" ચિત્ર એ મૂંગી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. " - જી. ઈ. લેસીંગ્ટન

સુખ ડગર દરિયાના નવિકનો કિનારો તમે છો,
દુઃખ મારુ પોતે લઈ સૂકુંનના એ આરામ તમે છો.

ચાલીશ ! હું બધી એ રાહ પર કારણ, સાથ જો તમે છો,
મિત્ર મારા 'જીગરજાન' ને શ્વાસ-ધબકાર તમે જ છો.

મારા સાજના શબ્દો તણી કવિતાના શણગાર તમે છો,
જીવનના આદિ- મહેફિલ ને અંત-કફન તમેં છો.

- પરમાર રોહિણી "રાહી"

વધુ વાંચો

તાન્કા કાવ્ય...

તારી પનાહે
વીતે આખું જીવન
બસ એ આશ.

તારા વિના જીવન
શક્ય બનશે ખરું...?

- પરમાર રોહિણી "રાહી"

વધુ વાંચો

પિરામિડ કાવ્ય...

તું
તારા
હોંઠથી
સ્પર્શી તો જો
મારા શબ્દોને,
પછી જો લખાય
ગઝલ તારા નામે.

- પરમાર રોહિણી " રાહી "

વધુ વાંચો

તાન્કા કાવ્ય...

વિચારે બેઠી
કે લખું કવિતા,
ને એમાં વહે
જો સૂરતાલ તારા,
તો વહે પ્રેમધારા.

- પરમાર રોહિણી " રાહી "

વધુ વાંચો

પિરામિડ કાવ્ય..

તું
પૂરા
વિશ્વાસે
બની આવ
જીવન સંગી,
આપીશ સંગાથ
તારો જીવન ભર.

- પરમાર રોહિણી " રાહી "

તરી કાવ્ય...
બંધારણ :- 7 5 7

સરોવર ભર્યું છે
લાગણીનું, તું
બની જા તરવૈયો.

- પરમાર રોહિણી " રાહી "

તાન્કા કાવ્ય....

ચાહત હતી
કેટલી હદ સુધી,
ન સમજાયું.

આપી હદયને ઘા,
બન્ને થયા ઘાયલ.

- પરમાર રોહિણી " રાહી "

તવ વચનની સૂરસરિતા હું વહાવું,
તવ પ્રેમ પર અમીમય નજરું હું છલકાવું.

મારા ભાવ ના આસું આજ હું વહાવું,
ભાવસાગરની અમીધારા હું છલકાવું.

- પરમાર રોહિણી " રાહી "

વધુ વાંચો

સરનામું....

તમને મળવા સરનામાં ની શું જરૂર...?

આંખો બંધ કરુંને ચહેરો તમારો દેખાય.

- પરમાર રોહિણી "રાહી"

તાન્કા કાવ્ય....

આવે મેહુલો,
નાચે મનમોરલો
વનવગડે.

છવાય હરીયાળી,
ને પૃથ્વી સ્વર્ગ લાગે.

- પરમાર રોહિણી " રાહી "

વધુ વાંચો