"મારો પરિચય સહુને થોડા જ શબ્દોમાં આપું છું, હું સ્વયંને ફક્ત સ્વયં સાથે જ માપું છું !! ~ સચીનમ ~

"ભૂલવા જેવી વાતોને રાખીએ છે યાદ,
એટલેજ સંબંધોમાં સર્જાય છે વિવાદ !!
#સચીનમ

"કાળજાના કાગળ પર તકલીફોની તસવીર બનાવી,
ને તસવીરના દરેક રંગમાં આછી એકલતા તરી આવી !!
#સચીનમ

"લાગણીઓને કેદ કરી કાળજાના કારાવાસમાં,
જીંદગી ભટકી રહી છે જીંદગીની તલાશમાં !!
#સચીનમ

"જ્યાંસુધી મનમાં ખોટ અને પાપ છે,
ત્યાંસુધી બેકાર બધાં મંત્ર અને જાપ છે !!
#સચીનમ

"જ્યાંસુધી કાળજામાં જ્વાળામુખીનો બાગ ધખધખે છે,
ત્યાંસુધી જીંદગીમાં જુનૂનથી જીવવાની આગ રખરખે છે !!
#સચીનમ

વધુ વાંચો

"કોણ જાણે ખુબસુરત જીંદગીને કોની નજર લાગી ગઈ,
કે જે લોકો વાત કરવા માટે તરસતા હતા હવે યાદ પણ નથી કરતાં !!
#સચીનમ

વધુ વાંચો

"સત્ય ને અસત્ય વચ્ચે માત્ર આટલો જ ફેર છે,
સત્ય કડવું અમૃત છે ને અસત્ય મીઠું ઝેર છે !!
#સચીનમ

"માણસો તો ઘણા મળે છે પણ માણસાઈ બહુ ઓછી મળે છે,
આ જમાનામાં ભલાઈની સામે ભલાઈ બહુ ઓછી મળે છે !!
#સચીનમ