Hey, I am on Matrubharti!

હારી ગઈ હતી અંધકારમયી જિંદગીથી,
પ્રકાશ ફેલાયો તેમાં તારી બંદગીથી.

ઘોર નિરાશરૂપી અંધારું હતું જિંદગીમાં મારી,
આશારૂપી પ્રકાશ ફેલાવ્યો તે જિંદગીમાં મારી.

દુઃખના કાળા વાદળો છવાયેલા જિંદગીમાં એવા,
સુખરૂપી પ્રકાશથી વિખરાવ્યા તે કેવા.

ઘોર અંધકારથી ભરેલા હ્રદયને,
ભક્તિરૂપી પ્રકાશપુંજથી અજવાડયું તે હ્રદયને.

કોણ કહે છે નથી આવતા પ્રભુ સહાય આપવાને,
એતો કરવી પડે છે હ્રદયથી પ્રાર્થના પ્રભુને પામવાને.


#પ્રકાશ

વધુ વાંચો

બહુ જીવી લીધું બીજાની માટે,
શીખવું છે જીવતા પોતાની માટે.

ઘસી નાખી જાતને બીજાની માટે,
શીખવું છે જીવતા પોતાની માટે.


#શીખો

વધુ વાંચો

કહેવું તો અમારેય ઘણું હતું,
પણ સાંભળનાર ક્યાં કોઈ હતું,
અમારેય ક્યાં અંતર્મુખી રહેવું હતું.
#અંતર્મુખ

પાનખર જેવી જિંદગી હતી,વસંત તેમાં ફેલાઈ ગઈ,
પરિચય તારો થયો એવો કે હોઠો પર મુસ્કાન છવાઈ ગઈ.

વર્ષોથી રણમાં ફરતો હતો તરસ્યો,તરસ મારી બુઝાઈ ગઈ,
પરિચય તારો થયો એવો કે દિલમાં ઠંડક પ્રસરી ગઈ.

મુર્જાયેલા ફુલ સમાન ચહેરો હતો,તાજગી તેમાં રેલાઈ ગઈ,
પરિચય તારો એવો થયો કે પ્રસન્નતા તેમાં છવાઈ ગઈ.

#પરિચય

વધુ વાંચો

તસ્વીર વસી છે આંખોમાં,
છતાંય એક ઝલક ને તરસુ છું.

રુદિયામાં વસ્યા છો,
છતાંય મળવાને તરસુ છું.

સાથે છો મારી એવો અહેસાસ છે,
છતાંય તમારા સાથને તરસુ છું.

જાણું છું દૂર છો એ મજબૂરી છે,
છતાંય મિલનને તરસુ છું.

યાદોમાં વસી છે હરેક વાત તમારી,
છતાંય એક બોલ સાંભળવાને તરસુ છું.
#સાંભળવુ

વધુ વાંચો

વધે છે નદીઓ ના નીર મેઘ વરસતા,
એમ વધે છે મારો પ્રેમ તારા માટે તરસતા.

સાગર નું જળ છે કેવું અમાપ,
મારા પ્રેમ ને તું ન માપ.

ગગને છે તારા અગણિત,
પ્રેમ માં ન ચાલે કોઈ ગણિત.

વૃક્ષ માટે ખાતર છે સંજીવની,
સબંધ માટે પ્રેમ છે સંજીવની.
#વધવું

વધુ વાંચો

નાચતી કુદતી ઢીંગલી આજે,
સજી રહી છે સાજન કાજે.

કાજલ સજાવ્યું શમણાંનું આંખે,
ઉડવાને જાશે સપનાની પાંખે.

મહેંદી લગાવી કલ્પનાની હાથે,
સિંદૂર લગાવશે વરરાજા માથે.

કરવી પડશે વિદાય જાનૈયા સાથે,
રહી જશે પછી એકલતા મારા ખાતે.

શુનું થઈ જાશે ઘર મારુ કોના વાંકે,
જગત નો વરવો છે નિયમ દીકરી ઘર માં કોણ રાખે.


#વરરાજો

વધુ વાંચો

જોઈને સુંદર ચહેરો તારો,
ખુશનુમા બને છે દિવસ મારો.

દિલ માં વસ્યો છે ચહેરો તારો,
તોફાનો માં પણ ના ખસ્યો આડો.

શ્વાસે શ્વાસે બસ છે નામ તારું,
કેમે કરીને ન ભુલાશે એ તારું.

સાથે છો છતાંય શોધુ છું,
વીતી ગયેલી ક્ષણો ને ખોદુ છું.

ચહેરો તો જોવાય છે નિતદિન,
શબ્દો ની આપ લે પણ કરો પ્રતિદિન.
#ચહેરો

વધુ વાંચો

જગતમાં અનુભવ્યું છે એટલું,
રહેવું પડે છે અહીં એકલું.

કહેવાના છે ખોખલા બધા સબંધો,
તૂટી જાય છે અહીં અશ્રુ ના બંધો.

સ્વાર્થ સાંધવાને છે જમાનો સાથે,
બાકી તો કોણ રાખે છે માથે.

છે બસ એક પ્રભુ નો આસરો,
તેથી કદી ના એને વિસરો.
#અનુભવવું

વધુ વાંચો

ક્યાં છુપાઈ ગયું છે તારું જ્ઞાન,
કેમ નથી તને કોઈ ભાન.
કેમ નથી જડવાતું સ્ત્રી નું માન,
શાને રગદોડાઈ છે સ્ત્રીનું સ્વમાન.
શાનું છે તને એટલું ગુમાન,
કેમ કરે છે તું આટલું અભિમાન.
શું સમજે છે તું સ્ત્રી ને સામાન,
નથી માની શક્યો તું એને સમાન.
કર્યું છે તે એનું ઘોર અપમાન,
નહિ મળી શકે તને પણ સમ્માન

#માન

વધુ વાંચો