Hey, I am reading on Matrubharti!

દરેકના સપનાની સાઈઝ અલગ અલગ હોઈ છે એટલે એને બીજાની સાથે સરખાવી ના શકાય.
#રેખા Patel

માણસ જીવે છે પોતાના માટે તો પછી લોકો અને સમાજ શું કહેશે? એવો વિચાર માણસને જીવવા જ ક્યાં દે છે.
#રેખા Patel

સંબંધ એટલે ખુલાસો નહિ પણ મેચ્યોરિટી, સંવાદ કરતાં વિવાદ વધી જાય ત્યારે માની લેવું કે હવે અંત આવી ગયો છે, છૂટાં પડવાનો.
#રેખા Patel

વધુ વાંચો

સરળતાં થી બધું જ અપનાવી લેવા તૈયાર હતી પણ વાત તો ત્યાં જ આવીને અટકી ગઈ જયારે મારાં મને ખુદની પસંદ દર્શાવી.
#રેખા Patel

વધુ વાંચો

દુનિયાનો સૌથી સુંદર સંબંધ એટલે મિત્રતા. જેમાં શબ્દો કે સ્પર્શ ની જરૂર નથી હોતી.
Happy Friendship Day.
#રેખા Patel

સંબંધોમાં સાથે જીવાયેલી દરેક ક્ષણ સુંદર હતી એથી સુંદર એ ક્ષણો સ્મરણોમાં પરોવાયેલ છે અને સાચો સંબંધ ક્યાં કોઈ દિવસ પૂરો જ થાય છે..
#ઈનલ #રેખા Patel

વધુ વાંચો

શણગારી લઉં મારાં સપનાંઓ નું આકાશ.
#રેખા Patel

બેહોશ હતી મારી લાગણીઓ
સંબંધો સાચવવાની હોડમાં

પણ હવે નથી રહેવાતું કે નથી સહેવાતું

બોજ બની ગયો છે મારો હર એક શ્વાસ,
બસ હવે બહુ થયું.

બેહોશ લાગણીઓ ને વાચા આપવી છે મારે.

#બેહોશ

વધુ વાંચો

જિંદગી કેટલી કડવી હતી કે
હું બેહોશ થઈ ઉભી છું મધદરિયે.

આંખ ખોલી ત્યારે તો ખબર પડી
કે હવે પાછળ વળી શકાય એમ નથી.

ચારેકોર દરિયા ના ઉછળતા મોજા છે
નથી કોઈ કિનારો દેખાતો કે નથી કોઈ હોળી.

બસ ઉભી છું હું બેહોશ થઈ
આજે
મારું બોલકું મૌન ઉછળી રહ્યું છે
મારો બોલકો જીવ પણ ઉછળી રહ્યો છે

જા જા પાર કરી લઈશ આ દરિયો
પણ જવું કંઈ દિશામાં એનો ઘુઘવાટ છે મારી અંદર.

હોકાયંત્ર ક્યાં છે મારી પાસે કે
નક્કી કરી લઉં કંઈ દિશામાં જવું છે મારે.

બેહોશ થઈ ક્યાં જીવવું હતું મારે
આજ મધદરિયે આવી ઉભી છું ઉઘાડી આંખે.

ક્યાં સુધી ઉભી રહીશ આ દરિયાની વચ્ચે
ચાલ કૂદી પડું સૂરજની સાથે.

#રેખા Patel


#બેહોશ

વધુ વાંચો

શબ્દોની પીડા માફી માંગી લેવાથી ઓછી નથી થતી.
#રેખા Patel