શ્રી કૃષ્ણઃ શરણં મમ્

કોઈ ગમતી વ્યક્તિ આપણા પર હક જતાવે ...
એ થી વિશેષ આનંદ ની લાગણી કઈ હોઈ શકે?...."RUP"

બસ વર્ષ બદલ્યું છે
સંબંધ તો એવા જ છે...છિલાછમ્મ
----- "RUP"

પહેલા અજાણ્યા જ હતા
હવે તો જાણીને પણ અજાણ છે......"RUP"

સુંદર દેખાવું અને સુંદર હોવું બન્ને એટલું જ અલગ છે
જેમ
મેઘ નું ગરજવુ અને વરસવું......"RUP"

તારી યાદમાં ઊગેલી સવાર ના ઉજાશ થી સાંજ પડી જાય છે ....બસ રાત નો અંધકાર જ બિહામણો છે......"RUP"

નાનકડી
એક
ગૂંચ ઉકેલી શકી નહીં,

એટલે જ તો

ઊલજેલી છું....RUP

કોઈ સંબંધ સમય ચોરી જાય છે
ને
કોઈ સમય સંબંધ ને....
"RUP"

કાન્હા.....હું તો ફક્ત માણસ છું,
ને તું તો અવતારી છે.
છતાંય જે મારી છે,
કદાચ
એ જ વિડંબના તારી છે........."RUP"

પાણી અમુલ્ય છે.....
બસ કોઈ ની આસ્થા પર ન ફેરવવું....🙏🙏🙏
........."RUP"

પાણી માં પણ નશો હોય છે
અમસ્તા પ્રેમ જુમે નહીં વરસાદ માં............Rup