Hey, I am on Matrubharti!

જીવવું છે ખુમારી થી તો પછી વેઠવી વ્યથા શા માટે ?
નવો ચીલો પાડવો છે તો જુની પ્રથા શા માટે ?

દુનિયા બોલે ભલે ચાહે તે અલગારી ને અસર શા માટે ?
બંધનો ને તોડવા જ છે તો લાગણી ની વેદના શા માટે ?

ડગ ભર્યા છે આગળ વધવા તો વાપસના વિચાર શા માટે ?
યા હોમ કરીને કુદી પડવું જ છે તો સ્વીકારવી હાર શા માટે ?

પડકાર ને જ પડકારવો છે તો ભય રાખવો શા માટે ?
ભરોસો પુરો છે એ "ઈશ્વર" પર તો પછી શંકા ઓ શા માટે ?

Shweta

વધુ વાંચો

"चाय सा इश्क किया है तुमसे...

सुबह शाम ना मिलो तो सर दर्द सा रहता है..."

"કઈક રીત જગત ની એવી છે
દરેક સવાર ની સાંજ થઈ...

તું કોણ છે ? તારું નામ છે શું ?
સીતા પણ અહીં બદનામ થઈ..."

"જ્યારે કૃષ્ણના વિરહ મા
રાધા ની પ્રીત દુભાણી

ત્યારે સોનાની નગરી પણ
પાણી મા સમાણી..."

જમાનો કાલે પણ ખરાબ હતો અને આજે પણ છે દ્રોપતિના ચિર હરણ કરવા વાળાને લોકો ભુલી ગયા..
અને જેણે સીતાને હાથ પણ નથી લગાડયો તે હજું સુધી સળગે છે...

વધુ વાંચો

હવે કવિતા કરવાનું જરા છોડો
કે આવી નવલી નવરાત...
પ્રેમ થી જય માતાજી બોલો
કે આવી નવલી નવરાત...

હૈયાની કોર થઈ, રહી શકે તો રહે
મનનો મોર થઈ, રહી શકે તો રહે

હૈયાના સુનકાર થી, હું પણ કંટાળી છું
એકાંતે શોર થઈ, રહી શકે તો રહે

કાં પછી ભોર થઈ, રહી શકે તો રહે
કે ચિત્ત ચોર થઈ, રહી શકે તો રહે

અતીત ના ઓરડાની, ચાવી નહીં માંગુ
સદા ગુલમહોર થઈ, રહી શકે તો રહે

જો કેમેય કરી ન રહી શકે તું આ હ્રદયમાં,
છેવટે દગાખોર થઈ, રહી શકે તો રહે...

વધુ વાંચો

ચાલ રમીએ સાથમાં
હાથ લઈને હાથમાં

સહિયર સંગાથ માં
નોરતા ની રાતમાં...