આમ પોતાની જાતે પોતાની જાત ને રજૂ કરવી કંઇક વધારે કઠિન નથી લોકો ને જ રજૂ કરવા દો મારા શબ્દો જ મારા વ્યકિત ને રજૂ કરી દેશે...

સાંજ ના વાતાવરણની
એ જ તો તકલીફ છે.
બહુ વલોવે છે:
સ્મરણ એ જ તો તકલીફ છે...

ઝંખના જીવલેણ છે એ
જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની
એ જ તો તકલીફ છે...

વધુ વાંચો

#Gandhigiri
ગાંધીજી, આમ નામ બોલતાં જ સત્યતા પ્રસરી જાય એક આદરભાવ,સન્માન પ્રગટ થઇ જાય.બુદ્ધ ઈશુ ની પરંપરાના એ યુગપુરુષ, હાજરો વર્ષે મળે અને ન પણ મળે તેવું અમરપુરૂષ.અહિંસા,સત્ય અને પ્રેમ આ ત્રણેય આ યુગપુરુષ ના અર્થે જ છે. છેક નાનપણથી સત્ય અને અહિંસા ના પાયા પર જીવનનું ઘડતર કરી ૭૮ વર્ષ ના જીવનકાળમાં તેમની અેક એક પળ તેમને આ દેશની જળ ને બદલવામાં ખર્ચી નાખી એમની અપાર કરુણા,અખૂટ પ્રેમ, સતત ક્રિયાશીલ, છલકતો જોશ આ બુદ્ધિએ દેશની દરિદ્ર, લાચાર , મજબૂર, મૂઢ અને પરવશ પ્રજાની ચેતનાને ખંખોરીને જગાડી તેમનામાં રહેલી તાકાતનું ભાન કરાવ્યું, એકતાનો અર્થ સમજાવ્યો,પ્રજાને વારસાનું સંસ્કૃતિનું અતમજજ્ઞાં કરાવ્યું.બ્રિટિશ સરકાર ને અહિંસાના દમે જ આ દેશને સ્વતંત્રતા ,સ્વરાજના કાંઠે લાવ્યા. " કહે છે ને હિમાલયનો પરિચય ન હોય એના તો દર્શન જ હોય".

વધુ વાંચો

કોણ કહે છે કે હૃદય
માત્ર છાતી માં જ
હોય છે, તને લખું

તો મારી .
આંગળી ઓ પણ
ધબકી ઉઠે છે !!

નજર ની પણ જુઓ
નજરને નજર લાગી
જાય છે,કાજળ આંજે
છે કોઈ અને અસર
કોઈને લાગી જાય
છે પણ નિરાતે
કેવા અજબના ઘડે છે
ચહેરાઓ,લાખો પર
હોવા છતાં, નજર એક
પર પડી જાય છે,
એ જે તમારા પર પડી..

વધુ વાંચો