હું પિંકલ મેકવાન. હાઉસ વાઈફ છું. મેં સાયકોલોજી સાથે એમ.એ. કરેલું છે. મેં 15 વર્ષ સુધી જુદી જુદી પોસ્ટ પર સામાજીક કાર્યકર તરીકે કામ કર્યું છે. હું એક ટ્રેનર પણ છું.

"સબંધો બગડે તો એને સુધરવાનો પ્રયત્ન કરજો અને જો સુધારી ના શકો તો જ્યાં છે ત્યાં જ છોડી દેજો, પણ બોલીને કે અયોગ્ય વ્યવહાર કરી ને એક સમયે મીઠાશ થી ભરેલા સબંધોમાં  ઝેર ના ભરતા નહીંતો પછી મીઠાશ ક્યારેય પાછી નહીં આવી શકે."

વધુ વાંચો

આ દુનિયાની બેસ્ટ સેલ્ફી છે મારા માટે. ખબર નહી કોણે પાડી છે. પણ આ ભૂલકાઓ પાસે દુનિયાની બે શ્રેષ્ઠ વસ્તુઓ છે એક છે સ્ટાઇલ અને બીજી છે સ્માઈલ.🤗🤗🤗🤗🤗

સંદર્ભ: ફેસબુક

વધુ વાંચો

"કાલ ની રાહ ના જુઓ કાલ ક્યારેય આવતી નથી, હંમેશા આજ જ હોય છે ને એટલે આજ માટે જીવો કાલ કદાચ ના પણ આવે."

"જ્યાં સુધી આપણે કઈ શીખીએ નહીં ત્યાં સુધી પરિસ્થિતિઓ ફરી ફરી ને જીવનમાં પાછી આવતી હોય છે, એકલતા જીવનમાં ખુબ અકળાવનારી હોય છે,પણ ઘણીવાર આજ એકલતા ખુબ સારી હોય છે."

વધુ વાંચો

કહ્યું એણે કે
પ્રેમ પૂરો ના થયો
અધુરો રહ્યો

કદાચ મળે
મોકો સમજવાનો
ક્યાં અધુરો

પ્રયત્ન કરું
પુરા હૃદયે પ્રેમ
પુરો આપવા

વધુ વાંચો

સગવડીયા
સબંધો માં હવેતો
ધર્મ લાજયો

સંસ્કારો ને
નેવે મૂકી દીકરો
બહાર નાઠો

દરિયો વ્હાલ
નો દીકરી ને કીધો
શીખ ના દીધી

લાજ શરમ
નેવે મૂકી ફેશને
લજવી વહુ

દાદા ને દાદી
રાહ જોતા રજાઓ
માં મળવાની

પૌત્ર પૌત્રી એ
માજા મૂકી ફોનની
બેટરી ઉડી

વધુ વાંચો