i G A D H G F i F A કક્કો અંગ્રેજી છે, સમજ તેની ગણિત છે, સંબંધોએ થશે સરવાળો અને લાગણીઓ થી હુ ગુજરાતી છુ બસ આ અંગેજી શબ્દોનો અથૅ ઉકેલો તો એક સારા મિત્ર ને નજીક થી મળો છો.

તું નિર્દય ના બન, તું દયાવાન બન
આપ તું પય નો પ્યાલો, વિષનો મનમાંથી પ્રહાર કર,

તું દાખવ દયા દેવ બની, મનની દુષ્ટતા દુર કર, ક્રુર બની નાહકનું જીવન બરબાદ કર

વધુ વાંચો

તું બાગી બની,
બાગ ના ઉજાળીશ,
શ્રેષ્ઠ માળી થા.

અંધકાર છે,
ઉગ્ર સુર્ય જેવો થા,
સૃષ્ટિ તો ખીલે

આંખ થી આંખ ના મળે! એ ડરે ઝડપથી આંખો પર પાંપણ ની પાળ બાંધવા લાગી,

આંખોએ ના આપ્યો સાથ! તો પગનાં બળે ઝડપથી ઊભી થવા લાગી,

તેનું કોમળ હૈયું ઝડપથી રક્ત નાં સંચારે સળવળાટ કરવા લાગ્યું‌,

મારા થી થઈ જશે પ્રણય એ ડરે! ઝડપથી દૂર જવા લાગી.

વધુ વાંચો

હે પાણી તારી વાત આ ધરતી પર સૌથી અલગ અને નિરાલી છે,

તું મહેનતું નાં તન પર પ્રસ્વેદ બિંદુ સાથે લક્ષ્મી લઈને ઉપસી આવે છે,

કોઈ લાગણીઓની કરે રમત ત્યારે આંખોમાં આંસું બની જલજલો લાવે છે,

આ ધરા સાથે પ્રકૃતિ તરસી થાય, ત્યારે ધર્મ કાજે તું મેઘબિંદુ બની તેને ઠારે છે.

વધુ વાંચો

આ ભેંટ મળે મફતમાં તોપણ કિંમત કરોડો ની એ વાત આપણે માની,

આ હવા,ઉજાસ, ઉંઘ ને પાણી, શાંતિ સૌને અહિંયા વ્હાલી,

સાગર, સરિતા, મેઘ તણાં ઝાકળ બિંદુ થી ધરતી ઠારી,

ઈશ્વર તારો કેટલો આભાર માનું! વળતરની કદી કરી નથી તે ઉઘરાણી.

વધુ વાંચો

વૃક્ષ કપાયું,
છાંયો છત્રી થી માંગે,
મેઘ ના વર્ષે.

#શાંતિપૂર્ણ

આ માનવ મન અઢળક વિચારો લઇને ચકડોળે ચડ્યું હોય છે,

જીવન જાય શાંતિપૂર્ણ એ કલ્પના હંમેશા કરી તે વિચારતું હોય છે

આ માનવ મનની ચાહત પુરી કરવા જ હંમેશા ઝઝુમતો હોય છે

જીવન શાંતિપૂર્ણ જીવવાની ચાહમાં જ મન અશાંત થઈ જતું હોય છે.

વધુ વાંચો

વિવેક ચૂકે,
મહાભારત સર્જ,
નિદોર્ષ સ્વાહા..!

આગળ વધું,
દિવાલ એ દ્વાર તું?
મૂંઝારો મને.