The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@ramjane3839
81
65.8k
177.2k
શબ્દોને ક્યાં વાચા હોય છે? છતાંય કેટલાય ઘવાય છે. શબ્દોને ક્યાં વાચા હોય છે?, છતાં જખ્મો તાજા કરી જાય છે. શબ્દોની આ ભાષા પણ ક્યાં, સઘળાંથી સાચી વંચાય છે?
ભૂતકાળ વાંચવા બેઠી, જિંદગી બોલી ઉઠી વર્તમાનને માણી લે ભવિષ્ય જાતે જ બદલાઈ જશે.... -ક્રિષ્વી
બે અક્ષરનો શબ્દ લકી અઢી અક્ષરનો શબ્દ ભાગ્ય ત્રણ અક્ષરનો શબ્દ નસીબ સાડા ત્રણ અક્ષરનો શબ્દ કિસ્મત ચાર અક્ષરનો શબ્દ મહેનત છતાં પણ મારી પાસે નથી ફક્ત એ છે તું -ક્રિષ્વી
ભોજન હોય કે પ્રેમ વધું પડતો આપો એટલે લોકો કદર નથી કરતા....! -ક્રિષ્વી
અમારે ચાંદા ઉપર જમીન નથી લેવી કારણ કે અમારો ચાંદો જ જમીન પર છે -ક્રિષ્વી
શબ્દોનો સહેવાસ ભલે ઓછો થાય પણ "લાગણીની" લીલાંશ તો કાયમ રહેવી જોઇએ... -ક્રિષ્વી
જો જીંદગીમાં ખુશ રહેવું હોય તો સમયસર સંબંધ સાચવી લેવાઈ વ્યવહાર ઓટોમેટિક સચવાઈ જાય.... -ક્રિષ્વી
બ્લોક સોશિયલ મીડિયામાં કરી શકો કોઈ એપમાં કરી શકો કોઈ કહો તો ખરાં આ દિલમાં બ્લોક થયાં હોય તેને અનબ્લોક કરી શકો?? -ક્રિષ્વી
તારી આંખોમાં અફીણ છે કે હવામાં ભાંગ ભેળવી છે? પીધાં પછી હોંશ ઉડી ગયો કે તારી નજર જ અફીણી છે? પીધાં પછી નશો ચડી ગયો કે વગર પીધે આટલો ચડ્યો છે? -ક્રિષ્વી
રૂબરૂ મળ્યા નથી પણ થયા છીએ. હાથ પકડ્યો નથી પણ તેં થામ્યો છે નજર મળી નથી પણ આંખે વર્યા છીએ મળ્યા પહેલા જ છોડવાની વાત કરી? યાદોથી ભગાતું નથી એટલું યાદમાં મળ્યા છીએ. -ક્રિષ્વી સુરતી
કોઈ પુછે શું છે આખરી ઈચ્છા તારી ? બસ એક તલપ છે, હવે તને મળવાની -ક્રિષ્વી સુરતી
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser