Hey, I am on Matrubharti!

અાજે મે મારા જાત સાથે
#પૂછપરછ
કરી અંદર થી અવાજ આવ્યો
" મને તું ખૂબ જ ગમે છે "
" you are my best friend "...... ¯\_(ツ)_/¯

લલચાય હું તારા પ્રીત ની
આંખ મચોલી થી
પછી ખબર પડી કે એતો
આંધડો પટ્ટો હતો...
#લલચાવવું

જેમ ક્ષિતિજ લલચાય છે
પૃથ્વી અને આકાશ ને
એક્ કરવા...

જેમ ચકોર હમેશા તલસે છે
તેના ચાંદ નો સ્પર્શ
કરવા....

જેમ કસ્તુરીમૃગ લલચાય ને શોધે
છે તેની જ સોડમ ને
અહીં તહી...

જેમ મીન તરશે છે સ્વાતિ
નક્ષત્ર નાં વર્ષા ની
બુંદ માટે

જેમ મુરલી હમેશાં સજ્જ
રહે છે કૃષ્ણ નાં
હોંઠ નાં સ્પર્શ માટે...

જેમ આ મસ્તક હમેશા
નમવા તત્પર રહે છે
કોઈ બુધ્ધપુરુષનાં
ચરણારવિંદ ને...

તેમ હે!!ગોવિંદ તારી આ પાગલ
સખી નાં લોચન લલચાય
છે બસ તારી એક
દિવ્ય જલક માટે..

#લલચાવવું

વધુ વાંચો

તારી લાગણીઓ એે મને
મજબુર કરી છે
બાકી એટલી ત્વરિત હું
કોઈ ને જવાબ પણ
નથી આપતી
#ત્વરિત

સલામ શબ્દ જાણે સૈનિક નો પર્યાય
હોય તેમ સૈનિક માટે
હમેશા સહજ રીતે "તાજી સલામ" થઈ જાય છે...

#સલામ

મુશ્કેલ છે સાહેબ દરેક કિરદાર ને
આ રંગમંચ પર ન્યાય આપવો#મુશ્કેલ

ખુશ છું હું આજે માતૃભૂમિ પર્ નાં મારા
૧૦૦ બાઈટસ પુરા કાર્યા નાં
ખૂબ આભારી છું માતૃભૂમિ ને મારા
વિચારો ને સૌ ની સમક્ષ રજૂ કરવાની તક આપી છે
હ્રદય ની દરેક લાગણીઓ ને કલમ માં તો ઉતારી
જ હતી પણ તેને share કરવાનો પ્રયત્ન કર્યો
આપના દ્વારા ને લોકો ને "મારી કલમ" "પસંદ "આવી "like" મળી. અને મને એે વાત ની
ખુશી મળી. આભાર આપ સૌ નો કે જે મને વાંચે છે
🙏🙏🙏🙏☺☺☺


#ખુશ

વધુ વાંચો

દુનિયા ની બધી જ ખુશી મળી છે
તમારા પ્રેમથી મને મારી હસી મળી છે

સાચું કહું છુ નસીબદાર છું હું
તમારામાં મને "હું " મળી ગઈ છું

જીવન જીવવાના કારણ તો ઘણા હતા
પણ તમારા પ્રેમ થી જીવંત રેવાનું કારણ મળી ગયું

ધ્યાન રાખો છો મારી દરેક ખુશીઓનું પણ
ખુશી મારી માત્ર તમારા માં જ સમાયેલી

ખૂબ ખુશ છું હું તમારી સાથે અને રહીશ સદા
બસ ઈશ્વર કરે તમારી ખુશી પણ હું જ હોઉં..
#ખુશ

વધુ વાંચો

ઘણી વાર સાંભળ્યું છે "અર્ધસત્ય"????
શું? સત્ય ક્યારેય અડધુ હોઈ શકે ? અને
જે અર્ધ હોય એેને સત્ય કહેવાય??
જે અર્ધ છે તે અસત્ય છે.
કેમકે સત્ય ક્યારેય અર્ધ હોય જ નહિ
" સત્ય " હમેશા સ્વયમ્ માં " પુર્ણ " છે
અને એટલે જ ઈશ્વર ને સત્ય સ્વરુપ
અને પુર્ણ સ્વરુપ કહ્યે છે.
" સત્ય" "પ્રેમ" અને "કરુણા"
આ સહજ અનુભૂતિ છે. અને
જે સહજ છે તે ક્યારેય અર્ધ નાં હોય.#અર્ધ

વધુ વાંચો

વ્યક્તિ એે પોતાનું સ્વાસ્થ તંદુરસ્ત રાખવા માટે
પોતાની બુધ્ધિ થી તો સાજા થાઓ
ચારે બાજુ ફેલાયેલ આ મહામારી કોરોના
ને સંક્રમિત થતા અટકાવવા સરકાર અને આરોગ્ય
વિભાગ કેટલાક નિયમો આપ્યા છે. તો આ નિયમો નું ચુસ્ત રીતે પાલન કરવું એે દરેક નાગરિક ની ફરજ
બને છે. બીજા માટે નહિ પણ આપણી પોતાની માટે નિયમો ની જાગ્રતતા રાખી શકે છે. માસ્ક 😷
પહેરવું, social- distance, ભીડ નાં કરવી
Seniticer નો ઉપયોગ કરવો વગેરે નિયમો નું
પાલન કરીશું તો જલ્દી ભારત દેશ આ મહામારી ને માત્ આપશે. એે માટે આપણે પોતાને બુધ્ધિ થી કામ લેવું જોઈએ અને જાગ્રત બનવું જોયે.

લોકો ખૂબ ગાફલાય માં રહે છે અને પોતાને અને અન્ય ને હાનિ પહોંચાડે છે.
જે લોકો સજા થાઇ ને ઘરે આવે છે એમને પૂછો
મોત થી ઝઝૂમી ને આવ્યા છે. કેવી વિકટ પરિસ્થિતિ થાય હશે એમની ને પરિવારો ની
એમની મનઃ સ્થિત ની તો આપણને અનુમાન પણ નાં થાય.
માટે સૌ ને નમ્ર વિનંતી છે. નિયમો નું પાલન કરો,
કામ હોઈ તોજ ઘર થી બહાર નીકળો, બાળકો અને વૃદ્વ નું ખાસ ધ્યાન રાખો, ભીડ ના કરો, પોતાને અને પરિવાર ને તંદુરસ્ત રાખ્યે સાજા રાખ્યે.🙏🙏🙏🙏🙏🙏,
#સાજા -થાઓ

વધુ વાંચો