bharat chaklashiya લિખિત નવલકથા માથાભારે નાથો | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ માથાભારે નાથો - નવલકથા નવલકથા માથાભારે નાથો - નવલકથા bharat chaklashiya દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (2.7k) 53.9k 88.3k 187 માથા ફરેલ નાથો [1]" લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમાણે મેં ભરી દીધું છે. મારું એડમિશન પાકું ને ? અને કેટલી ફી ભરવાની છે ?" નાથાએ લાબું ડોકું કરીને કાચની ઉપરની ...વધુ વાંચોદાઢી ટેકવીને એ કાચમાં નીચેની બાજુએ રહેલા અર્ધગોળાકાર હોલમાં આખો હાથ નાખીને ફોર્મ આપતા કહ્યું. એ કાચ પાછળ કાઉન્ટર પર બેઠેલી ચાર્મી ચપટવાલાના નાક સાથે ફોર્મ અડી ગયું."ઓ ભાઈ, ટમે દુઉડ રાખોની, આ રિટે ની ચાલે.." સુરતી ચપટવાલાએ ખિજાઇને કહ્યું. અમારા સુરતમાં "વાલા" બહુ ! મોટાભાગના સુરતી "વાલા" જ હોય. જેમ કે ગાયવાલા, દૂધવાલા, જરીવાલા,ઘીવાલા વગેરે."દુઉડ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા માથાભારે નાથો - 1 (98) 3.6k 4.8k માથા ફરેલ નાથો [1]" લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમાણે મેં ભરી દીધું છે. મારું એડમિશન પાકું ને ? અને કેટલી ફી ભરવાની છે ?" નાથાએ લાબું ડોકું કરીને કાચની ઉપરની ...વધુ વાંચોદાઢી ટેકવીને એ કાચમાં નીચેની બાજુએ રહેલા અર્ધગોળાકાર હોલમાં આખો હાથ નાખીને ફોર્મ આપતા કહ્યું. એ કાચ પાછળ કાઉન્ટર પર બેઠેલી ચાર્મી ચપટવાલાના નાક સાથે ફોર્મ અડી ગયું."ઓ ભાઈ, ટમે દુઉડ રાખોની, આ રિટે ની ચાલે.." સુરતી ચપટવાલાએ ખિજાઇને કહ્યું. અમારા સુરતમાં "વાલા" બહુ ! મોટાભાગના સુરતી "વાલા" જ હોય. જેમ કે ગાયવાલા, દૂધવાલા, જરીવાલા,ઘીવાલા વગેરે."દુઉડ સાંભળો વાંચો માથાભારે નાથો - 2 (69) 2k 2k માથાભારે નાથો [2] "મારું પાકીટ..? અરે..ભાઈ મારુ પાકીટ કોઈ કાઢી ગ્યું છે..."નાથાએ ગભરાઈને રિક્ષાવાળાને કહ્યું."બસમાં ખૂબ ગડદી (ગિરદી) હતી , અને મારે એક જણ હારે માથાકૂટ થઈ'તી.. એ વખતે કોક મારું પાકીટ મારી ગ્યું ભાઈ..." રિક્ષાવાળો ભલો માણસ હતો.એણે ...વધુ વાંચોઆંખોમાં રહેલી સચ્ચાઈ પારખીને કહ્યું, "કાંઈ વાંધો નહીં દોસ્ત, તું સાચું જ બોલે છે એમ હું માની લઉં છું..મારું તો ખાલી ભાડું જ ગયું, પણ તારું તો પાકીટ ગયું ! મારી કરતા તને વધુ નુકશાન થયું છે , જા દોસ્ત ક્યારેક કોઈ જરૂરિયાત વાળા માણસને મદદ થાય તો કરજે, ચાલો રામે રામ.." એમ કહીને રિક્ષાવાળો ચાલ્યો ગયો.નાથો એણે કહેલી વાત સાંભળો વાંચો માથાભારે નાથો - 3 (52) 1.9k 2.2k માથાભારે નાથો [3] મગન માવાણી એટલે બહુમુખી પ્રતિભા ! તલત મહેમુદથી લઈને મહમદ અઝીઝ સુધીના તમામ ગાયકોનો અવાજ એના ગળામાંથી બખૂબી નીકળતો. પહેલેથી જ કોઈક મિત્રના આશરે જ એ પડ્યો પાથર્યો રહેતો. સરસ મજાના ચિત્રો પણ દોરતો અને કવિતાઓ ...વધુ વાંચોગઝલો પણ ઠીક ઠીક લખી નાખતો. ગીતા દત્ત, શમશાદ બેગમ અને સુરૈયાએ ગાયેલા ગીતો ઝીણા અવાજે ગાઈને દોસ્તોના દિલ બહેલાવતો. હોસ્ટેલના બાથરુમમાં કપડાં ધોતા ધોતા એ ગાતો...."તકદીર કા..ફસાના...જાકર કિસે સુનાએ...ઇસ દિલમે જલ રહી હે એ..એ . અરમાન કી ચિતાએ....શહનાઈઓ સે કહે દો.. કંઈ ઓર જા કે ગાયે...તકદીર કા ફસાના...."તો ક્યારેક વળી તલત મહેમુદ નું કોઈ કરુણ ગીત ગાંગરતો."એક બંગલા સાંભળો વાંચો માથાભારે નાથો - 4 (64) 1.6k 1.8k માથાભારે નાથો [4] સવારે મગન ઉઠ્યો ત્યારે રમેશ એની સ્કૂલે જતો રહ્યો હતો. પણ જેન્તી તૈયાર થઈને બેઠો હતો."હાલ ભાઈ મગન, મારી હારે મારા કારખાને. મારા શેઠને કહીને હું તને હીરા શીખવાડીશ. તું અડધો વારો (દિવસ) ભણવા જાજે અને ...વધુ વાંચોવારો હીરા ઘંહજે..બે ત્રણ હજારનું કામ તો તું કરીશ જ. એટલે તારે તકલીફ નઈ પડે, અને અમારી હારે આયાં રે'જે તું તારે.."અભણ હીરાઘસુ જેન્તીએ કહ્યું ત્યારે મગનને એ જેન્તી પોતાના ભાઈ જેવો લાગ્યો. અને મગન જેન્તી સાથે હીરા શીખવા ઉપડી ગયો.** * * * * * * * * * * * * * * * નાથો જે સાંભળો વાંચો માથાભારે નાથો - 5 (68) 1.5k 1.9k માથાભારે નાથો [5]"નાથા અને મગનની પાછળ દોડેલું કેટલાક વિદ્યાર્થીઓનું ટોળું જ્યારે યુનિવર્સીટીના મેદાનમાં આવ્યું ત્યારે નાથો પેલી બિલ્ડીંગ પાસે પહોંચવા આવ્યો હતો. મગને એને રોકવા ખૂબ મોટેથી સાદ પાડ્યા. પણ નાથાના મગજ ઉપર વર્ષો પહેલા બનેલી ઘટના સવાર થઈ ...વધુ વાંચોહતી. એ વખતે નાથાની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. છઠ્ઠા ધોરણમાં ભણતો નાથો એની યુવાન બહેન સાથે હમેંશા વાડીએ જતો. ગામના ઉતાર અને રખડું વિકો ઠાકોર એની ટોળકી સાથે એક દિવસ નાથાની વાડીએ આવી ચડ્યો હતો.જુવાન વિમળા અને નાનકડા નાથાને એકલા જોઈને આ નરાધમોની દાનત બગડી હતી.અને એ ગોઝારા દિવસે નાથાની નજર સમક્ષ એની વ્હાલી બહેન વિમળાએ પોતાની ઈજ્જત બચાવવા સાંભળો વાંચો માથાભારે નાથો - 6 (69) 1.5k 1.7k માથાભારે નાથો [6] કારખાનામાં કારીગરોએ ઉડાવેલી હાંસીને કારણે નાથો ઝંખવાયો. મગન કશું જ બોલ્યા વગર લેથ પર ઘાટ કરી રહ્યો હતો. ભલભલાને પોતાની શુદ્ધ ગુજરાતી વડે ચૂપ કરી દેતો મગન એક શબ્દ પણ બોલ્યા વગર હીરાને ઘાટ આપી રહેલો ...વધુ વાંચોનાથો મુંજાયો."મગન, કેમ આ બધા આપણા દાંત કાઢે છે ? હીરા મળી ગયા ? સાલ્લી મને કંઈ થોડી ખબર કે અહીં હીરા પડ્યા હશે ? ""હીરા મળી ગયા છે, તું હવે મૂંગો બેસ. નકર બહાર ક્યાંય જવું હોય તો જા. મારે તો આજ આખો દિવસ કામ કરવાનું છે.""પણ હું ક્યાં જઈશ ? તો એમ કરને મને'ય શીખવાડને..!""એમ નો હોય યાર, સાંભળો વાંચો માથાભારે નાથો - 7 (64) 1.4k 2.1k "અલ્યા, તારું પાકીટ તો તું આવ્યો ત્યારે બસમાં કોક મારી ગ્યું'તું..તો આ ક્યાંથી લાવ્યો..?" મગને નાથાએ કાઢેલું પાકીટ જોઈને કહ્યું."આ એક બીજું જૂનું પાકીટ મારી પાંહે હતું..પણ આમાં તો અઠ્ઠાવીસ જ નીકળ્યા. તારી પાંહે કાંઈ નથી ?" નાથાએ નિરાશ ...વધુ વાંચોકહ્યું."યાર, મારેને લખમીજીને ક્યાં મેળ છે. સાવ લૂખી પાંચમ છું. મને એમ કે તું દેશ (વતન)માંથી આવ્યો છો એટલે તારી પાંહે થોડાક હશે."હતા તો ખરા, પાંચસો જેટલા..પણ પાકીટ હારે ગયા. અને બીજા થોડા'ક આમાં હતા ઇ અત્યાર સુધી હાલ્યા..હવે આ પેટ્રોલના કેમ કરીને દેવાના છે ?"નાથાએ પેટ્રોલ પુરીને પૈસા માટે ઉભેલા છોકરાને બતાવીને કહ્યું. ત્યાં જ પેલો બોલ્યો."પૈહા ની મલે સાંભળો વાંચો માથાભારે નાથો - 8 (70) 1.4k 1.7k થોડીવાર પેડલ મારીને, થોડીવાર દોરતાં દોરતાં અને થોડીવાર વારાફરતી ધક્કા મારીને નાથા અને મગને લુનાને એના ઠેકાણે પહોચાડ્યું. પરસેવે રેબઝેબ થઈને મગને ચંદુને લુનાની ચાવી આપતા કહ્યું, "લે ભાઈ, તારું લુના આજ પતી ગ્યું છે, ગેરેજવાળાને કે ભંગારવાળાને જેને ...વધુ વાંચોહોય એને આપી દેજે પણ કોઈને હાંકવા નો દે'તો.. મશીનમાં ટીપુંય ઓઇલ નો'તું એટલે ગરમ થઈને ચોંટી ગ્યું ભલામાણસ....!!" "કોઈ વાંધો નહીં દોસ્ત..આમે'ય પડ્યું જ છે..આ તો શું કે કોકને ક્યારેક કામ આવે એટલે રાખું છું..પણ હવે મશીન રીપેર કરાવી નાખશું.." એમ કહીને ચંદુએ ચાવી લીધી.મગન અને નાથો રૂમ પર પહોંચ્યાં ત્યારે જેન્તી એ લોકોની રાહ જોઇને બેઠો હતો. સાંભળો વાંચો માથાભારે નાથો - 9 (72) 1.4k 1.9k "ના, નાથા ના..હું કાંતાભાભીના ઘેર કોઈ કાળે જમવા આવીશ નહીં. અને તને પણ જવા નહીં દઉં. આ, તેં જે જાળમાં કાંતાને ફસાવી એ બ્લેકમેઇલિંગ કહેવાય એનું તને ભાન છે ? અને તું હાળા પચાસ રૂપિયા એની પાસેથી લઈ આવ્યો ...વધુ વાંચોનાથા...નાથા...તારે છે કેટલા માથા..! ડફોળ કોઈની મજબૂરીનો લાભ લેવાય ? આવા છે તારા સંસ્કાર ? ઇ ભલે એના કોઈ યાર સાથે રંગરેલીયા મનાવે, આપણને કોઈ અધિકાર નથી કોઈની અંગત જિંદગીમાં માથું મરવાનો સમજ્યો ? જો મને દોસ્ત માનતો હોય તો જા..અત્યારે જ ના પાડી આવ...અને ખબરદાર કોઈ દિવસ આવું વિચાર્યું છે તો ! તું સાલ્લા એ તો વિચાર કે સાંભળો વાંચો માથાભારે નાથો - 10 (72) 1.7k 2.9k માથાભારે નાથો [10]રાઘવના ઘેર ગયેલા રમેશને તેની વાઈફની વાત સાંભળીને મનમાં ફડક બેસી ગઈ. મગને ગઈ રાત્રે કરેલી વાત એને સાચી લાગવા માંડી.રાઘવની પાછળ પડેલી દસ જણની ટોળીએ ખરેખર રાઘવનો જીવ લીધો તો નહીં હોય ને ? ઘેર તો ...વધુ વાંચોજવાનું કહીને નીકળ્યો છે, બિચારી ભાભીને તો કશી જ ખબર લાગતી નહોતી. ગઈ રાત્રે બનેલા બનાવ અંગે તેણે રાઘવની વાઈફ નિતાને, કશું જ જણાવ્યું નહીં. બપોરે જમીને જવા માટે નિતાએ ખૂબ કહ્યું પણ એ રોકાયો નહીં. એને જલ્દી મગન અને નાથાને વાત કરીને રાઘવનું પગેરું મેળવવાની ઈચ્છા હતી. એટલે એ તરત જ રાઘવના ઘેરથી નીકળીને રૂમ પર આવ્યો, પણ રૂમ સાંભળો વાંચો માથાભારે નાથો - 11 (68) 1.4k 2k માથાભારે નાથો [11]રાઘવ દારુણ ગરીબીમાં જન્મ્યો હતો. ખૂબ જ ઓછી જમીનમાં રાઘવનો બાપ માંડ માંડ બે છેડા ભેગા કરીને રાઘવ ઉપરાંત બીજા બે ભાઈ બહેન સહિત ત્રણ છોકરા અને બે પોતે એમ કુલ પાંચ જણનું ગુજરાન ચલાવતો હતો. ચીંથરેહાલ ...વધુ વાંચોજીવાતું જીવન રાઘવને સમજણો થયા પછી માફક આવ્યું નહોતું. બીજા બાળકોના કપડાં અને બુટ ચપ્પલ જોઈને પોતાના ઉઘાડા પગમાં એને કાળી બળતરા થતી.ગામડાની પ્રાથમિક શાળામાં એ ભણવા જતો ત્યારે રાસાયણિક ખાતરની પ્લાસ્ટિકની ખાલી કોથળીમાંથી એના માટે સ્કૂલબેગ એની માંએ બનાવડાવી આપેલી, એ ખભે ભરાવીને એ જતો. એના પ્લાસ્ટિકના નાકા એના ખભામાં ખૂબ વાગતાં, પણ એ ક્યારેય ફરિયાદ કરતો નહીં. સાંભળો વાંચો માથાભારે નાથો - 12 (64) 1.4k 1.7k માથાભારે નાથો [12]મગન અને નાથો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા વ્યક્તિને જોઈને નવાઈ પામ્યા હતા.રમેશ એકબાજુ ગુમસુમ બેઠો હતો."ઓળખાણ ન પડી મેં'માનની."નાથાએ,મૂછોને વળ ચડાવી રહેલા અને વ્હાઈટ પેન્ટ-શર્ટ પહેરીને બેઠેલા વ્યક્તિને જોઈને કહ્યું."મારી ઓળખાણ આપવા હાટુ જ આંય ...વધુ વાંચોસુ..હમજ્યો ભઇબંન? આપણને રામાભાઈ કે સે બધા..રામાભાઈ ભરવાડ, હું પોતે,આ તમારો ભઈબન બે તયણ દી થા મારી વાંહે આંટા મારે સે, તે કીધું લાવ્યને પુસી લવ..ઇ હારુ આપડે આંય પધાર્યા સવી.." "તો કામ પતી જયું હોય તો તમે જઇ શકો છો રામાભાઈ..તમને બધા રામાભાઈ કે'તા હોય તો આપડે'ય રામભાઈ જ કેશુ તમતમારે..બરોબર..? પોસા ભારે નીકળો અટલે અમે અમારું કામ સાંભળો વાંચો માથાભારે નાથો - 13 (79) 1.4k 2k માથાભારે નાથો [13] મહિધરપુરા હીરાબજારમાં ઘટેલી ઘટનાને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. રખડતા ઢોરના પ્રશ્નોને લઈને છાપાં વાળાઓએ મ્યુનિસિપાલટીના સંબધિત અધિકારીઓની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ કંઈ પહેલી વાર બન્યું નહોતું. અનેક વાર રખડતા ઢોરોને કારણે લોકો ...વધુ વાંચોથયા હતા અને કેટલીક વખત નિર્દોષ લોકોએ જીવ પણ ખોયા હતા. થોડા દિવસ છાપાઓ કોઈ જનાવર નીકળે ત્યારે કલબલાટ અને કાગારોળ મચાવી મુકતા કાબર અને કાગડાઓની જેમ ઉહાપોહ મચાવતા. લાગતા વળગતા લોકો મીડિયા નામના ભસતા કૂતરાઓને બટકું રોટલો નાખતા એટલે એ ચૂપ થઈને પૂંછડી પટપટાવવા માંડતા. ધીરે ધીરે ઘટના લોકોના દિમાગથી ભૂંસાઈ જતી.પણ જેને એ ઘટનાને કારણે સહન કરવું પડ્યું સાંભળો વાંચો માથાભારે નાથો - 14 (72) 1.5k 2.3k માથાભારે નાથો [14] રિક્ષામાંથી ઉતરીને રાઘવ ફટાફટ એની રૂમ પર પહોંચ્યો. જાણે સિંહના મોઢામાંથી માંડ છુટેલું હરણું પોતાના કબીલામાં દોડાદોડ પહોંચી જાય તેમ. રાઘવની વહુ ઘણા દિવસથી રાહ જોતી હતી. ઘોડિયામાં સુતેલા તેના બાળકને તેડીને રાઘવ ખૂબ જ વ્હાલ ...વધુ વાંચોકરતા રડવા લાગ્યો. જલ્દી પૈસાવાળા બનવાની લ્હાયમાં એ જે રસ્તે ચડી ગયો હતો એ રસ્તે ક્યાંય યુ ટર્ન નહોતો, એ રાઘવ જોઈ આવ્યો હતો. રામા ભરવાડ ના મનમાં રામ વસ્યા( કે પછી વાંહે કૂતરા ભસ્યા ?) એટલે એણે રાઘવને છોડી મુક્યો હતો. નીતા, રાઘવને રડતો અને બાળકને ખૂબ જ વ્હાલ કરતો જોઈને સમજી ગઈ કે નક્કી કંઈક અજુગતું બન્યું છે, સાંભળો વાંચો માથાભારે નાથો - 15 (66) 1.6k 2.4k માથાભારે નાથો [15]તારીણી દેસાઈને મગને ડુબાડીણીદેસાઈ કહીને કલાસમાંથી ચાલ્યા જવા માટે ફરજ પાડી હતી, તેથી મનોમન એ મગન અને ચમેલીને પાઠ ભણાવવા માંગતા હતા. પ્રેમીઓ પ્રત્યે ભારોભાર નફરત એના દિલમાં ભરી પડી હતી.ભૂતકાળમાં એ જ્યારે યુવાન હતા ત્યારે એને ...વધુ વાંચોદગો એ માટે કારણભૂત હતો.ચમેલી ભલે ગોળ મટોળ અને બેડોળ હતી, પણ એ બિલકુલ નિર્દોષ અને નાદાન હતી, એમ એ સમજતા.મગન જેવા મુફલિસ લોકો એને ફસાવીને એની જિંદગી તબાહ કરી નાખશે એમ એ માનતા. પોતાની સાથે થયું એવું કોઈ છોકરી સાથે ન થવા દેવું, અને એ માટે ગમે તે હદ સુધી જવું પડે તો પણ એ જવા તૈયાર હતા.મગને તેના સાંભળો વાંચો માથાભારે નાથો - 16 (70) 1.3k 1.7k નરશીના હીરાનું પર્સ પોતાની બેગમાંથી ગુમ થયેલું જોઈને મગનને તેપર્સ આ ફટીચર બેગમાં રાખવા બદલ પારાવાર પસ્તાવો થયો."કોણે લીધું હશે ? નાથો,રમેશ અને જેન્તી...આ ત્રણમાંથી જ કોઈ એક હોવો જોઈએ....નાથો તો ન જ હોય, મારો જીગરજાન દોસ્ત છે, જરીક ...વધુ વાંચોકરી હોય તો પણ મને કહ્યા વગર ન રહે એવો નાથો, મારી બેગમાંથી છાનામાના દસ હજાર રૂપિયા અને હીરા લઈ લે તો તો, આ દુનિયામાં કોઈ દોસ્ત બીજા દોસ્ત ઉપર ક્યારેય ભરોસો નહીં કરે..અને હીરા લઈને એ શું કરે ? એને તો અમથા'ય હીરા નથી ઘસવા.. પૈસા જરૂર કમાવા છે..પણ કોઈ ખોટું કામ એ ન જ કરે..આજે જ ચમેલી સાંભળો વાંચો માથાભારે નાથો - 17 (72) 1.6k 2.2k માથાભારે નાથો [17]"તમે લોકો તમારા મનમાં સમજો છો શું ? આપણી પ્રેફેસર તરીકેની જવાબદારી શું ભણાવવા પૂરતી જ મર્યાદિત છે ? શું કોઈ ભોળી છોકરીને,આપણી નજર સામે ચાલાકીથી કોઈ ભોળવી જાય અને એનું શારીરિક શોષણ કરે તો પણ આપણે ...વધુ વાંચોજ નહીં કહેવાનું ? આંખ બંધ કરી દેવાની ? કોના ડરથી ? હાઈસ્કૂલ હોય તો ઠીક, પણ કોલેજમાં ગમે તેવા ભવાડા ચલાવી લેવાના ? અને તમે મી. દવે, કાન ખોલીને સાંભળી લો, હું એ બન્ને રાષ્કલોને નહિ છોડું..અને તમેં પણ તમારી મર્યાદામાં જ રહેજો, નહિતર પસ્તાશો.." તારિણી દેસાઈ, ડિન વ્રજલાલ દવેની ઓફિસમાં ગરજી રહ્યાં હતાં.મગન અને નાથો ઓફિસની બહાર ટોળે સાંભળો વાંચો માથાભારે નાથો - 18 (76) 1.4k 2.5k રામા ભરવાડે રાઘવને પોલીસના ડરથી છોડી મુક્યો હતો.પણ નરશીએ રાઘવને કેદ કરવાના પચ્ચીસ હજાર આપવાનું કહ્યું હતું. મહિધરપુરમાં જ્યારે આખલાઓ દોડ્યા હતા ત્યારે એ ત્યાં હાજર હતો, પણ જે ધમાલ મચી હતી એને કારણે એ નરશીને મળી શક્યો નહોતો. ...વધુ વાંચોએ વધુ જોખમ લેવા માંગતો નહોતો કારણ કે નાથાએ અને મગને ચાવડા સાહેબની બીક એને બતાવી હતી. રામો ભરવાડ સ્વભાવથી જ પોલીસથી ખૂબ જ ડરતો હતો.કારણ કે એક બે વખત એને પોલીસનો પરચો મળી ચુક્યો હતો. પૈસા પણ પડાવે અને મારી મારીને કુલા તોડી નાખે એ અલગ !એટલે રાઘવને વધુ દિવસો કબજે રાખવો એને જોખમકારક લાગ્યો હતો. પણ નરશીને સાંભળો વાંચો માથાભારે નાથો - 19 (71) 1.3k 2k રમેશ આજે ખૂબ જ ખુશ હતો. મુંબઈ જઈને જામી ગયેલા રાઘવે ફરીવાર પૈસા મોકલ્યા હતા. અને મુંબઈ આવવાનું આમંત્રણ પણ !મુંબઈ જોવાની ઈચ્છા હવે પુરી થવાની હતી. મગન અને નાથો સાંજે રૂમ પર આવ્યા એટલે રમેશે મુંબઈ જવાની વાત ...વધુ વાંચોભાઈબંધ છે..તું જા ભાઈ..અમારે નથી આવવું.."મગને કડવાશથી કહ્યું."યાર, હવે ક્યાં સુધી તારે એ પડિકાની કાણ કરવાની છે..?બિચારો પ્રેમથી બોલાવે છે તો તને શું વાંધો છે..''નાથાએ ખિજાઇને કહ્યું. પછી રમેશને ઉદ્દેશીને બોલ્યો," હાલ, ઇ ભલે અત્યારે ના પડતો..આપણે જશું..બોલ ક્યારે જવાનું છે ?''"આવતા શનિ રવીમાં ઉપડવી...રેલવે સ્ટેશનેથી ટ્રેન મળશે..."રમેશ ઉત્સાહિત થઈને બોલ્યો."ટ્રેન રેલવે સ્ટેશનથી જ મળે..ઇ કાંઈ તારી આ રચના સાંભળો વાંચો માથાભારે નાથો - 20 (64) 1.2k 1.7k માથાભારે નાથો 20 મીરાંરોડ પરની એક સોસાયટીમાંઆવેલા હાઇરાઈઝ બિલ્ડીંગના નવમાં માળે લીફટનું બારણું ખોલીને નાથો, રમેશ અને મગન જ્યારે બહાર નીકળ્યા ત્યારે ત્યાં ઉભેલો રાઘવ, રમેશને ભેટી પડ્યો.રમેશથી અળગો થઈને એ નાથા એને મગનને પણ ભેટ્યો.પણ મગનનો પ્રતિસાદ ખૂબ ...વધુ વાંચોઠંડો હતો."અમને તો તું અમથો'ય ભેટી જ ગયો છો..એટલે ભેટ્યો ન હોત તો ચાલેત.." મગને હસીને કહ્યું."ના ભાઈ, હજી તમને લોકોને કોઈ ભેટયું નથી. તમે મારા દોસ્તો છો..મને રમેશે કીધું'તું..તમે મારા માટે ઘણું કર્યું છે....અને હું રાઘવ છું...તમને પસ્તાવો નહીં થવા દઉં.. આ મુંબઈ છે..અને ભગવાનની આપણા ઉપર ઘણી મહેરબાની થઈ છે.." રાઘવે ફ્લેટનો દરવાજો ખોલતા કહ્યું."એ તો દોસ્ત સાંભળો વાંચો માથાભારે નાથો - 21 (63) 1.2k 2k કોલેજના ડિન રસિકલાલ દવેને મળીને આવ્યા પછી ચંપક કાંટા વાળો વધુ વ્યથિત રહેવા લાગ્યો હતો. એના ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે એનું રહેઠાણ હતું.દરરોજ એ નવરો પડીને એ મુલાકાત યાદ કરતો કરતો કલ્પનાઓમાં સરી પડતો. "એક બપોરે ફરી વખત ...વધુ વાંચોફોન આવે છે..કેમ છો અને કેવી તબિયત છે ? કેમ પછી મળવા ની આયવા...? એવા સવાલો પૂછીને એને બેબાકળો કરી મૂકે છે...મેં આવેલો...ખાસમખાસ તમને જ મલવા આયો ઉટો..પન પેલો કોન ટાં બેહે છે..એને ની મલવા ડીઢો.." વગેરે વાર્તાલાપ કરતો કરતો એ નસકોરાં બોલાવવા લાગે છે..અને ઊંઘમાં એને તારીણી બોલાવી રહી છે.."આવો ની ફડી ક્યાડેક...પ્લીઝ..!" તારીણી દેસાઈને તે દિવસે સ્ટાફ સાંભળો વાંચો માથાભારે નાથો - 22 (63) 1.1k 2.2k રાઘવ અને ત્રણેય દોસ્તો નાથો, મગન અને રમેશ સંઘવી બ્રધર્સની ઓફિસમાંથી નીચે ગણેશ હોટલમાં જમવા પહોંચ્યા ત્યારે બપોરના બે વાગ્યા હતા. નરશી માધા, એ જ વખતે સંઘવી બ્રધર્સના સેલ વિભાગમાં પહોંચ્યો હતો. સેલમાં એને બે ત્રણ જણ ઓળખતા હતા. ...વધુ વાંચોજે હીરા નરશીને બતાવ્યા હતા એ પ્રકારની ક્વોલિટી હોય તો તે બતાવવાનું કહીને એ બેઠો. એસોર્ટરે નરશીને અલગ અલગ રફ બતાવી.પણ નરશીને જોઈતો માલ એમાં નહોતો. હીરાની ક્વોલિટી સારી હતી, અને ભાવ પણ નરશીને પોસાય તેવો જ હતો. વળી નરશીની શાખ પણ આ કંપનીમાં હતી એટલે એને આરામથી જોઈએ એટલી રફ અને કમાઈ શકાય એવા હીરા ઉધારમાં પણ મળી સાંભળો વાંચો માથાભારે નાથો - 23 (69) 1.1k 1.9k સાંજે પાંચ વાગ્યે નરશી, સંઘવી ટાવરના બારમાં માળે સંઘવી શેઠની ઓફિસ બહાર વેઇટિંગમાં બેઠો હતો.સવજી તાજે જે હીરા એને બતાવ્યા હતા એ સંઘવી શેઠ પાસે ક્યાંથી આવ્યા એ એને જાણવું હતું. ચોક્કસ એ હીરા એના પોતાના જ હતા એમાં ...વધુ વાંચોબેમત નહોતા.નરશી માધા ખૂબ જ ઉંચા દરજ્જાનો હીરા પારખું હતો.એકવાર જોયેલા માણસનો ચહેરો યાદ રહી જાય એમ જ એને પોતાના હીરા યાદ રહેતા.આવી ક્ષમતા ભાગ્યે જ કોઈને હોય.લોકો એની આ ક્ષમતા વિશે શંકા કરતા, પણ જે લોકોને નરશીનો જાત અનુભવ હતો એ લોકોએ નરશીની આ ક્ષમતા સ્વીકારી હતી. મહિધરપુરા માર્કેટમાં અકસ્માતને કારણે નરશીએ રાઘવ પાસેથી તફડાવેલો ઊંચી કિંમતનો માલ ગુમાવ્યો સાંભળો વાંચો માથાભારે નાથો - 24 (67) 1.2k 2.4k ચમેલી કોલેજથી પાછી આવી ત્યારે એનું મોં ફુલેલું હતું.તારીણી દેસાઈ વારંવાર એને નાથા અને મગન સાથે જોઈને ગુસ્સે થતા હતા અને બિનજરૂરી સલાહ સુચન આપ્યા કરતા હતા.આજે તો એમણે હદ જ કરી નાખી હતી. હવે એમની ફરિયાદ પપ્પાને કરવી ...વધુ વાંચોપડે એમ હતું.ઘેર આવીને એ દોડાદોડ દાદર ચડી ગઈ.દરરોજ દુકાનના થડા પર બેઠેલા એના પપ્પાને સ્માઈલ આપતી. અને ચંપક પણ "આવી ગીયો માહડો દિકડો.."કહીને એ સ્માઈલ ઝીલતો અને હસી પડતો.પણ આજ ચમેલીએ એને સ્માઈલ ન આપ્યું.દાદરમાં પગથિયાં પણ આજ એને વધુ ઉછાળતા હોય એમ લાગ્યું.પોતાની દીકરીની ઉદાસી તો બાપના કાળજામાં ભોકાંતો કાંટો જ હોય ને ! એ તરત જ ગલ્લાને સાંભળો વાંચો માથાભારે નાથો - 25 (71) 1.2k 2.7k નાથો અને મગન રવજીના કારખાનામાં ગયા એટલે રામાએ બુલેટનું સ્ટેન્ડ ઉતારીને કીક મારી. અને મહિધર પુરા માર્કેટ આવ્યો.નાથાએ જે ગોળી પીવડાવી હતી એનો એને આફરો ચડ્યો હતો. "સાલો પેલો ખહુરિયો કરાઈમ બ્રાન્સમાં ચયાંથી ઘૂસ્યો ? નરશી શેઠને વાત કરવી ...વધુ વાંચોઆમ તો બબ્બે અડબોથના ગરાગ છે, પણ પોલીસમાં મારા બેટાવને ભારે મોટી ઓળખાણ લાગે સે.ઠેઠ ગાંધીનગરસુધીના છેડા સે..આમની અડતું બવ જાવું હારુ નઈ.હાળા કરાઈમ બ્રાન્સવાળા તો ઢીંઢા ભાંગી નાખે."એમ વિચારતો વિચારતો રામો નરશીની ઓફિસે પહોંચ્યો. મહિધરપુરા માર્કેટ, મોટી બજાર અને વરાછામાં ભરાતી બજાર મિનિબજાર કહેવાય છે. હીરા બજારની સૌથી મોટી સમસ્યા છે પાર્કિંગ. એ બજારમાં કોઈપણ સમાન વગર ચાલીને સાંભળો વાંચો માથાભારે નાથો - 26 (63) 1.1k 2k માથાભારે નાથો (26)વિરજીના કારખાને ગયા પછી વિરજીએ પોતાના કારખાનામાં કામે બેસવાની મગન અને નાથાને હા પાડી. મગન ઘાટનું કામ શીખ્યો હતો એટલે બીજા જ દિવસથી એ વિરજીના કારખાને કામે બેસી ગયો.પણ નાથાને આવી મજૂરી કરવામાં રસ નહોતો.એટલે રાઘવે આપેલું ...વધુ વાંચોલઈને એ રાઘવના કહેવા મુજબ નરશી માધાની ઓફિસે એ પેકેટ બતાવવા ગયો હતો. પણ નરશીએ નાથાનું પેકેટ જોયું પણ નહીં. નાથો ચંદુલાલ શેઠની શેરીમાં રામાણી ટ્રેડર્સની દુકાન શોધતો શોધતો આવી પહોંચ્યો ત્યારે સાડા બાર થયા હતા.રામાણી ટ્રેડર્સ બે શટરવાળી મોટી દુકાન હતી.અહીં હીરાના કારખાનાઓમાં અને ઓફિસોમાં વપરાતી તમામ વસ્તુઓ મળતી.હીરાબજારમાં જે મોટા વેપારી હતા એ તમાંમના કારખાનાઓ પણ શહેરના વિવિધ સાંભળો વાંચો માથાભારે નાથો - 27 (54) 1k 1.8k મગનની સામે જ બેસીને ઘાટ કરતો બેઠી દડીનો ભીમજી એના ચહેરા કરતા મોટી મૂછ રાખતો.લેથ સુધી પહોંચવા એને બે પાટલાં મૂકીને ઉપર બેસવું પડતું.માથામાં સારી પટ તેલ નાખીને એ ઊભા વાળ ઓળતો.એના ગાલ ફૂલેલા હતા.એક હીરાનો ઘાટ પતે એટલે ...વધુ વાંચોખાઈને એ ભીમજી, પોતાની મૂછને વળ ચડાવતો.મગન એની સામું ન જુએ તો ફરીવાર ખોંખારો ખાતો.મગન ઘાટ કરતાં કરતાં એની સામે જુએ એટલે એ તરત જ આંખ મારીને ફરી મૂછને વળ ચડાવતો.કોણ જાણે એને મગનની સાથે જ આવું કરવું ગમતું.એને મજા આવતી.એને હતું કે મગન ગુસ્સે થશે.પણ મગન તો હસી પડતો.આખા દિવસના દસથી પંદર હીરાનો ઘાટ ભીમજી કરતો એને દર સાંભળો વાંચો માથાભારે નાથો - 28 (67) 1.1k 1.9k "ટો ટમે એમ કેવા માંગટા છો કે માડી દિકડીને બિલકુલ જ હમજન નઠ્ઠી પડટી છે ? અને કોઈ બે કાઠયાવાડી છોકડા એને ભોલવીને યુઝ કરી લાખહે એમ ? મને એમ કે'વની કે ટમે ટમારા મનમાં શું હમજટા મલે ? ...વધુ વાંચોમેડમ આ દિકડી મારી દિકડી છે..ટમે હજુ આ ચંપકલાલ કાંટાવાલાને ઓલખતાં ની મલે.. ઉભો ને ઉભો ચીરી મુકું હાં... કે ! બોલો શું કેટા છો ?"ચંપક અને ચમેલી મિસ તારીણી દેસાઈને મળવા આવ્યા હતા. ચમેલીને વારંવાર મગન અને નાથા સાથે ફરતી જોઈને એ ખિજાતા હતા.અને એની ફરિયાદ ચમેલીએ એના તાત ચંપકને કરી હતી. ચંપક ગોટાવાળો ગોટા તળતો તળતો ગોટે ચડ્યો સાંભળો વાંચો માથાભારે નાથો - 29 (63) 1.2k 2.8k મિનિટો સુધી મિત્રતાની પારાકાષ્ટા એ રૂમમાં છવાયેલી રહી. ચાર મિત્રોની એકબીજા માટે ન્યોચ્છવર થવાની ભાવના ચરમસીમા પર હતી.આખરે મગને મૌન તોડતા કહ્યું, "રાઘવ, તું આટલો મહાન હઈશ એની મને ખબર નહોતી. મેં તારી 'જેવા સાથે તેવા'ની નીતીને તારી ચોરવૃત્તિ ...વધુ વાંચોલીધી. તું મને માફ કર દોસ્ત.હું તને સમજી ન શક્યો..અને હવે કોઈએ ત્યાગમુર્તિનો દીકરો થવાનું નથી.આ પૈસાથી આપણી ચારેયની ભાગીદારી પેઢી બનાવીને ડાયમંડનો બિઝનેસ આપણે શરૂ કરવાનો છે..જો કોઈ હવે આ બાબતમાં દોઢ ડાહ્યું થયું છે તો મારા હાથનો માર ખાશે.." મગનની વાત સાંભળીને ત્રણેય હસી પડ્યા.રાઘવે નાથાને અને મગનને હીરાનો બિઝનેસ કેમ કરવો એની રૂપરેખા સમજાવતા કહ્યું, "મિત્રો, આપણી સાંભળો વાંચો માથાભારે નાથો - 30 (57) 949 1.7k મગન,નાથો અને ચમેલી કેન્ટીન તરફ ગયા. તારિણી દેસાઈનો પિરિયડ ભરવાની એકેયની ઈચ્છા નહોતી.આજે બન્ને રમેશની બાઇક લઈને આવ્યા હતા.આમ તો એ બાઇક કહેવા પૂરતી જ રમેશની હતી."તમારા લોકોના ગોટા બહુ વખણાય છે ? તું કોઈ દી લાવી તો નહીં ...વધુ વાંચોસાટું.."નાથાએ ખુરશીમાં બેસતા કહ્યું."મેં કેમની લાવું ? તમાડા લોકોનું કાંઈ નક્કી ની મલે..હું લાવું અને ટમે લોકો ની આવો ટો ? ચલો આજ ટમે માડી ઘેડ.. મેં ટમને લોકાનેમસ્ટ ગોટા ખવડાવટી છું"ચમેલીએ મગનની આંખોમાં જોઈને સ્માઈલ આપ્યું. એ સ્માઇલમાં એક ઇજન હતું..મગન જાણતો હતો, ચમેલી એને પ્રેમ કરવા લાગી છે. પણ મગનને એના પ્રત્યે એવા કોઈ ભાવ નહોતા. નાથાએ પહેલા સાંભળો વાંચો માથાભારે નાથો - 31 (76) 1.1k 1.8k માથાભારે નાથો (31)નાથાની ચિંતામાં સતત ત્રણ દિવસ પસાર થયા.મગન,રાઘવ અને રમેશ બોહોશ નાથાને જોઈ જોઈને રુદનને રોકી રહ્યા હતા.ડો.સંદીપ પેઠે ખ્યાતનામ ન્યુરોસર્જન હતા.ઓપરેશન પણ સફળ રહ્યું હતું. જે કાર સાથે નાથાનો અકસ્માત થયો હતો એ યુવકને પણ મહાવીર હોસ્પિટલમાં ...વધુ વાંચોદાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કર્યો હોવાથી નાથાની સારવારનો ખર્ચ વીમા કંપની તરફથી મળી જવાનો હતો.પણ મગનને કે એના દોસ્તોને એવી કંઈ ચિંતા નહોતી.એકવાર બસ નાથો આંખો ખોલે,એની રાહમાં બેચેન બનીને સમય પસાર કરી રહ્યાં હતાં.નાથાના હાથ અને પગમાં પણ ફેક્ચર થયું હોવાથી ત્યાં પણ ઓપરેશન કરવા પડ્યા હતા.દિવસમાં દસવાર મગન અને રાઘવ ડોકટરને સાંભળો વાંચો માથાભારે નાથો - 32 (60) 1.1k 2.1k માથાભારે નાથો (32) વીરજી ઠુંમરને ત્યાંથી પચાસ હજાર રૂપિયાની બાકીનું બુચ મારીને ભીમજીએ નરશીના કારખાને ઘાટ કરવા માંડ્યો હતો.નરશીના એ કારખાના નો મેનેજર ગોરધન ગોધાણી હતો. ગોરધન એક બાહોશ અને બુદ્ધિશાળી હતો.એની નજર કાચા હીરાની અંદર રહેલી કસરને જોઈ ...વધુ વાંચોઅને એ જ રીતે કોઈપણ કારીગરના મનમાં રહેલી કસર પણ એ જોઈ શકતો.બેઠી દડીનો,ઉભા વાળ ઓળતો અને નાળિયેર જેવા માથાનો માલિક ભીમજી મૂછો રાખતો.અને એનું પેટ, મોટી ફાંદ બનવાના ખ્વાબોમાં રાચતુ હોય એમ ધીરે ધીરે બહાર આવી રહ્યું હતું..ગોરધનને મૂછોવાળો કારીગર દીઠયો પણ ગમતો નહીં.નરશીશેઠ ભલે આને બીજાના કારખાનેથી ખેંચી લાવ્યા હોય પણ ગોરધનને આ ભીમજીમાં પચાસ હજાર જેવી એ સાંભળો વાંચો માથાભારે નાથો - 33 (61) 1.3k 2.7k માથાભારે નાથો (33)"જોરુભા, આમ ચકલાચુંથે ભૂખ નહીં ભાંગે..આમ જોવો નરશી માધાના કારખાનામાં તિજોરી છે..માલિકોર રૂપિયા હમાતા નથ..પાનસો પાનસોની અને હજાર હજારની નોટું ના બંડલના બંડલ પડ્યા સે...તમે કાંયક પ્લાન કરો..આપડે આખી તિજોરી જ ઇની માને દવ, ઉપાડી લેવી.."ભીમાએ જોરુભાને ...વધુ વાંચોવાત કરીને ખોંખારો ખાધો.અને 135નો મસાલો ચોળવા લાગ્યો.જોરુભાને તિજોરીની વાતમાં રસ તો પડ્યો.પણ એ કામ કંઈ સહેલું નહોતું.કારખાનાની તિજોરી બહુ વજનદાર હોય..અને કોઈ રીતે એ તુટે એવી બિલકુલ ન હોય..જોરુભા કોઈ કામ સમજ્યા વિચાર્યા વગર કરતો નહીં.."તારી જાતના ભીમલા... હાળાવ તમે કઈ જાતના છો..જેનું ખાવ છો એનું જ ખોદતાં તમને શરમ આવવી જોવે..નરશી માધા જેવા શેઠિયાઓ તમારી જેવા કેટલાય હલકટનું સાંભળો વાંચો માથાભારે નાથો - 34 (61) 1.1k 2.4k માથાભારે નાથો (34) રામા ભરવાડની ગેંગ, રાત્રે મેટાડોર(નાનો ટેમ્પો) લઈને એના તબેલા પરથી નિકળી ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો.કામરેજથી સુરત જતો સિંગલ પટ્ટી રોડ સુમસામ હતો.સરથાણાં જકાતનાકા પર એક બે પોલીસ ઉભા રહેતા પણ જોરુભાને ખાતામાં ઓળખાણ હતી,અને જોરુભા ...વધુ વાંચોજ સાથે આવવાના હતા એટલે ચિંતા નહોતી.રામો એનું બુલેટ લઈને સરથાણા જવા નીકળ્યો હતો. મેટાડોરમાં ગ્રીલ કાપવાના કટર, અને તિજોરી ઉપાડવા જરૂરી લાગ કરવા માટે લોખંડના પાઈપ પણ સાથે લેવામાં આવ્યા હતા.ભીમજી આજની રાત નરશીના કારખાનામાં જ સુઈ રહ્યો હતો. મેટાડોરમાં ડ્રાઇવર અને બીજા બાર જણ સામેલ હતા.સાત રામાના સાગરીતો અને બીજા ચાર જણ ભીમો લાવ્યો હતો. નંદુડોશીની વાડી તરીકે સાંભળો વાંચો માથાભારે નાથો - 35 (59) 1.1k 2.4k નંદુડોશીની વાડીમાં નરશી માધાની તિજોરીની ચોરીના સમાચાર સવારે પાંચ વાગ્યે એ આખા વિસ્તારમાં આગની જેમ ફરી વળ્યાં..છાપા નાંખવા આવેલા એક ફેરિયાએ સૌ પ્રથમ મકાન નં-59 આગળ રચાયેલું રમખાણ જોયું હતું પણ પોલીસના લફરામાં પડીને પોતાનો નાનો અમથો ધંધો એ ...વધુ વાંચોમૂકવા માંગતો ન્હોતો.છતાં પોતાના ગ્રાહકનું હિત તેના હૈયે વસ્યું હતું. નરશીના કારખાનામાં આવીને એણે કારીગરોને જગાડ્યા હતા. વારાફરતી જાગેલા બધા કારીગરોમાં શરૂ થયેલો ગણગણાટ અંતે કોલાહલમાં પરિવર્તિત થયો ત્યારે ભીમો પણ આળસ મરડીને, સૌથી છેલ્લે ઉઠ્યો. ભીમાએ ઓફિસમાં તોડી નાખવામાં આવેલ ટેબલના કાટમાળમાંથી ટેલિફોન ડાયરી શોધીને નરશીશેઠનો નંબર લગાવ્યો ત્યારે સવારના સાડાપાંચ થયા હતા. કસમયે વાગતી સાંભળો વાંચો માથાભારે નાથો - 36 (67) 1.1k 2.4k માથાભારે નાથો (36) "આવ ભીમા,આવ. બોલ્ય, શું પીવું સે ? સા કે ઠંડુ ? આજ તારી ઉપર બહુ પ્રેમ ઉભરાણો છે... તેં માલામાલ કરી દીધાં. નરશી માધા તો રોડ ઉપર જ આવી ગયો હમજને ! " રામા ભરવાડે ભીમાનું, ...વધુ વાંચોસ્વાગત કરતા કહ્યું.ભીમો, રામાના મીઠા બોલ સાંભળી ફુલાયો..."ઈ તો ભાયડાના ભડાકા જ હોય..હવે તમે જોવો.. ઇનીમાને પસાસ ઘંટીનું કારખાનું ઠોકી દેવું સે. ઓલ્યા ગોધિયાને જ મેનેજર રાખવો સે. આમ જોવો, રામાભાઈ તમે મુંજાતા નહીં.. તમારા લાયક કામ પણ હું તમને ગોતી દશ..તમારે હવે કોકની બાકિયું વસુલ કરવાનો ધંધો પણ મૂકી દેવાનો સે..આપડા કારખાને ગુરખાની જરૂર પડશે..ઇનીમાને કોયને માલીપા આવવા નઈ સાંભળો વાંચો માથાભારે નાથો - 37 (63) 1.1k 2.3k માથાભારે નાથો (37) હંસ સોસાયટી એ સમયમાં વરાછારોડ પર પોશ એરિયા ગણાતી.હીરા ઉધોગના ધનકુબેરોના અને અમુક સુરતી લોકોના બંગલા આ સોસાયટીમાં હતા. એ સમયમાં 13 નંબર અપશુકનિયાળ માનવામાં આવતો હોવાથી કોઈએ એ બંગલો ખરીદ્યો ન્હોતો.કોઈ વધારે સમય એમાં ...વધુ વાંચોપણ રહેતું નહીં. રાઘવને જ્યારે એ બંગલો ખાલી હોવાના અને પ્રમાણમાં ભાડું પણ સસ્તું હોવાના સમાચાર મળ્યા ત્યારે તરત જ એણે ડિપોઝીટના પચ્ચીસ હજાર આપી દઈને પોતાના સહિત ત્રણેય મિત્રો માટે એ બંગલો ભાડે રાખી લીધો હતો. રાઘવની પત્ની એનું નાનું બાળક લઈને ઘણા સમયથી ગામડે એના બા-બાપુજી સાથે રહેતી હતી.રાઘવને નાના ભાઈ બહેન પણ હતા. રાઘવની બહેન ભાવનગર સાંભળો વાંચો માથાભારે નાથો - 38 (71) 1.1k 3.3k માથાભારે નાથો (38)કામરેજ પોલીસ સ્ટેશનમાં આવેલા ફોનથી પોલીસખાતું હરકતમાં આવ્યું હતું.કોઈ ખેડૂતનો ફોન હતો કેએના ખેતરમાં કોઈએ લીમડાના ઝાડની ડાળીએ ગળાફાંસો ખાધો હતો..!પોલીસે,એ વાડીમાં જઈને લાશનો કબજો લીધો.ફોટો ગ્રાફરે ફોટા પાડ્યા અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી..બીજા દિવસે ન્યૂઝપેપરમાં ...વધુ વાંચોલાશના ફોટા જોઈને નરશીએ કતારગામ પોલીસ સ્ટેશને ફોન કર્યો અને એ લાશ ભીમજી મૂછ ની હોવાનું જણાવ્યું.અને એનું સરનામું વીરજી ઠૂંમર આપતો ન હોવાનું પણ જણાવ્યું. પીઆઈ હરીશ પટેલે એક કોન્સ્ટેબલને વીરજી ઠુમરનાં કારખાને મોકલીને ભીમજીનું એડ્રેસ મેળવ્યું. ભીમજીના ઘેર પૂછપરછ કરવા હેડ કોન્સ્ટેબલ જીતુભા સાથે હવાલદાર થોભણને મોલકી આપ્યો.. બપોરના સમયે બારણાં બંધ કરીને ભીમજીની બૈરી અને પેલો ફૂલ સાંભળો વાંચો માથાભારે નાથો - 39 (60) 930 2k માથાભારે નાથો ( 39) હંસ સોસાયટીના મકાન નં 13 માં રાઘવ એનું ફેમિલી લઈ આવ્યો હતો. ઉપરના માળે રાઘવે રસોડું ચાલુ કર્યું એટલે મગન અને રમેશે ત્યાં જમાવનું ગોઠવી દીધું જેથી નાથાની બાને બહુ તકલીફ ન પડે. ...વધુ વાંચોઆપેલી રફનો વેપાર સારો આવી રહ્યોં હતો.નાથો, એ રફ બજારમાં વેચીને સારા પૈસા કમાઈ રહ્યો હતો અને રાઘવે પણ ઠીક ઠીક નાણાં ભેગા કર્યા હતાં. સાંજે જમીને ચારેય દોસ્તો બેઠા હતાં. રમેશને હીરાના બિઝનેસમાં કોઈ રસ નહોતો. રાઘવે નાથાને કહ્યું, "નાથા, હવે આપણે આપણું કારખાનું કરીએ.હું તને મુંબઈથી જે કાચા હીરા મોકલું એ આપણે આપણા કારખાનામાં જ તૈયાર કરીએ સાંભળો વાંચો માથાભારે નાથો - 40 - છેલ્લો ભાગ (121) 932 1.9k માથાભારે નાથો (40) કેતનની આંગળી પકડીને મગન મોટાભાઈના ઘરના દાદર ચડી રહ્યો હતો.મનમાં ઘણો સંતાપ હતો.ભાઈએ પોતાનુ ભલું ઈચ્છયું હતું, પણ પોતે ગેરસમજ કરી બેઠો હતો.આખું વરસ એમ જ પસાર થઈ ગયું. ઘણીવાર ભાઈ અને ભાભીની યાદ આવતી.કેટલા ...વધુ વાંચોમોટાભાઈએ એને રાખ્યો હતો.. અમદાવાદ કોલેજમાં ભણતો હતો ત્યારે ભાઈ હંમેશા નાસ્તો લઈને આવતા.નવા કપડાં લઈને આવતા.પોતે કોલેજમાં ભણતો એ વાતનું કેટલું ગૌરવ હતું એમને..! સાથે હીરા ઘસતા બીજા કારીગરોને એ છાતી ફુલાવીને કહેતા કે મારો ભાઈ અમદાવાદમાં કોલેજ કરે છે...! વેકેશનમાં એ સુરત આવતો ત્યારે ભાભીઓ પણ રોજ નવી નવી વાનગીઓ બનાવતી. બિચારા મગનભાઈને હોસ્ટેલમાં સારું ખાવા સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी bharat chaklashiya અનુસરો