9913393555

અટકળો થી શિલ્પના ઘર ના બને
શ્વાસ લેવાથી જ જીવતર ના બને.

રક્તમાં ધરબી ગયું છે કો' તરસ,
અશ્રુ દિલના એમ સરવર ના બને.

તું પચાવી દર્દ જીવી ગયો ભલે,
ઝેર પીને કૈં તું શંકર ના બને.

એ જનોઈવઢ સબાકા રોજ જીલે,
સ્પર્શ અમથો મારો ખંજર ના બને.

છે, કબીરી તાતણાનો રંગ છે એ,
શ્વાસ અમસ્તા કંઈ ચાદર ના બને.

મૌન ભગવી ક્ષણનું સ્પર્શી ગયું મને,
આંખ નહિતર આમ અક્ષર ના બને.

વધુ વાંચો

તને યાદ કરીને...
જિંદગી ની ગઝલ...
પુરી થઇ જાય છે...

ધીમે ધીમે તેને...
થોડું યાદ કરીએ તો એ...
શાયરી થઇ જાય છે....❤💜

_Very Nice Quote_

```હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ?

```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ?

```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ``` ?

```નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ``` ?

```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ?

```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ?

```યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ?

```એક અહં મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ``` ?

```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ?

```આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ?

*એટલે જ*

```એકબીજાનું માન રાખો.```
```ભૂલોને ભૂલી જાવ.```
```ઈગો ને એવોઇડ કરો.```

```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.

નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે.```

વધુ વાંચો

દુનિયામાં શીખવા જેવી
કોઈ કળા હોઈ તો
તે એક જ છે..
યોગ્ય સમયે
*"ચોખ્ખી ના પાડવી"*

Gud Morning........🌹

નામ હજી તારું લખ્યું ને
આંસુ આવ્યા આગળ..
ઝાંખપ ના ઝળઝળીયા વચ્ચે
લખીયે ક્યાંથી કાગળ..!

💫💞 ગમતી વ્યક્તિ ને, તમે ગમો છો એ કઈ શકાતું નથી

વ્યથા તો જુવો, તમે ગમો છો કીધા વગર રહી પણ શકાતું નથી 💫💞

ઉરમાં ઊંડે જ્યારે આહ નીકળે...
લખી એને આબેહૂબ કાગળ પર..
વાંચીને લોકો વડે વાહ નીકળે...

ઠેંશ ખાઈને પણ,
ના સંભાળી શક્યાં,
તો મુસાફિરના નસીબ...

નહીતર પથ્થરે,
તો પોતાની ફરજ,
નિભાવી દીધી હતી....

પથ્થરો પોલા હશે
કોને ખબર ..?

લોકો પણ કેવા હશે
કોને ખબર ...?

મૃત્યુ સત્ય બની આવી જશે
લોકો તો રડશે ...

પણ આંસુ કોના સાચા હશે કોને ખબર.....

વધુ વાંચો