બસ ક્યારેક લખું છું..

हमने भी इश्क़ किया था बहुत जोर से,
लेकिन वफ़ा ही न हुई उनकी ओर से...

હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,
છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..

તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?

લીલીછમ પ્રકૃતિ અને ઉપરથી વરસે આ મેઘા, તો પણ અમ બંને ના અહમ ના ગયા આઘા.

અહમ તો છે આપણો હજુ અકબંધ,તોય જલ્દી મળાવશે આપણને આપણો ઋણાનુબંધ!!

પ્રકૃતિએ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુંવર પર સુંદર શણગાર છે, તોય હજુ આપણા બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ!

સવાર સવાર માં જ ગજબ થઇ ગયો,
એ આવ્યા છત પર ને મુશળધાર વરસાદ થઈ ગયો..
~રાજ

જોને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,
છે તો મારું "રાજ" તોય નામ બીજાનું રટયા કરે છે...

વરસાદ હોય કે કોઈ ની યાદ,
જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.
ભીંજવી જાય છે નયન અને હૃદય
પરંતુ કોરું કેમ રહી જવાય છે?
સમજાતું નથી "રાજ" આમાં
આવુજ કેમ થાય છે.

વધુ વાંચો

લાગણી નાં પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે,કેમકે
લોકો એમાં હંમેશા ડૂબ્યા જ કરે છે.