ગુજરાતી કવિતા, લેખ, વાર્તા, માઇક્રો ફિક્શન , ટચૂકડી કવિતા, ક્વોટ્સ

ઘૂસણખોરીને કાયમ વખોડવી, એ એનામાં ગર્ભિત એવાં
જીવનથી તરબતર ' પ્રચ્છન્ન ' તત્વને તિરસ્કૃત કરવા બરાબર છે.

મારું વડોદરું પણ આજે
આવી એક ઘૂસણખોરીથી ' પુરસ્કૃત ' થવા પામ્યું.


આ ઘૂસણખોર એટલે...' મધુસૂદનનો મેહુલિયો '

- પંકિલ દેસાઈ

વધુ વાંચો

વિચારોનાં હિંડોળા...

હીંચકે બેઠો, ચડ્યો વિચારોનાં ચકડોળે,
હું તો વિચારો નો કસબી, મનડું મારું સંભારણાં ને વાગોળે.

ગલગોટા, ગુલાબ, મોગરા નો તાલબદ્ધ એ કલબલાટ,
પુષ્પવૃંદશી ગોષ્ઠિ કરવા, અનેરો એ પતંગિયા નો થનગનાટ.

તુલસીક્યારે માડી મારી, કરે દીવો પ્રજ્વલિત,
બે દેવીને સાથે જોઈ, હરખાય છોડવા નવપલ્લવિત.

આંબો લીમડો ને ગુલમહોર, સ્મિત વેરે લઈ આનંદના હિલોળા,
મિત્રવર્તુળ ને બોલાવે ડાળે, ટીખળ કરવાં કાબરાં ને પારેવડાં.

કુંડા માં પાણી રેડાયું, જાણે થયો મહાદેવનો જળાભિષેક,
ભીની- ભીની માટીનો પમરાટ, પમાડે કુંવારા વરસાદનો અહેસાસ નેક.

ખિસકોલી ને ભમરાના ગણગણાટ થી , વાતાવરણમાં કિલ્લોલ છવાયો,
ઘડીભર તો એમજ થયું, જાણે શિવ પંચાક્ષર મંત્ર ગવાયો.

ચૈત્રમાં વિષ્ણુપ્રિયા તુલસી પર, ગુલાબી - સફેદ ફૂલોએ કરી મહેર,
જોઈ કુદરતની સૂક્ષ્મ સુંદરતા, મનમાં ઊઠી મોજની લહેર.

કર્મયોગી કીડીના પગરવથી વિચારો મારાં વેરાઈ ગયા,
કલમ પકડી હાથમાં, ને વિચારો અક્ષરોનો આકાર પામતા ગયાં.

- પંકિલ દેસાઈ

વધુ વાંચો

"You can't justify one wrong with another."

Though most of us end up doing this only, like our beloved politicians.

That's the reason I believe, a country needs a few good statesman, which is much better than having too many politicians who are good for nothing.

- Pankil Desai

#Wrong

વધુ વાંચો

કોરું હ્રદય
લાગણીની છાલક
ભીનું આયખું

- પંકિલ દેસાઈ

#ભીનું

મિત્રતા એટલે...

" લાગણીની હૂંફનાં તાંતણે ગૂંથાયેલી સંબંધોની માવજતરૂપી રક્ષાપોટલી "

- પંકિલ દેસાઈ

#હૂંફ

મારી દ્રષ્ટિએ એક લેખક એ હૃદય જેવો
અને એનું લખાણ એ એનાં શ્વાસ જેવું હોય છે.

વ્યક્તિ જિંદગીના ઢોળાવો પર
જેમજેમ ચડ-ઊતર કરતો જાય,

તેમતેમ શ્વાસરૂપી લખાણનો વેગ પ્રબળ બનતાં,
હૃદયરૂપી લેખક વધુ ને વધુ સચોટ, પુખ્ત,ધારદાર
અને અર્થસભર થતો જાય છે.

લેખક કે કવિ હંમેશા હાંફતો સારો!
તો જ હાંફવા-હંફાવવાનું ટીંપુ,
એનાં માનસ અને હૃદયપટલ પર અંકિત થશે.

હાંફવાની આ સંઘર્ષયાત્રા,
અક્ષરોની આનંદયાત્રામાં જો પરિણમે
તો પછી શબ્દેશબ્દમાં શ્યામ મુરારી વસે...!

- પંકિલ દેસાઈ

વધુ વાંચો

ઉત્સાહી હોવું
પણ બીજાના માટે
ખરું સત્કર્મ

એક અલગ
ભાષાનો આ પ્રકાર
શીખવો રહ્યો

તમને જોઈ
ઉત્સાહી થાય બીજા
માનવતા આ

ઉત્સાહ ખેંચે
ઉત્સાહને, પૈસાને
એ પૈસો જેમ

બને એટલો
વહેંચો આ પ્રભુનો
પ્રસાદ બધે...

#ઉત્સાહી

- પંકિલ દેસાઈ

વધુ વાંચો

આ અમૂલ્ય જીવનમાં વિષાદ યોગ કરતાં,

હૃદયનો વિશાળ યોગ, બને એટલો વ્યાપક અને નિર્વિકલ્પ હોવો.

બાકી તો જય કનૈયા લાલકી...

#વિશાળ

- પંકિલ દેસાઈ

વધુ વાંચો

હું એક મુસાફર...

હું તો બસ નીકળી પડ્યો,
એવો નીકળ્યો કે, સદંતર નીકળી જ ગયો...

ચાલતો ગયો ને, રઝળપાટ કરતો ગયો,
એવો ખોવાયો કે, કોઈને યાદ પણ ન રહ્યો...

ક્યાં જઈશ શું કરીશ, પૂછું હું ખુદને,
રસ્તાને દયા આવી, પછી રસ્તો જ રસ્તો બતાવવા લાગ્યો... !

ધોમધખતો તાપ, ઉચાટ અને ઉકળાટ નો ઉન્માદ હતો,
ખરેખર આટલી ગરમી હતી, કે અંતરનો દાવાનળ હતો... ?

સહેજ વાર પછી પગ ભાનમાં આવ્યાં,
વિચારોને એમની પીડાની બાનમાં લાવ્યાં...

જોયું તો દૂર એક કાંકરી મરકતી જતી હતી,
પગમાં કાંકરીના કાંકરીચાળાની વેદના હતી...

લીમડાનો આશરો લીધો, હું થાકેલો કંટાળેલો,
મને કહે, જિંદગીથી હારી ગયા લાગો છો... !

મેં કહ્યું, વાળેલો ના વળ્યો કદી,
આજે હારેલો હું વળ્યો છું...

મુસાફરી તો ઘણી કરી આજ સુધી,
અલગારી રખડપટ્ટીના નિર્ણય પર હું આવ્યો છું...

- પંકિલ દેસાઈ

વધુ વાંચો

નિષ્ફળતા અને નિરંતર પ્રયત્નોના ગર્ભમાં
ઉછરેલું બાળક એટલે સફળતા...


આ સફળતાની વાત્સલ્ય સભર
માવજતનું પરિણામ એ જ ઉન્નતિ...!

#ઉન્નતિ

- પંકિલ દેસાઈ

વધુ વાંચો