લખવું એ મને વારસા માં મળેલું છે...પણ હજુ તો મારી શરૂઆત છે...

આજ કરે છે કલશોર મન....
આજ કરે છે થનગનાટ મન....
આજે એકલું મુસ્કાય છે મન...
બસ આજે તો ખુશી ના
આસવનું પાન કરે છે આ મન
કારણ....આજે તો બહુ સમય પછી
સખીઓ ના વૃંદ માં મુક્ત મને હાસ્યના
ફુવારા માં નાહવા નો અવસર મળ્યો....

વધુ વાંચો

શીદ ને ઉભરાય હાંડલો હેત નો તારા માટે....
એતો હંમેશા ઉભરાયેલો જ રહે છે પણ તને સમેટતા ક્યાં આવડે છે ?
મદ માં ને મદ માં ક્યાંક ઉભરાયેલો હાંડલો તૂટી ના જાય તે જોજે કારણકે..... તૂટેલા ને સાંધી શકાય છે પણ સાંધો હંમેશ માટે રહી જાય છે...

વધુ વાંચો

હું અને મારી એકલતા બેસ્ટ ફ્રેન્ડ
ના ચેન પડે બન્નેને એકબીજા વગર ! રોજ મળીએ, ખૂબ વાતો થાય, દલીલો થાય,ઝગડા થાય,ખુશ થતા વિહરવા પણ લાગીએ....અને જ્યારે કાંઈક ડંખે ને ત્યારે એ જ તો છે મને સમજાવવા !😊 અને ક્યારેક ખુશ થાઉ તો સૌથી પહેલા એને જ ખબર પડે છે....☺️

વધુ વાંચો

આવી રીતે તું શું મેળવિશ ! કેવીરીતે બતાવું તને ? તને જે સાચું લાગે છે તે મને ખોટું લાગે છે અને મને જે સાચું કહેવું છે તે તને ખોટું લાગે છે... ભલે તારો~મારો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય પણ મને એટલી ખબર છે કે મને તારી પરવાહ છે..

વધુ વાંચો

फिर से नहीं उलझना है रिश्तों में मुझे क्योंकि दिल को समझाना मुश्किल है.... जो रिश्ता अपना माना है वो तो सिर्फ कहेने का रह जाता है...जब बिछड़ता है तब बहोत दर्द होता है... बहोत वक़्त लगता है दिल को समझाने में.... बहोत वक़्त लगता है भीगी हुई आंखों को सुखाने में..... दिमाग तो समय के साथ चलता है लेकिन दिल को कोन समझाए

વધુ વાંચો

હાય, માતૃભારતી પર આ વાર્તા 'સ્વભાવ' વાંચો
https://www.matrubharti.com/book/19875158/nature

અક્ષમ્ય
આજકાલ ખૂબ ચર્ચાઓ ચાલે છે, દીકરીઓને કરાટે શીખવો, દીકરીઓ ને સિંહણ જેવી બનાવો, દીકરીઓને આ શીખવાડો તે શીખવાડો, પરંતુ બધી સારી રીતભાતો, સંસ્કાર દીકરી ને જ શીખવવામાં આવશે તો તે તો સંસ્કારી, સશક્ત બની જશે પરંતુ દીકરા નું શુ ? કેમ કોઈ એમ નથી વિચારતું કે દીકરાને પણ સારી રીતભાત શીખવવીએ, સારા વિચારો આપીએ, સારા સંસ્કારોનું સિંચન કરીએ, તો સમાજ માં જે કાંઈ પણ બને છે તેમાં ઓટ આવે. આજે સમાજ એવી પરિસ્થિતિ પર પહોંચીને ઉભો છે કે માત્ર દીકરી....દીકરી...કરીને... "દીકરા" ની બાબત માં ધ્યાન આપવાનું ભૂલીને, દીકરાના મનમાં જાણે અજાણે નેગેટિવિના બીજ રોપે છે.સમાજ માં કોઈપણ અગમ્ય પરિસ્થિતિ ઉભી થાય તો દરેક લોકો થોડા સમય માટે દીકરી બાબત સારી સલાહો નો ધોધ વરસાવવા લાગશે....હા...એવું અનઇચ્છનીય,અક્ષમ્ય બનાવ બને તો તેના દુઃખમાં રોષરૂપે ખૂબ ગુસ્સો આવે, મન ખૂબ વ્યથિત થઇ ને બેબાકળું બની જાય.પરંતુ આના જ પગલાં રૂપે,પડકારરૂપે એવું નક્કી કરી શકાય કે દીકરીને તો સશક્ત બનાવીશું જ પરંતુ દીકરાને પણ તે જન્મે ત્યારથી જ સારા વિચારો વાળો, શોર્યવાન, સંસ્કારી ઉછેર કરીશું.
આ જવાબદારી માત્ર સમાજ ની નથી, પણ દરેકે દરેક માતાપિતાની પણ છે. એટલા માટે જ લોકો જાગો...આ એક સામુહિક જવાબદારી છે. તેની માટે દરેકે શિક્ષિત હોવુ જરૂરી છે. જેટલા સારા વિચારો માતાપિતા ના અને સમાજ ના હશે એટલે જ સારા વિચારો આપણે , આપણી આવનારી પેઢી ને આપી શકીશું તે ઉપરાંત નેગેટિવ સમાચારો, ઉશ્કેરીજનક સમાચારો આવે છે તેની જગ્યાએ વધારે માં વધારે પોઝિટિવ સમાચારો આવે તેની ખૂબ જરૂર છે.
જાગૃતિ માટેની જવાબદારી દરેકેદરેક વ્યક્તિ લેશે તો આપણી "દીકરી"ઓ સુરક્ષિત બની જશે અને આપણા "દીકરા"ઓ પણ અક્ષમ્ય કાર્ય નહિ કરે અને દેશ ને સર્વોચ્ચ સ્થાને પહોંચાડશે.?

વધુ વાંચો

તને શું ખબર !!! સીતાર ના એક તાર ને હાથની આંગળીઓ માત્ર અડી જાય તોય સીતાર નો ઝણકાર ક્યાંય સુધી ગુંજયા કરે છે....

વધુ વાંચો

ક્યાં સુધી પૈસો બચાવશે આવા નરાધમોને ? જ્યારે જ્યારે આવો વિચાર આવ્યો ત્યારે એક જ અવાજ આવે છે, કે જે આક્રોશ લોકો ના મનમાં છે તે હાથમાં આવશે ત્યારે સંપૂર્ણ ન્યાય થશે.....?
આ માટે દરેક સ્ત્રીએ હાથમાં હાથ મિલાવી ને દ્રઢ સંકલ્પ કરીને આગળ ડગ માંડવા પ્રયત્નશીલ બનવું પડશે, જડમૂળથી આવા કરતૂતો ને, કે જેને બોલતા પણ હદયને આક્રોશ સાથે ચીખવા ની ઇચ્છા થાય છે, તેને દૂર કરવા સ્ત્રીઓ એ જ ગંભીરતા થી પગલાં ભરવા પડશે.

વધુ વાંચો

में आज़ाद उड रही हूं निल गगन में... पर ये डर क्यू मेरे साथ ही रहता है ? में आज़ाद तो हो गई पर ये बुरी नजर जो मंडराती है मेरे आसपास..... उसकी नजर को कैसे साफ करू ? इतना तेय है.... आसपास मंडराता कोई आए तो इतनी ताकत बनाउंगी की "स्त्री शक्ति" क्या है, "स्त्री दक्षिन्य" क्या है पता चले उसे....

વધુ વાંચો