સાહિત્ય ના સાગર ને અહર્નિશ અપલક નીરખવો છે ,સમજવો છે. બસ જીંદગી માં આગળ ઘણું બધું કરવું છે, ફકત થોભવું નથી.

કોઈ તો કહો સાગર અને સરિતામાં ફર્ક કેટલો?

એક દીવાની મલિન થઈ ,
પાષાણ પરથી પછડાઈ,
મુકેછે દોટ પ્રિત ને પામવા બસ તેટલો?

એક જુએ છે વાટ,
ફેલાવીને હાથ,
ભરે છે જે પ્રેમનાં જ શ્વાસ,
પ્રત્યેક લેહરે પખાળે પ્રીતિ ના પાદ બસ છે એક્લો.

કોઈ તો કહો કે સાગર અને સરીતા માં ફર્ક કેટલો?

પલક પારેખ.
ગાંધીનગર.

વધુ વાંચો

હું જેવી છું એવી મને પસંદ છું,
તું જેવો છે એવો તને પસંદ છે.

તો પછી એ વાત ને મૂકી દો,
કોની કઈ વાત કોને નાપસંદ છે.

જો મારી દિલની તને ખબર છે,
અને તારા દિલની મને ખબર છે.

નાખ ને રાખ એ વાત પર કે,
કોણ,કોને, અને કેટલું પસંદ છે.

બસ વાત યાદ રાખ એક કે,
તું મને પસંદ છે 'ને હું તને.

પલક પારેખ (ગાંધીનગર)

વધુ વાંચો

જીવતર

વિચાર્યું કે જીવતર ની કહાની લખવી છે,
પણ એમાં શું-શું લખું?

બચપણ નું હાસ્ય,
કે પછી જવાની નો જોશ.


પ્રોઢા વસ્થા નો પ્રેમ કે,
પાકટ વયે જીંદગી જીવ્યા નો વ્હેમ.

નસીબ નો સાથ કે,
પોતાના ઓની લાત.

ગજબનો ઉપસંહાર લખું કે,
કે ટુકડે-ટુકડે કહાની લખું.

નથી ખબર મને કે તેને,
મારી કે લોકો ની જુબાની લખું....

પલક પારેખ (ગાંધીનગર)

વધુ વાંચો