલ જોષી ને આપું છું. મારી પહેલી કવિતા 'એક ફૂલ' ને એમણે ખૂબ બિરદાવી અને મારી અંદર રહેલ આ ભાવાત્મક ઉર્જા ને બહાર લાવી. જેમ એક સોનીને સાચા સોનાની પરખ હોય તેમ મારા બોલવાની ક્ષમતા પરખી અને કેવી રીતે બોલવું એ માટે પણ મને એમણે ખૂબ સરાહના આપી. તેજ સમય પર એક અદ્ભુત ઘટના બની, મેં પ્રથમ વાર કોલેજમાં વ્યક્તવ્ય સ્પર્ધામાં ભાગ લીધો ને સર ને કહ્યું મને બોલતા નથી આવડ્તું, તો હું શું બોલું વ્યક્તવ્યમાં? એમણે મને સ્નેહાળ ભાવ દર્શાવતા કહ્યું don't very સાગર હું શીખવાડીસ. બસ પછી તો જ્યારે તે વોકિંગ પર જતા ને મને સ્પીચ તૈયાર કરાવતા. મિત્રો આખરે એ સમય આવી ગ્યો અને પ્રથમ વાર મેં વ્યક્તવ્ય આપ્યું એ પણ વગર આચકાંટે. આ આખી ઘટનાનું સાધ્ય આખરે સિદ્ધ થયું અને મને કહેવું ખૂબ ગમસે કે મને વ્યક્તવ્ય સ્પર્ધા માં પ્રથમ નંબર પર વિજેતા બનાવવામાં આવ્યો.મિત્રો આ વાત નો સાર એવો છે કે જો કોઈ વ્યક્તિનો ઉત્સાહ વધારવામાં આવે તો એ વ્યક્તિ ને સફળતાપૂર્વક વેગવંતો બનાવી શકાય.
#sagar pandya

વધુ વાંચો

એકલ્તાની વાત કહું તો આરામ કરાતો સમય
ને એની ચહેરાની ખુશી નાખુશી નો ભાવ
બસ આજ જાણીલો પ્રેમી જીવડાંઓ
વ્યક્તિ ને પસંદ કરવાનો ભાવ બદલી જશે

વધુ વાંચો