insta id piyush_rajgor

માર્ગ સૌ પૂરા કરી આવ્યો છું
નીડરતા થી તારા ઘર સુધી.
પણ પ્રિયે, તારી ગલી માં
સાવધાની લઈને આવ્યો છું.

#સાવધાની

વધુ વાંચો

ઝંખના પ્રબળ હશે તો આભ નીચું આવશે.
ને ઉતાવળ હોય તો તું પાંખ ને તૈયાર કર.
#બેદરકાર

આવ... તું પણ જોઈ લે, તારા વગરની જિંદગી...

હું વસંતમાં જીવ્યો છું, પાનખરની જિંદગી...
#બેદરકાર

દાંત તો હજીય સક્ષમ છે લોઢું એ ચાવી જાય
પણ વાત ઉપવાસ ની હતી.
દરિયામાં નાવ હંકારી પિયુ,
પણ રાત અમાસ ની હતી

Insta @Piyush_Rajgor
#સક્ષમ

વધુ વાંચો

એ ચંદ્ર તને જોવા
આખા દિવસ નો અવરોધ

ને સંપૂર્ણ જોવા આખા માસ નો વિરહ
ને પળ આવે એ સોનેરી ત્યારે
વાદળાં નો નો વિરોધ
પિયુષ રાજગોર
#અવરોધ

વધુ વાંચો

પૂરે પૂરું નહિ પણ થોડું તો કરીએ
બધું નહિ પણ લાગણી તો સંતુલિત કરીએ
#સંતુલન

ખોટો વ્યક્તિ મોજજ કરે
ને સાચા નો મરો થાય

નાણા વગર નો નાથિયો
ને નાણે નાથાલાલ

વર્ષો ભણેલ નોકરી માટે ફાફા મારે
ને 4 થી ફેલ નેતા થઈ જાય
#આડુઅવળું

વધુ વાંચો

બંધ આંખો નું સાહસ છે.
લૂંટવા નું નઈ લૂંટાઈ જવાની ખ્વાહિશ છે.

ઉકળતા લોહી નું સાહસ છે.
મેળવવા નું નઈ જીતી લેવા ની ખ્વાહિશ છે.

અશક્ય સ્વપ્ન નો સંઘર્ષ છે.
સાંજે સૂવાની નઈ ઉજાગરા માણવાની ચાહત છે

એક પળ માં જીવવા ની આસ છે.
એક રાત નહિ આખી જિંદગી સૂવાની રાહ છે

પિયુષ રાજગોર
#જુવાન

વધુ વાંચો

*ના કર અભિમાન યુવાની માં તારી ખુમારી નું,*
*ઉંમર વધતા પર્ણ પણ પીળા થઈને ખરી જાય છે.*
#જુવાન

મકાન ક્યાં મારે રહેવાને,
બહુ વિશાળ જોઈએ
તારી આંખોનો દરિયો અને,
બસ પાંપણની પાળ જોઈએ...!!

#વિશાળ