Hey, I am on Matrubharti!

ભીની સવાર
ભીની માટી
ભીની મહેંક
ભીની લાગણી
ભીના શબ્દો
અને...
કોરા હું અને તું.

એવી તો ખોવાઈ તમારા વ્યક્તિત્વમાં હું
કે પછી
ખુદ મારા જ અસ્તિત્વમાં ના રહી હું!!

આભને મળવું છે ધરાને
પણ કબુલ નથી આ મિલન કુદરત ને
વરસે છે આભ મન મૂકીને
માણે છે ધરા એ વર્ષાને
આલિંગન કરીને

અમે
રણમાં તરસ લઈને પ્યાસા જ રહ્યા
તમે
લાગણીનું ચોમાસું થઈને આવ્યા
અમે ભીંજાતા જ રહ્યા

એ તો રાધાનો કાન
એ તો મીરાનો શ્યામ
એને હૈયૈ કોરાયા છે પ્રિતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહ્યો....
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમમાં....

વધુ વાંચો

હું અને તું એક બીજામાં ઉતરી ગયા,
જ્યારે
એકબીજાને સરનામું સાચુ મળ્યુ.

Happy father's day

ક્યાંક એવું તો નથી ને કે
લખાય છે લાગણીઓ
અને
વંચાય છે શબ્દો

કંઈક તો ખુશ્બું છે જ તારામાં
કે મારા પગલા તારી તરફ જ વળે છે....

તું ત્યાં અને હું અહિયા
તો પણ તારી અનુભૂતિ વર્તાય છે....

વધુ વાંચો

કેવી શાહી અને કેવી
ક્લમ વાપરતો હશે,

જ્યારે ઈશ્વર કોઈના
નસીબ લખતો હશે!!!