Hey, I am on Matrubharti!

જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને પ્રેમ કે નફરતથી નથી જોતાં ત્યારે તમે એને એનાં અસલ સ્વરૂપમાં જુઓ છો.
#શુભ સાંજ

વધુ વાંચો

દોષારોપણ કરતા રહ્યા એકબીજા પર સમજૂતી કરવા કે એકબીજાને સમજવાને બદલે. ન કોઈએ ઝૂકીને માફી માંગવાની કોશિશ કરી. અંતે છૂટા પડ્યા. એકલા રહ્યા પછી અફસોસ થયો કે માફી માંગી લીધી હોત તો સારુ થાત.
સમજદાર લોકોના જીવનની સૌથી મોટી કરુણતા.👆
#દોષારોપણ

વધુ વાંચો

દોષારોપણ - દુનિયાનું સૌથી સહેલું કાર્ય. બીજા પર દોષારોપણ કરવા જેટલું સહેલું કાર્ય બીજુ કોઈ જ નથી. આપણાં ઘર અને સમાજમાં તો આ કામ ચાલે જ છે, પણ દુનિયાના દેશો પણ આમાં પાછળ નથી. એક દેશ પોતાના દેશની ભુલોનું દોષારોપણ બીજા દેશ પર કરવામાં ક્યારેય મોડું કરતાં નથી. એ જ રીતે એક નેતા કે એક પાર્ટી પોતાની ભુલો કે પછી બીજા પક્ષની ભુલો પર દોષારોપણ કરતાં સ્હેજ પણ અચકાતા નથી.
સૌથી ખરાબ સ્થિતી જો હોય તો આપણાં સમાજમાં સ્ત્રીઓની. ઘરની કોઈ પણ નુકસાની માટે દોષારોપણ ઘરની વહુ પર કરવામાં આવે છે. તારે લીધે જ અમારા ઘરની આ દશા થઈ, તુ અપશુકનિયાળ છે, તારા પગલાં સારા નથી, વગેરે વગેરે. જેને આપણાં શાસ્ત્રોમાં લક્ષ્મીનું રુપ કહેવામાં આવ્યું છે એ અપશુકનિયાળ કેવી રીતે હોઈ શકે? કોઈ એનાં પર દોષારોપણ કરી જ કેવી રીતે શકે?
કેટલીયે જગ્યાઓ પર દીકરીને જન્મતાંવેત મારી નાખવાની પ્રથા હતી. હજુ પણ સીધી રીતે નહીં પણ abortion નાં નામ પર દીકરીઓની હત્યા થાય જ છે. શું આનો દોષારોપણ માતા પિતા પર ન કરી શકાય?
ઘણી વખત કાવતરું કરીને કોઈ એક સીધા સાદા માણસ પર દોષારોપણ કરીને એને ફસાવવામાં આવે છે. શું સીધા અને ઈમાનદાર હોવું ગુનો છે?
દોષારોપણ કરીને કોઈની જીંદગી બરબાદ કરી દેવા કરતાં સારુ છે કે જે સાચું અને સારુ છે તેને જ અપનાવીએ.
#દોષારોપણ

વધુ વાંચો

દોષારોપણ માત્ર મારા પર ન કરો તમારું વ્યક્તિત્વ જ એવું છે કે કોઈ પણ મોહી પડે.
#દોષારોપણ

જેની સાથે લોહીનો સંબંધ નથી...
છતાં વહાલું લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે થાય અઢળક વાતો...
છતાં થાક ના લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે નાનકડી વાત માં પણ...
હસી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*

જેના ખંભે માથું ઢાળીને...
રડી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે ઠંડી ચા પણ...
હુંફાળી લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે વઘારેલી ખીચડી પણ...
દાવત લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેને અડધી રાત્રે ઉઠાડી...
હૈયું ઠાલવી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં...
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે
*👬દોસ્ત👬*

જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય...
છતાં પણ તે સ્વીકારે તે છે
*👬દોસ્ત👬*

વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા...
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે
*👬દોસ્ત👬*

દૂર હોવા છતાં ના ટૂટે...
તે લાગણીનો તાર છે
*👬દોસ્ત👬*
#👯 દોસ્તી કોટ્સ
છે બસ *અઢી અક્ષરનું નામ પણ...*
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે
*👬દોસ્ત👬*

*👬મારા સર્વે મિત્રો ને અર્પિત👬*

વધુ વાંચો

સાચી મિત્રતાનો દિવસ ન હોય, દાયકાઓ હોય.

પૂછપરછ કરવામાં આપણો સમાજ ઘણો જ આગળ છે. પડોશી હોય કે સગાં સંબંધી, પૂછપરછ કરવામાં ક્યાંય પીછેહઠ થતી નથી. તકલીફ તો ત્યારે પડે છે જ્યારે આ પૂછપરછથી મળેલ માહિતીનો ખોટો ઉપયોગ કરી બે લોકો વચ્ચેનો સંબંધ તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
પૂછપરછ તો રેલવે સ્ટેશન પર પણ થાય છે અને બસ સ્ટેશન પર પણ થાય છે. જો આપણને ખબર જ ન હોય કે કઈ પૂછપરછ ક્યાં કરવાની છે તો વિશ્વાસ રાખજો ખોટી માહિતી જ મળવાની છે.
કેટલાક લોકો પોતાના જીવનસાથી પાછળ પણ જાસૂસ લગાવે છે. આ રીતે બીજા પાસે પોતાનાં વ્યક્તિની પૂછપરછ કરાવવી એનાં કરતાં એકબીજા વચ્ચે એટલો વિશ્વાસ ઊભો ન કરી શકાય? સંબંધ એવો કેળવો કે મતભેદ થાય પણ મનભેદ ન થાય જેથી કરીને કોઈ પણ પ્રશ્ન જાતે જ એકબીજાને પૂછીને જવાબ મેળવી લઈએ, પૂછપરછ માટે ભાડેથી માણસો ન રોકવા પડે.
પૂછપરછ જો કોઈ જ્ઞાની માણસ આગળ કરવામાં આવે તો કદાચ કંઈક નવું જાણવા મળે, નવું શીખવા મળે. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કરેલી પૂછપરછ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આપણે ભવિષ્યમાં એક ઈજનેર બનવું છે, અને એને માટે જોઈતી માહિતીની પૂછપરછ કોઈ અનુભવી ડોક્ટર પાસે જઈને કરીએ તો શું એ યોગ્ય સલાહ આપી શકશે? કેટલાંક લોકો તો મેં એવા પણ જોયા છે જે પોતાના જ બાળકને કયા માધ્યમમાં ભણાવવું તે માટેની પૂછપરછ બીજા લોકોને કરે છે. પોતાનું બાળક છે તો શા માટે એનાં ભવિષ્યનો નિર્ણય બીજાના કહેવા પર લેવો?
પૂછપરછ કરવી એ સંપુર્ણ રીતે ખોટી વાત નથી, પણ કઈ પૂછપરછ ક્યાં કરવી એનો ખ્યાલ રાખવો જોઈએ.
#પૂછપરછ

વધુ વાંચો

નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે.🙏

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ ને કોઈ વસ્તુ કે બાબત માટે લાલચ તો રાખે જ છે. લાલચ રાખવી એ સારી વાત નથી, પણ એનાં વગર રહેવું પણ શકય નથી. આપણે આપણાં મન પર કાબુ રાખી શકીએ પણ લલચાયા વગર તો ન જ રહી શકીએ.
એક નાનું બાળક ચોકલેટ, મીઠાઈ કે પછી નવા નવા રમકડાં જોઈને લલચાય છે. એ એને લેવાની જીદ કરે છે અથવા તો જોઈને પોતાનો જીવ બાળે છે. બધાં જ બાળકોના માતા પિતા કંઈ એવી પરિસ્થિતિમાં નથી હોતા કે પોતાના બાળકની જીદ પૂરી કરી શકે.
આજ કાલ પ્રસાર માધ્યમોમાં ઘણી બધી વસ્તુઓ એવી રીતે પ્રદર્શિત થતી હોય છે કે ગ્રાહક એનાં પ્રત્યે લલચાય અને એને ખરીદે. એમનું કામ જ છે પોતાની વસ્તુઓને એવી રીતે રજુ કરવી કે જેથી એને જોનાર લલચાઈ જાય અને ખરીદી લે. આપણને ખબર હોવી જોઈએ કે જે લાલચ આપણે રાખી છે તે વસ્તુ આપણને જરુર છે કે નથી. લાલચમાં આવી જઈને પોતાને આર્થિક નુકસાન કરવાનો કોઈ જ અર્થ નથી. એ વસ્તુઓ માત્ર ઘરનાં એક ખૂણામાં પડી જ રહેવાની છે.
ઘણી વાર કોઈ 'સ્કીમમાં ભાગ લો અને અમુક રકમ જીતો' જેવી લોભામણી જાહેરાતો આવે છે કે પછી મેસેજ આવે છે. જે વ્યક્તિ લાલચમાં આવી જઈને આવા લોકોનો સંપર્ક કરે છે, તેણે કેટલીક વાર ફાયદાને બદલે આર્થિક નુકસાન વેઠવું પડે છે.
લાલચ તો માત્ર પ્રેમમાં જ રાખી શકાય. જેટલો વધારે મળે એટલો ઓછો જ પડે. પ્રેમમાં રાખેલી લાલચ ભાગ્યે જ નુકસાન કરતી હોય છે.
#લલચાવવું

વધુ વાંચો

આજકાલ બધા સંબંધ તોડવા માટે એટલાં ત્વરિત થયા છે કે જાણે એ સંબંધ નિભાવતા નથી એક નાટક ભજવી રહ્યાં હતાં.
#ત્વરિત

વધુ વાંચો