Hey, I am on Matrubharti!

જનતા તણું દુખ જગતમાં કોઇ સાંભળતુ નથી
મધ્યમવર્ગના માનવ તરફ કોઇ ધ્યાન ધરતું નથી
મોંઘવારી ચક્કી મહી, પિસાઇ રહ્યો છે માનવી
તેલ કાઢે છે શરીરનું , છતાં કંઇ વળતું નથી
મિજબાનીઓને પાર્ટીઓમાં ભોજન ઊડે મનભાવતાં
ભૂખ્યા પેટે ભમતાં ઘણાં ,છતાં કોઇ ધ્યાન ધરતું નથી
જેમ તેલ હોય દિપક મહી તો,તૈયાર થાય સૌ બાળવા
પણ જો નિર્ધન બને માનવી તો, કોઇ સંઘરતું નથી
#સંઘરવું

વધુ વાંચો

ધર્મમાં અંધ બનીને કરી હતી તારી પૂજા
છતાં પણ તેં લૂંટી લીધી જિંદગીની મજા
કઇ ભૂલની આપી મને આકરી સજા
આવુ કરતાં સહેજ પણ ન આવી લજ્જા
#ધર્માંધ

વધુ વાંચો

શ્વાસે શ્વાસે યાદ કરુ છું આપને
પળ પળ મરું છું તમારા વગર
આ આગ સમાન ક્રૂર મંજિલમાં
કેવી રીતે ડગ ભરું તમારા વગર
જિંદગી તો જીવું છું જવાબદારીઓ સાથે
કોઇ ઉત્સાહ કે ઉમંગ વગર
હ્દયની વેદના ઠાલવું છું કલમ થકી
કોણ સમજનાર છે તમારા વગર
દિવસ-રાત ઝૂર્યા કરૂ છું યાદોમાં
અશ્રુ વિરહના ભરી લઉં છું તમારા વગર
"કાશ"હું પણ આવી શકતો હોત સાથે
આમ એકલા નથી જીવાતું તમારા વગર.
#મૃત

વધુ વાંચો

શ્વાસે શ્વાસે યાદ કરુ છું તમને
પળ પળ મરુ છું તમારા વગર
આ આગ સમાન ક્રૂર મંજિલમાં
કેવી રીતે ડગ ભરું તમારા વગર
જીવન તો જીવું છું જવાબદારી સાથે
કોઇ ઉત્સાહ કે ઉમંગ વગર
મોહ -માયામાં ફસાયો છું પણ,
ક્યાંય મન નથી લાગતું તમારા વગર
હ્દયની વેદના ઠાલવું છું કલમ થકી
કોણ સમજનાર છે તમારા વગર
દિવસ-રાત ઝૂર્યા કરુ છું યાદો માં
અશ્રુ વિરહના ભરી લઉ છું તમારા વગર
"કાશ"હું પણ આવી શકતો હોત સાથે
આમ એકલું નથી જીવાતું તમારા વગર.
#મૃત

વધુ વાંચો

એક નાનકડો પરિવાર એક ચાલીમાં રહે છે પરિવારમા પતિ-પત્ની અને ત્રણ બાળકો રહે છે પરિવારનો મુખ્ય સભ્ય જગદીશ મિલ મજૂર છે જગદીશને બે દીકરી અને એક દીકરો છે.તેની પત્ની જશોદા ખૂબ જ સરસ અને મળતાવડા સ્વભાવની છે .પણ જગદીશને પીવાની બરાબ ટેવ પડી ગઇ છે.સ્વભાવે તો જગદીશ પણ સારો છે પણ તેની આ લત ના કારણે તેની આર્થિક સ્થિતિ બગડતી જાય છે.તે તેના પરિવાર પ્રત્યે બેદરકાર બનતો જાય છે.એના કારણે જશોદા પણ ચિંતિત રહ્યા કરે છે.નાનુ મોટ કામ કરીને તેના બાળકોનુ ભરણપોષણ કરે છે.એક દિવસ અચાનક જ જશોદા ચકકર ખાઇને બેભાન થઇ જાય છે.દવાખાને જઇને રિપોર્ટ કરાવે છે તો ખબર પડે છે કે તેને બ્રેઇન ટ્યુમર છે.તેની તો પગ તળેથી જમીન ખસી જાય એવી હાલત થઇ ગઇ છે.એકબાજુ તેનો દારુડિયો પતિ ,ઘરની બગડતી આર્થિક સ્થિતિ અને ઉપરથી તેની બીમારી.હવે તો તેની દવાઓનો ખર્ચ પણ વધતો જતો હતો.તેની એક દીકરી તો સાસરે હતી અને બીજી હજુ તો દશમા ધોરણમા ભણે છે.દીકરો તેના કરતાં બે વર્ષ નાનો.હવે તો જશોદાની તબિયત એકદમ બગડી હતી તે પથારીવશ થઇ ગઇ હતી.તેનો પતિ તેના પ્રત્યે બેદરકાર હતો.એક દિવસ જશોદાનુ મૄત્યુ થાય છે.હવ નાની દીકરી હેતલના માથે ઘર સંભાળવાની જવાબદારી આવી પડે છે.તેણે ભણવાનુ છોડીને નોકરી ચાલુ કરી.તેના બેદરકાર બાપ ને સંભાળવાનો અને નાનો ભાઇ.જગદીશની પીવાની લતના કારણે તેની પણ કીડની ફેઇલ થઇ જાય છે. પૈસાના અભાવે તે પણ આ દુનિયાથી અલવિદા થઇ જાય છે.નાનકડી હેતલ અને એનો ભાઇ હવે એકદમ નિરાધાર થઇ જાય છે.કુદરત પણ જાણે માણસને બેદરકારી સાથેનુ જીવન જીવવા માટે લાચાર કરી દે છે.

વધુ વાંચો

દરેક ક્ષણે દરકાર કરી હતી અમે તમારી
જ્યારથી છોડીને ગયા છો અમને
દરેક કામમાં બેદરકારી વર્તાઇ રહી છે
એવા ખોવાયા છીએ યાદો માં તમારી
ખુદની પણ રહી નથી દરકારી
#બેદરકાર

વધુ વાંચો

अपनी मौत का सामान बाँध लिए चले है।
अय दोस्त मेरे रास्ते में अवरोध मत बन
हम तो यूहीं स्वर्ग का रास्ता ढूंढने चले है।
दूसरों के कंधे पर सर रखे बहोत रो लिए
अब खुद का जनाजा सजाने चलें है।
अपने साथी की राह में कदम मिलाकर चले है।
पीछे न रह जाए हम कहीं इसलिए
अलविदा जिंदगी को कहेकर चलें है।
#અવરોધ

વધુ વાંચો

એક સ્ત્રી જ એવી વ્યક્તિ છે જે દરેક સંબંધોમાં સંતુલન જાળવી શકે છે
#સંતુલન

જ્યારથી આપને મળ્યા છીએ કંઇનુ કંઇ લખાઇ જાય છે
આ તો કેવો પ્રેમ જે શબ્દોમાં ગોઠવાઇ જાય છે
પીધા વગર જ એવો નશો ચઢી જાય છે કે
મન પરનુ સંતુલન બગડી જાય છે
#સંતુલન

વધુ વાંચો

આડાઅવળા થયેલા સામાનને
ગોઠવી રહ્યા છીએ
આમ તો સામાનને નહિ તમારી
યાદો ને ગોઠવી રહ્યા છીએ
યાદો સાથે અમારી લાગણીને
અશ્રુઓથી ભીંજવી રહ્યા છીએ
તમારી યાદોમાં જીવંત રહેવાનો
સિલસિલો સાચવી રહ્યા છીએ
#સામાન

વધુ વાંચો