માતૃભારતી પર રાકેશ ઠક્કરની ૪૮ પ્રકરણ સુધી ચાલેલી નવલકથા રેડલાઇટ બંગલોના ૨.૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂક્યા છે એ પછી નવી નવલકથા "લાઇમ લાઇટ" ને પણ પસંદ કરવામાં આવી છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી ખાતરી છે.

ધરીને ધૈર્ય ઘરમાં બેસીએ ને તો,
વધુ થોડાંક વરસોનું મળે ઇનામ.
- કિરણસિંહ ચૌહાણ

કાટ એવા લોખંડને જ લાગે છે જે નિષ્ક્રિય રહે છે.
#નિષ્ક્રિય

નિષ્ક્રિયતા અનેક બિમારીઓને બોલાવે છે.
#નિષ્ક્રિય

ભૂલાયેલો પાસવર્ડ તો મેળવી શકાય છે, પણ તૂટેલા સંબંધ પાછા યથાવત કરવાનું એટલું સરળ નથી.
#પાસવર્ડ

પાસવર્ડ આવ્યા પછી સંબંધોમાં શંકા વધી રહી હોય એમ લાગી રહ્યું નથી?
#પાસવર્ડ

ભવિષ્યમાં ભૂતકાળ વિશે વિચારીને આનંદ આવે - સુખની લાગણી અનુભવાય એ માટે વર્તમાનમાં સારા કામ કરવા જોઈએ.
#ભૂતકાળ

વધુ વાંચો

આપણે વર્તમાન જેટલો સારો રાખીશું એટલો જ ભૂતકાળ સારો બનશે.
#ભૂતકાળ

ભૂતકાળના અનુભવોમાંથી કોઈ શીખ ના લીધી હોય તો એ મોટી ભૂલ બની રહે છે.
#ભૂતકાળ

વ્યક્તિના બાહ્ય દેખાવથી નહીં, વિચારોથી જે ચિત્ર સામેના જણના દિલમાં અંકિત થાય છે એ કાયમી હોય છે.
#ચિત્ર

વ્યક્તિત્વનું જે ચિત્ર બીજાના મનમાં બને છે એ સાચું હોય છે.
#ચિત્ર