simple girl with lots of dreams.. which are very different from others....

ઈ-મેલમાં
કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.

ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.

હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.

જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.

રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.

હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.

જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.

શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?!

વધુ વાંચો

દીકરી
ઘર આખાની રોનક છે દીકરી,
જીવનમાં ખીલેલ કમળ છે દીકરી.

ક્યારેક તડકા જેમ મઘમઘ સોહાતી
ક્યારેક શીતળ ચાંદની છે દીકરી

શિક્ષા, ગુણ સંસ્કાર રોપી દો,
પછી દીકરા સમ સક્ષમ છે દીકરી

સહારો આપો જો વિશ્વાસનો,
તો પવિત્ર ગંગાજળ છે દીકરી.

પ્રકૃતિના સદ્દગુણ જો સીંચો,
તો પ્રકૃતિ સમ નિશ્ચલ છે દીકરી.

તો કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે,
આપણી આવતીકાલ છે દીકરી…

વધુ વાંચો

નશો છે નાશનું મૂળ
નશો છે નાશનું મૂળ
જો મનવી થાય એમાં ચકચૂર
તો જિંદગી બને છે ધૂળ

નશો છે કંટકનું શૂળ
એમા છે મનવીનુ દસ્તૂર

બીડી, સીગારેટ ને દારૂનું ભૂત
તે માનવ-મનને કરે છે સ્થૂળ

વળગે જો મનવી એને મગદૂર
તો ખોવાય જાય આ દેશનું નૂર

આજે સૌને ચડ્યું છે તેનુ ઝનુન
પણ નશો કરે છે મનેખને મજબૂર

શોણિતને સમાવનારું છે આ મૂળ
ભાણની ભુમિકામાં ઓછો છે તેનો શૂર

કંઇ કેટલાયે ઉજ્જડ થયાં છે કૂળ
એકમાત્ર નશાનું સેવન છે મૂળ

હે મનવી! નશામાં તુ ના ડૂબ
એ તો છે તારી મોટી ભૂલ

નશો છે નાશનું મૂળ.

વધુ વાંચો

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…
એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;

ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.

જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે?
હું અંધ છું આ દર્પણો શું કામના પણ છે!
ગૂંગળાવું ક્યાં લગી આ ખામોશીથી કંઇ તો બોલ…!
કે ‘હા’ નહીં તો આખરે જાણી લે ‘ના’ પણ છે.

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;

પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;

એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

વધુ વાંચો

ચાહું છું
તારા વિયોગ માં ગમ નું ગીત બનવા ચાહું છું
તારા આગમન ની સોહામણી સવાર બનવા ચાહુ છું

તારી ખુશી માં તારા ચહેરા નું સ્મિત બનવા ચાહું છું
તારા ગમ માં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું

તારી હળવાશ માં તારા પ્રેમ ની મિરાત બનવા ચાહું છું
તારા સંઘર્ષ માં તારું મક્કમ મનોબળ બનવા ચાહું છું

ફક્ત એટલુજ કહેવા માંગું છું કે
બની શકું તો તારી નબળાઈ નહીં, તારી તાકાત બનવા ચાહું છું

વધુ વાંચો

છેલ્લે તો આપણે બે જ હોઈશું…
છેલ્લે તો આપણે બે જ હોઈશું…
ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,

એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

વધુ વાંચો

જવાની આવે તો મસ્તી લાગે છે,
પરણ્યા પછી તે સસ્તી લાગે છે,
એક બે તેણ્યા આવે પછી વસ્તી લાગે છે,
પછી લવ લેટર પર પસ્તી લાગે છે.

વધુ વાંચો

સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.

લોટો લઇને દૈદે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.

દેશમાં ABC ની હવા ગૂજરાતી
પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.

મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
છેલ્લે અપનું વાળું ગૂજરાતી.

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી.

આવો એક ગુજરાતી છું હું………..

વધુ વાંચો

*પાંચ પગથિયા પ્રેમ ના...*
*જોવું... ગમવું... ચાહવું... પામવું...!*
*આ ચાર બહુ સહેલા પગથિયાં છે...*
*સૌથી અઘરું પગથિયું છે પાંચમું...*
*""નિભાવવું"".

? *Good Morning* ?

વધુ વાંચો

ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો,
કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..