reading is my hobby

જુવાની#

જુવાનીના જોશમાં છતાં પૂરા હોશમાં
કરે છે એ અડગ નિર્ધાર!
એક બુંદ પણ રક્તની હશે આ તનમાં,
બચાવિશું અમે કોઈનો આધાર!
દેશની આન, બાન અને શાનને ખાતર,
હશે સદા શહીદી સ્વીકાર!
હો કોઈ સ્થળ કે સમય રક્ષણ ને માટે,
વતન કાજે ઢાલ,શત્રુ સામે બનીશું તલવાર!!
જાગૃતિ રાઠોડ.

વધુ વાંચો

શુભ સવાર
#ભીની

# હૂંફ

જગતના તમામ સુખ પણ જ્યારે મનને છળે,
ત્યારે સાચી શાંતી ને હુંફ માના ખોળામાં મળે...
જાગૃતિ રાઠોડ.

વધુ વાંચો

એ દૃષ્ટ રાક્ષસો ના પણ એવા કોઈ પુણ્ય કર્મ હતા જેના કારણે એનો અંત આણવા ખુદ ઈશ્વર ને અવતરવું પડ્યું!
જાગૃતિ રાઠોડ.

વધુ વાંચો

શુભ સવાર#વિશાળ

વિશાળ ચતુરંગીણી સેના છોડી,
અર્જુન માંગે નિઃશસ્ત્ર કૃષ્ણને!..
પાર્થ કહે, હે મધુસૂદન!
જ્યાં આપ ત્યાં વિજય નિશ્ચિત,
છે પૂર્ણ ધરપત મારા મનને!!
જાગૃતિ રાઠોડ

વધુ વાંચો

પ્રથમ આભાર ઈશ્વરનો જેણે આ મનુષ્ય અવતાર આપ્યો. બીજો આભાર માતા પિતાનો જેણે આ જીવન આપ્યું. ત્રીજો આભાર એ તમામનો જે આ જીવન સાથે જોડાયેલ છે. જાગૃતિ રાઠોડ.

વધુ વાંચો

વાતોડિયું #

ના કોઈથી કંઈ અપેક્ષા,ન કોઈ વાતનું દુઃખ!
કદાચ એજ હશે આ દુનિયામાં, કહેવાતા મૂર્ખ!!
જાગૃતિ રાઠોડ.

ઉંઘણસી#
ઊંઘણસી ને પણ વેદના અપાર હોઈ શકે!
ઉંઘ એની એકલતાનો સાર પણ હોઈ શકે!!
જાગૃતિ રાઠોડ.

શુભ સવાર