Hey, I am on Matrubharti!

જે ભૂલના હકદાર બંને હોય,,
ત્યાં.......

કોઈ એક પર આક્ષેપ મૂકવો ગુનો છે.!!

__નિર્મળા

જ્યારે તમને માણસની ઓળખ કરતાં આવડી જાય,,

ત્યારે સમજી લેજો તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો.

__નિર્મળા

પોતાના શોધવા નીકળ્યાં હતા અમે આ જમાનામાં..,,,

અંદાજ ન હતો "ખોખલો મતલબી" છે આ માણસોનો જમાનો..,,,

મીઠી મીઠી વાતો કરી ફસાવતા ગયા અમને એ લોકો...,,,

અમે ભોળપણના માર્યા માનવા લાગ્યા પોતાના છે આ લોકો...,,,

તેઓ લાગણીની ચાલ ચાલતાં રહ્યા પોતનો સ્વાર્થ સાધતાં રહ્યા...,,,

અમે આંખો પર હાથ રાખી એમની "બહુરુપી લાગણીમાં" વહેતા રહ્યા.

__નિર્મળા

વધુ વાંચો

સૌથી વધારે દુઃખ ત્યારે થાય જ્યારે,,,,

પોતાનો "ખાસ મિત્ર" જ આપણને ના સમજી શકે....

__નિર્મળા

જ્યાં સુધી ખિસ્સાં ખાલી હતા
ત્યાં સુધી,,,
આપણા સબંધો હતા...!!!

ખિસ્સાનો વજન વધવા લાગ્યો
તો,,,
નવા સબંધો બંધાવા લાગ્યા...!!!

__નિર્મળા

વધુ વાંચો

આપણી ખૂબીમા જ ખામી શોધવી,,,

એ પણ આપણામાં રહેલી એક ખૂબી જ છે.

__નિર્મળા

તું ના આવ્યા કર હવે મારી સામે,,,
તારા પ્રતિબિંબથી મારી આંખો અંજાય છે.

તું ના મિલાવ મારી સામે નજરથી નજર,,,
તારું જોવું મને આંખમાં તીરની જેમ ખુંચે છે.

તું ના બતાવ મારા માટે આટલી હમદર્દી,,,
તારી હમદર્દી પણ મને હવે ખૂબ દર્દ આપે છે.

તું ના બનાવ મને છેતરવાના બહાના,,,
તારા હર એક જૂઠથી હવે વાકેફ થઈ ગઈ છું.

તું ના જતાવ જૂઠી લાગણીનો અહેસાસ,,,
તારો સ્નેહ પણ તારા જેવો "ફરેબી" થઈ ગયો છે.

__નિર્મળા

વધુ વાંચો

મારું હદય તને follow કરે છે

એકવાર જોઈ તો લે તું notification મા ...!!!

મારાં આ "નિર્મળ" હદયમાં તારા માટે લાગણીઓ અમાપ રાખી છે

ફરીથી તું ,,,,

છિન્નભિન્ન ના કરી જાય માટે તારાથી કિ.મીઓની દુરી રાખી છે.

__નિર્મળા

વધુ વાંચો

જીવનનો સાર રોજ હાથમાં લઈ ફરું છું..,,

મળે જો ક્યાંક દુઃખ તો હવે બાથમાં એને ભીડું છું.

__નિર્મળા