Hey, I am on Matrubharti!

હે! ભગવાન, આ વરસાદમાં
થોડું સેનીટાઇઝર ભેળવી દે.
કોરોના ને હવે તો એના
મોત સાથે તું મેળવી દે.
છે તારી પાસે
બધી જ શક્તિ,
અખિલ બ્રહ્માંડને
તું રોગમુકત કરી દે.
થાક્યા છે માનવી
હાથ ધોઈ ધોઈને,
હવે તો કોઈ ઉપાય
તું મોકલી દે.
માણસથી માણસ
ખૂબ ડરવા લાગ્યો છે
દયા કરી તું
હવે જીદ છોડી દે.
હવે કોઈ નહી રંજાડે
ક્યારેય કુદરતને
આટલી વાર અમને
માફ તું કરી દે.....જય‌ માતાજી ✍

વધુ વાંચો

💕"શું સગપણ છે તારી સાથે ખબર નથી
કેમ વાતો નું આટલુ વળગણ છે ખબર નથી.

."💕નીંદર માં તારું એક સપનું શું જોવાઈ ગયું...
હઠીલું એ તો આંખમાં જ રોકાઈ ગયું....

💞કાગળને હું કોરો મૂકી ક્યારેક એવુંય ઝંખી લઉં,
હાથ તારો લંબાવે તો સ્પર્શનું કાવ્ય લખી લઉં.

💞તારી એક નજર જો પામી લઉં,
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ

વધુ વાંચો

કહે મન શાને
તું ઉદાસ છે?
થોડી ક્ષણોનો તો ગમ
પછી ખુશીનો અજવાસ જ છે....

🌹રાહુલ જેઠવા🌹

પોતાને પ્રાપ્ત થયેલા રોટલામાંથી
માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને
આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે,
ત્યારે સમગ્ર માનવતા સુગંધમય બને છે.

વધુ વાંચો

"કપડા થી ઓળખે છે દુનીયા,
ને પૈસા થી તોલાતુ માણસપણુ !

લાગણી રડતી રહી બજારમાં સાહેબ,
ને જુઠુ હાસ્ય હજારો માં વેચાણુ...!!

વધુ વાંચો

પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ..કે કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી..!

*** રાહુલ જેઠવા***

અડધી ચા, આખી વાતો,
શમી સાંજ, થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું,
મળ્યું શું, ગુમાવ્યું શું,
સવાલ ઘણા, જવાબ એક:

*મિત્ર!*.

વધુ વાંચો

jarur jo jo

epost thumb

આગમવાણી : દેવાયત પંડિત

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!
-દેવાયત પંડિત

100% સત્ય થવા જઇ રહયું છે.... રાહુલ જેઠવા

વધુ વાંચો

જ્યારે વડાપ્રધાને કાનજી બાપા ની વાર્તા સાંભળી👇👇

વિશ્વ પ્રસિદ્ધ લોકવાર્તા કાર
શ્રી કાનજી ભુટા બારોટ
જન્મ: 1919 - ટીમલા (બગસરા)
મૃત્યુ: 28/09/1990 ચલાલા (ધારી)
"ભારત નાં વડાપ્રધાન સાથેનો સોરઠ ના વાર્તાકાર નો પ્રસંગ"

આજે એક એવા કાઠિયાવાડી કલાકાર ની વાત કરવી છે જે કદાચ આજ ની પેઢી ને ના ખબર હોય,
આપણે વાત કરીયે છીયે એ મહાન વાર્તાકાર શ્રી કાનજી ભુટા બારોટ.
કદાચ આજ ની પેઢીએ નામ બોવ ઓછું સાંભળ્યુ હશે પણ આ કાનજી ભુટા બારોટ એટલે જેને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપેલો એ કાઠિયાવાડી કલાકાર લોક સાહિત્ય નો એવો વડલો કે જે બોલે તો પણ એમ જ લાગે કે એ સૂર મા ગાઈ છે, કાનજીબાપા જયારે જિથરો ભાભો નામ ની વાર્તા કરતા ત્યારે એવુ લાગતું કે સામે સાક્ષાત ચિત્ર દેખાય આવે અને કસ્તુરી મૃગ ની વાત કરે ત્યારે સામે પ્રત્યક્ષ મૃગલો દેખાય એવી કાનજીબાપાની અદ્ભુત શૈલી.
કાનજી ભુટા બારોટ એ દૂહો સિતાર ઉપર રાગે ચડાવી ને ગાતા અને ત્યારે બનેલી સત્યઘટના કે જે સમયે ઈન્દિરાગાંધી ભારત ના વડાપ્રધાન હતા ત્યારે ઈન્દિરા ગાંધી એ દેશ વિદેશ માથી બધા કલાકારો ને પોતાની વાર્તાઓ, ભજન અને લોક સાહિત્ય સાંભળવા માટે બોલાવેલા ગુજરાત માથી કાનજી ભુટા બારોટ ને રતૂભાઈ અદાણી લઈ ગયાં એટલે પ્રોગ્રામ શરૂ થવાની થોડી વાર હતી ત્યા ઈન્દિરા ગાંધી ને આવતા જોઈ કાનજીભાઇ બોલ્યા રતૂભાઈ ઝાખણ ચાલ્તી આવે છે હો. (ઝાખણ આપણો તલળપદો શબ્દ છે. સિંહણ નું બીજું નામ ઝાખણ કેવાઈ) એટલુ કાનજીભાઇ બોલ્યા એટલે એ શબ્દો સીધા ઈન્દિરાજી ના કાને સંભ્ળાયા એટલે ઈન્દિરાજી એ કાનજીભાઇ પાસે આવી ને કીધું ક્યા આપ ને કુછ કૉમેંટ પાસ કી? હવે કાનજીભાઇ મુંઝાણા કારણ કે કાનજીભાઇ ને હિન્દી આવડતું નોતૂ એટલે એને રતૂભાઈ ને કીધું તમે ક્યો એટલે રતૂભાઈ બોલ્યા ના મેડમ ઈસને આપકી કોઈ કોમેન્ટ્ પાસ નહી કી, આપકો લાયનીસ કી ઉપમા દી હે.
ઈન્દિરાજી એ કીધું ઑહ અચ્છા અચ્છા આપકા નામ? એટલે રતૂભાઈ એ કીધું એ હમારે બહોત અચ્છે વાર્તાકાર હે , ઓર હમ સબ ઉન્હે કાનજી બાપા કે નામ સે બુલાતે હૈ.. ઓહ ઈન્દિરાજી એ કીધું આપ વાર્તાકાર હે તો આપકો જસ્માઑડન કી બાત પતા હે? આટલુ પૂછ્યું ને એટલે કાનજીભાઇ એ કીધું (એક કાઠીયાવાડી નો જવાબ કેવો હોય) મેડમ પતા તો હે પર રતૂભાઈ આને કયો આપને દસ મિનિટ દી હે દસ મિનિટ મા વાર્તા પુરી ના થાઈ આના માટે દોઢ કલાક જોયે અને મિત્રો આપણા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ની મિનિટ બુક જે ઘટના ની સાક્ષી પૂરે છે કે તેને દોઢ કલાક ની તમામ એપોઇમેન્ટ કેન્સલ કરીને કાનજીભાઇ ના મોઢે જસ્મા ઓડણ ની વાત સાંભળી અને બીજે દિવસે પ્રોગ્રામ મા રાષ્ટ્રપતિ આવવાના હતા પણ કાનજીભાઇ એ કીધું રતૂભાઈ મારે નીકળવુ પડશે મારે કાલે બરડા મા મેર ને ત્યા છોકરાવ ના નામ પાડવા જાવાનું છે પણ રતૂભાઈ એ કીધું કાનજીભાઇ તમારા પ્રોગ્રામ માં રાષ્ટ્રપતિ આવવાના છે ત્યારે કાનજીભાઇ નો જવાબ સાંભળી એક-એક ગુજરાતીઓ ની છાતી આજેય ફૂલી જાઈ છે અને કાનજીભાઇ એ કીધું રતૂભાઈ અદાણી ઈ બરડા નો મેર મારો રાષ્ટ્રપતિ જ છે. એમ કઇ અને ત્યાથી નીકળી ગયા. વાર્તા ના આવા ગુજરાતી કાઠિયાવાડી કલાકાર ને મારા લાખો સલામ..

જય હિન્દ
જય ગરવી ગુજરાત 🙏 જય માતાજી🙏

વધુ વાંચો