યોગ સંયોગ - નવલકથા
Bhumi Joshi "સ્પંદન"
દ્વારા
ગુજરાતી નવલકથા પ્રકરણ
સબંધો હમેશ ઋણાનુબંધિત હોય છે.દરેક સબંધ તૂટે કે જોડાય તેની પાછળ યોગ એટલે કે કિસ્મત હોય છે. સંબંધોના તણાવાણા યોગ સંયોગ આધારીત ગૂંથાય છે. પ્રેમ પામવો કે ગુમાવવો તે પણ યોગ એટલે કે કિસ્મતને આધીન હોય છે. કેમ ...વધુ વાંચોકોઈ પણ સંબંધને ગમે તેટલો પ્રેમ અને વિશ્વાસથી ગૂંથીએ પણ જો તમારો તે સબંધ સાથે યોગ જ ન હોય તો ? તો સંબંધોની એ દોર લાખ પ્રયત્નો કરવા છતાં તૂટી જાય છે.અને જો તેનો યોગ હોય તો લાખ ગાંઠ હોય તો પણ તે અતૂટ રહી જાય છે.
આવી જ એક નવલકથા આપની સમક્ષ લઈને આવી છું.
પ્રતિલિપિ વાર્તા સમ્રાટ સ્પર્ધા અંતર્ગત આ નવલકથા રજુ કરી રહી છું.
અદ્વિકા, અન્વય, આધ્યા અને અભિનવ આ વાર્તાના મુખ્ય પાત્રો છે. તે યોગ સંયોગને આધીન થઈ પ્રેમ અને વિરહમાં ઝઝૂમે છે.અનહદ પ્રેમ હોવા છતાં સંયોગ એટલે કે સંજોગો સામે વિવશ બની જાય છે.
વાચક મિત્રો માણવા માટે તૈયાર થઈ જાવ અદ્વિકા, અન્વય આધ્યા અને અભિનવની પ્રેમ કહાની. જે પ્રેમ અને વિરહની સાથે સાથે રહસ્યો અને રોમાંચથી ભરપૂર છે.
મારી આગળની નવલકથાની જેમ આ પણ આપ સૌને ખૂબ ગમશે તે વાતનો મને વિશ્વાસ છે. આપ સૌ મારી આ નવલકથાને સ્નેહ સહર્ષ સ્વીકારી મને પ્રોત્સાહિત કરશો તેવી આશા સાથે.... મને આપના અમૂલ્ય પ્રતિભાવનો ઇન્તઝાર રહેશે.
ચાલો જોડાવ મારી સાથે, આ નવી સફરમાં....
યોગ સંયોગ ભાગ 1પ્રસ્તાવના સબંધો હમેશ ઋણાનુબંધિત હોય છે.દરેક સબંધ તૂટે કે જોડાય તેની પાછળ યોગ એટલે કે કિસ્મત હોય છે. સંબંધોના તણાવાણા યોગ સંયોગ આધારીત ગૂંથાય છે. પ્રેમ પામવો કે ગુમાવવો તે પણ યોગ એટલે કે કિસ્મતને ...વધુ વાંચોહોય છે. કેમ કે કોઈ પણ સંબંધને ગમે તેટલો પ્રેમ અને વિશ્વાસથી ગૂંથીએ પણ જો તમારો તે સબંધ સાથે યોગ જ ન હોય તો ? તો સંબંધોની એ દોર લાખ પ્રયત્નો કરવા છતાં તૂટી જાય છે.અને જો તેનો યોગ હોય તો લાખ ગાંઠ હોય તો પણ તે અતૂટ રહી જાય છે. આવી જ એક નવલકથા આપની સમક્ષ લઈને આવી છું. પ્રતિલિપિ વાર્તા સમ્રાટ સ્પર્ધા
અભિનવને ચેરમાં પછડાતાં જોઈ આધ્યાની ચીસ નીકળી ગઈ. "અભિનવ..." આધ્યા તેની પાસે આવી બોલી, "ટેક ઈટ ઈઝી અભી ! શા માટે આટલો સ્ટ્રેસ લે છે ! હું છું ને ! આધ્યા એકીટશે અભિનવને જોઈ રહી." છ ...વધુ વાંચોઊંચાઈ , અતિ ગોરો વર્ણ, ભૂરી આંખો, થોડા ભૂરા થોડા સોનેરી વાળ, ટ્રિમ કરેલ દાઢી તેને ડેશીંગ લુક આપતી હતી. કોઈને પણ પ્રથમ નજરે ગમી જાય તેવો હતો અભિનવ પારેખ. આધ્યા , અભિનવની એકદમ નજીક આવી ગઈ. એટલી નજીક કે અભિનવ તેના શ્વાસને મહેસુસ કરી શકતો હતો.તેની આંખોમાં ગજબનો નશો હતો. તેના દિલની તેઝ ધડકન સાંભળી અભિનવ, ચેરને પગેથી પાછળ હડસેલતા થોડો દૂર ખસી ગયો. તે ચેર પરથી
અદ્વિકા નિશાબેનના રિપોર્ટ જોઈ ચિંતિત હોય છે. તે બોલી, "પપ્પા , મમ્મીને આ વિશે કશી જાણ ન થવી જોઈએ. ડો.મહેરાએ પણ તે જ વાત કહી. મમ્મીને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે તે જ દવાઓ છે. બસ એટલું જ કહેવાનું છે. એમ ...વધુ વાંચોમહેરા અંકલે કહ્યું છે, આપણે પહેલા દવાઓ અને અન્ય ટ્રીટમેન્ટ કરીએ જરૂર જણાશે તો જ સર્જરી કરીશું." "આજથી મમ્મીને બસ ખુશ રાખવાના છે. અહીંયાંથી આપણે મંદિરે જઈએ પછી ઘરે જઈશું." અદ્વિકા બોલી. ત્યાંથી તેઓ મંદિર જવા નીકળ્યા.રસ્તામાં નિશાબેને પોતાના રિપોર્ટ વિશે પૂછ્યું. પણ અદ્વિકાએ ખૂબ સરળતાથી વાત સંભાળી લીધી. આ જોઈ આકાશભાઈને અદ્વિકા પર માન થયું. અદ્વિકા જાતે કાર
અદ્વિકા પોતાના લેપટોપ સ્ક્રિન પર પોતાનો અન્વય સાથેનો ફોટો જોઈ ભાવવિભોર બની ગઈ.તેની નજરો સમક્ષ અન્વય સાથેના ભૂતકાળના પ્રેમભર્યા સંગાથના દિવસો તરવરવા લાવ્યા. ************ અદ્વિકા, અન્વય જેવા પ્રેમાળ પતિને પામીને ખુશ હતી. ખૂબ સોહામણો દેખાતો. અન્વય એક સફળ ...વધુ વાંચોહતો. ખૂબ નાની ઉંમરમાં તે બિઝનેસની દુનિયાનો બુલંદ સિતારો હતો. દેશમાં તો શું વિદેશમાં પણ તેની કંપનીનો ડંકો વાગતો. મોટા મોટા બિઝનેસમેન તેની કંપની સાથે ટાયપ કરવા તત્પર હતા. આટલો મોટો બિઝનેસમેન હોવા છતાં તેને બિલકુલ પણ અભિમાન ન હતું. તેનો સ્વભાવ એટલો સરળ અને લાગણીશીલ હતો કે દરેકના દિલમાં વસી જાય. અન્વયના સ્વભાવની બીજી એક ખાસિયત હતી.તે ખૂબ હસમુખો હતો.જ્યાં જાય ત્યાં
અદ્વિકા, અન્વયનો ખૂબ જ બેતાબીથી ઇન્તઝાર કરતી હતી. દર બે કલાકે આવેલ લગભગ દસ જેટલા બુકે, કાર્ડસ, ચોકલેટ જેવા અલગ અલગ સરપ્રાઈઝ ગિફ્ટને તેણે હોલના એક કોર્નરમાં ખૂબ સુંદર રીતે ગોઠવ્યા હતા. અન્વય, અદ્વિકાને દરેક વખતે અલગ અલગ સરપ્રાઈઝ ...વધુ વાંચોતેના સ્પેશિયલ દિવસને વધુ સ્પેશિયલ બનવતો આ તેની ખાસિયત અને અદ્વિકાને પ્રેમ કરવાની તેની આગવી અદા હતી. અન્વય દરેક વખતે નિતનવા અંદાજથી અદ્વિકાને પોતાના પ્રેમમાં તરબોળ કરતો. અદ્વિકા પણ અન્વયના પ્રેમથી તરબોળ થઈ ખુદને નસીબદાર સમજતી હતી. જિંદગીની પ્રત્યેક પળોને તે અન્વયની પ્રેમનગરીમાં ખિલખિલાટ હસતી ખેલતી જોઈ પૂરેપૂરી તૃપ્ત હતી. પોતાનું સમગ્ર અસ્તિત્વ તે અન્વયની બાહોમાં એકાકાર કરતી. આજે પણ
અદ્વિકા રોજ સવારે વહેલી ઉઠી, બધાનો નાસ્તો બનાવી, સૌ પ્રથમ રોજ નિશાબેનને મંદિરે લઈ જતી. ત્યાંથી આવ્યા બાદ તુરંત તે ઓફિસે પહોંચી જતી. સવારે દસ વાગ્યે તે અચૂક ઓફીસ પહોંચી જતી. આજે તે ઓફીસ નીકળી એટલે રસ્તામાંથી જ ...વધુ વાંચોતેણે ડો. મહેરાને ફોન કર્યો. "હેલ્લો અંકલ.. "ફોન રિસીવ થતા અદ્વિકા બોલી. "હેલ્લો બેટા! આજે સવાર સવારમાં ?" ડો.મહેરા બોલ્યા. "અંકલ મમ્મીનો રિપોર્ટ આવી ગયો ? "અદ્વિકા ગંભીર સ્વરે બોલી. "બેટા, તું એક કામ કર આજે સાંજે તું રિપોર્ટ કલેક્ટ કરતી જજે. એમ પણ મારે તારી સાથે વાત કરવી છે." ડો.મહેરાએ કહ્યું. ડો.મહેરાની વાત સાંભળી અદ્વિકા ચિંતિત થઈ
અભિનવનો ચહેરો જોઈ આધ્યા હસવા લાગી. તે બોલી, "ચિલ... તારી જાસૂસી નથી કરતી. પણ તારું આમ આખો દિવસ મારી સાથે રહેવું મને બધું સમજાવી ગયું. હું તારી નસનસને જાણું છું. તારા મનને વાંચી શકું છું. આજ વાત કરવા ...વધુ વાંચોમને અહીં લાવ્યો ? જે તું નથી બોલતો તે તારી આંખો બોલે છે. " આધ્યાની વાત સાંભળી અભિનવ બોલ્યો, "સોરી ડિયર ! હવે હું નહીં રોકાઈ શકું. મેં બે દિવસ બાદની ટિકિટ પોસ્ટપોન કરી આજ સાંજની કનેક્ટેડ ફ્લાઈટ અવેલેબલ હતી તે કરી છે. તું જ વિચાર કે, જે ફ્લાઈટમાં બે દિવસ પહેલા વેઇટિંગ હતું. તેમાં આજે અચાનક મળી ગઈ. સ્નો ફોલ
અદ્વિકા એરપોર્ટની બહાર અરાઇવલ લોન્જમાં આવી. તેણે જોયું તો લોન્જ પોતાના સગા સંબંધીઓને લેવા આવનાર વ્યક્તિઓથી ખીચોખીચ ભરેલ હતી. પિકઅ કરવા આવનાર દરેક વ્યક્તિઓના ચહેરા પર ખુશી અને ઈન્તઝાર જોવા મળતો હતો. આટલા વરસાદમય વાતાવરણમાં પણ લોકોના ટોળા હતા. ...વધુ વાંચોગાર્ડ વ્યવસ્થા મેનેજ કરતા હતા. પણ એ વ્યવસ્થામાં પણ પોતાની વ્યવસ્થા શોધી કાઢે તે આપણો ગુજરાતી ! ખરેખર એરપોર્ટ પર પોતાના સ્નેહીજનને લેવા આવીએ ત્યારે મનમાં ખુશીની અલગ જ લહેર દોડતી હોય. અદ્વિકાને એ દિવસ યાદ આવી ગયો જ્યારે અન્વય ત્રણ દિવસ માટે બોમ્બે ગયો હતો અને પોતે તેને લેવા અહીં આવી હતી. કેટલી આતુરતા તેના તન મનમાં હતી. ત્યારે પોતે અન્વયને કીધેલું
અભિનવ, સ્નેહભીની નજરે અદ્વિકાને નિહાળતો હતો. તેણે મનોમન ભગવાન શિવના ચરણોમાં ધન્યવાદ કર્યા. થોડા સમય પહેલા પોતે જે પ્રાર્થના કરી હતી તે આટલી જલ્દી પુરી થશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. તે ગદ ગદ થઈ ગયો. ...વધુ વાંચોદિલ કહેતું હતું કે જલ્દીથી પોતાના દિલની ધડકન એવી અદ્વિકાને ભેટી પડે. પણ અદ્વિકા એ તો હજુ ખુદને જોયો પણ નહોતો. તે હજુ આગળ કાંઈ વિચારે તે પહેલાં જ તેના કાન પર એક વ્હાલભર્યો સ્વર અથડાયો, "અદ્વિકા બેટા, તારી પૂજા થઈ ગઈ ? તું આવ એટલે આપણે અહીંયા બાજુના પરિસરમાં બેઠેલ પૂજારીને દાન દક્ષિણા આપી દઈએ." અદ્વિકાના નામથી સાદ સાંભળી અભિનવે
આટલા વર્ષો પછી આમ અચાનક આ ઈવેન્ટમાં અભિનવની હાજરી જોઈ અદ્વિકાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. તેના શરીરમાં અજીબ સંવેદનો ઉધામો મચાવી રહ્યાં. ફુલ એ.સી.માં પણ તેને ગભરામણ થવા લાગી. અભિનવને આમ પોતાની સામે જોઈ તે સમજી નહોતી ...વધુ વાંચોકે તે ખુશ થઈ રહી છે કે દુખી. ખુશી અને દર્દના એક સાથે એહસાસોનું ઘોડાપૂર જાણે તેની નસ નસમાં વહી રહ્યું. તેના ચહેરા પરના પ્રસ્વેદ બિંદુઑ જોઈને અભિનવને તેની ચિંતા થવા લાગી. અદ્વિકા અભિનવને જોઈ રહી. ડાર્ક બ્લૂ સૂટમાં તે વધુ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેનો ચહેરો પહેલા કરતાં વધુ સોહામણો દીસતો હતો. અભિનવની નજરમાં પણ અદ્વિકાને અચાનક જોયાના આશ્ચર્યના
ભાગ 11 ઈવેન્ટ પૂર્ણ થતાં ધીરે ધીરે બધા જવા લાગ્યા. ન ચાહવા છતાં અભિનવની નજરો અદ્વિકાની સુની માંગ પર આવીને અટકી જતી હતી. તેના આંખના ખુણે ભીનાશ બાઝવા લાગી હતી. હૃદયનો ખૂણે ખૂણો અદ્વિકાના નામથી રડી રહ્યો હતો. અને ...વધુ વાંચોએ ભીનાશ ગળે ડુમા સ્વરૂપે બાઝી હતી. ખુદને કેટલુંય રોકવા છતાં ઝાકળ સમું એ બિંદુ અભિનવની આંખના ખૂણે સરી પડ્યું. અભિનવે કોઈને પણ ખબર ન પડે તેમ તે બિંદુને સિફતથી લૂછી નાખ્યું. શ્રી પાટીલ અને અદ્વિકા બંને અભિનવ પાસે આવ્યા. તેઓ એક બીજા મોટા ટેબલ પર બેઠા. પ્રોજેકટ ડીલ માટેના જરૂરી એગ્રીમેન્ટ સાઈન કર્યા. અને પ્રોજેકટને લગતી ફાઇલ્સ તેમજ વિઝીટિંગ કાર્ડની આપ
અભિનવ પોતાની વાત ચાલુ કરે તે પહેલાં જ અદ્વિકા છલકાતી આંખોએ બોલી, " અભિનવ, શા માટે તે મારો વિશ્વાસ તોડ્યો ? મારી શું ભૂલ હતી ? " "તું તારી સફાઈ આપે તે પહેલાં એક વાત મારી સાંભળી લે. ...વધુ વાંચોપ્રશ્નોનો એ અર્થ બિલકુલ નથી કે તું ન મળ્યો તેનો કોઈ વસવસો છે. કેમ કે અત્યારે તારી સામે જે અદ્વિકા બેઠી છે તે અન્વયની અદ્વિકા છે. કેમકે તારી અદ્વિકા તો માનસિક હતાશામાં જ ખતમ થઈ ગઈ હતી. આ પરિવારની હૂંફ અને અન્વયના પ્રેમને કારણે જ હું આજે જીવું છું. અન્વયના પ્રેમે મને ફરી જિંદગી જીવવાની હિંમત આપી. પ્રેમ પરના મારા વિશ્વાસને
અભિનવ જ્યારે અદ્વિકાના ઘરેથી હોટેલ આવ્યો ત્યારે તેનું મન એક દમ શાંત હતું. વર્ષો બાદ આજે તે ખુદને અત્યંત હળવો મહેસુસ કરતો હતો. વર્ષો પછી જાણે આજે જિંદગી હસીન લાગી. તેણે પોતાની ડાયરી કાઢી જેમાં તેણે અદ્વિકાની અત્યાર સુધીની ...વધુ વાંચોઆલેખી હતી. તે ડાયરીમાં અદ્વિકાનું કાનનું એરિંગ મૂકી તેને ફરી કબાટમાં મૂકી દીધી. તેણે નક્કી કર્યું આજથી અદ્વિકા માત્ર પોતાની દોસ્ત.જો અદ્વિકા સામેથી કહેશે તો જ તે તેનો હાથ જાલી આગળ કદમો વધારશે. નહીતો આજીવન પોતાની દોસ્તનું માન, સન્માનની રક્ષા કરી હરકદમ તેનો સાથ આપશે. આ બાજુ અભિનવના ગયા બાદ અદ્વિકા પોતાના રૂમમાં આરામ કરતી હતી. જ્યારે આકાશભાઈ અને નિશાબેન અભિનવના
અભિનવ અને અદ્વિકા હોટેલ તાજના સુંદર કોટેજમાં ચટાકેદાર કાઢ્યાંવાડી ભોજનનો સ્વાદ લઈ રહ્યા હતા. અદ્વિકા, અભિનવે આપેલ ડાયરી અને લટકણનું બોક્સ જોઈ રહી. એ તે લટકણ હતું જે કોલેજ સમયે તે પહેરતી અને એક વાર ક્યાંક પડી ગયું હતું. ...વધુ વાંચોઅદ્વિકાને અત્યંત પ્રિય હતું. જેનું બીજું લટકણ આજ સુધી અદ્વિકાએ સાચવી રાખ્યું હતું. આ લટકણ જોતા જ અદ્વિકા ખુશીથી ઉછળી પડી. તેને લાગ્યું આટલા વર્ષમાં અભિનવ તેને બિલકુલ ભુલ્યો ન હતો. તેને અભિનવના કહેવાયેલ શબ્દો પર ફરી અતૂટ વિશ્વાસ થયો. તે ડાયરીના પાના ફેરવવા લાગી. જેમાં અભિનવ કેનેડા ગયો, ત્યારથી લઈને ઇન્ડિયા આવ્યો, ત્યાં સુધીની દાસ્તાન લખેલી હતી. ડાયરીના દરેક
"અદ્વિકા, તારું દિલ કહેતું હોય કે અન્વય જીવે છે તો હું ઈશ્વરને પુરા અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરીશ કે કોઈ એવા સંયોગ બને કે અન્વય તારી જિંદગીમાં પરત ફરે. ફરી અન્વયના પ્રેમથી તારી જિંદગી મહેંકવા લાગે. ફરી તમારા બંનેના પ્રેમની ...વધુ વાંચોખીલી ઉઠે. " અદ્વિકા અને અભિનવ બંને એકબીજાને પોતાના દિલની વાત કહીને સાવ હળવા મહેસુસ કરતા હતા. બંનેના દિલમાં ભૂતકાળની કોઈ શિકાયત ન હતી. બન્ને જૂનો સંબંધ ભૂલી નવેસરથી દોસ્તીની શરૂઆત કરી. જેમાં જૂની યાદોને કોઈ સ્થાન ન આપવાનું નક્કી કર્યું. જાણે એ યાદોને દિલના પટારાંમાં કેદ કરી તાળું વાસી દીધું. અદ્વિકા અને અભિનવ બંને જમીને નીકળતા હતા ત્યાં
અભિનવ અને આધ્યા બન્ને વાતો કરતા હતા ત્યાં જ ડો.રોહન આધ્યાને ચેક કરવા આવ્યા. અભિનવ તેને જોઈ ઉભો થઈ ગયો. તે બોલ્યો, "સર, આધ્યાને વધુ ઈજા તો નથી થઈને ? આ પાટો ક્યારે નીકળશે ? ઘાવ વધુ તો ...વધુ વાંચોને ? " અભિનવના પ્રશ્નો સાંભળી ડો. રોહન હસવા લાગ્યા. "તે બોલ્યા, ડોન્ટ વરી ઘાવ વધુ નથી. પાટો એક બે દિવસમાં નીકળી જશે. અને હમણાં એક ઈન્જેક્શન આપી દઈએ પછી એક કલાક બાદ આપ તેને ઘરે લઈ જઈ શકો છો." ડોકટરની વાત સાંભળી અભિનવને રાહત થઈ.અભિનવ ફરી આધ્યાને ભેટી પડ્યો. તેને અહેસાસ થઈ ગયો હતો કે આધ્યા વગર તે જીવી નહીં
ડો.રોહન અને અન્ય એક ડોકટર અન્વયને ચેક કરી રહ્યા હતા. તેના પલ્સ ધીમા પડી રહ્યા હતા. અન્વયના શરીરને હજુ થોડા બ્લડની જરૂર હતી. બને ડોકટર્સ અંદરો અંદર વાત કરી રહ્યા હતા. અભિનવ બોલ્યો, સર, પ્લીઝ જેટલું બ્લડ જોઈએ તેટલું ...વધુ વાંચોલો. પણ મારા અન્વયને બચાવી લો. અન્વય નામ સાંભળતા ડોકટર ચોંક્યા. તેમને આશ્ચર્ય ચકિત જોઈ અભિનવ બોલ્યો, " હા.. આ મિસ્ટર અન્વય સક્સેના છે. મારી ખાસ દોસ્તના પતિ. વેબલોજી સ્ફેર કંપનીના મલિક અન્વય સક્સેના છે. એમના માટે હું મારો જીવ આપતા પણ ન અચકાઉં. પ્લીઝ જેટલું પણ બ્લડ જોઈએ તે લઈ લો પણ અન્વયને બચાવી લો. તે જેનું નામ લઈ
અભિનવના પ્રયાસની ખૂબ સકારત્મક અસર અન્વય પર પડવા લાગી. સતત ચાર દિવસ સુધી આધ્યા હોટેલથી પ્રોજેક્ટનું કામ અદ્વિકા સુધી મોકલી દેતી. અદ્વિકાને એવું જ લાગતું કે કામ અભિનવ કરે છે. રોજ રાતે એક વાર અભિનવ, અદ્વિકા સાથે વાત ...વધુ વાંચોજરૂરી સુધારા, વધારા કરી દેતો. આમ કામ પણ આગળ ચાલતું રહેતું. રોજ આ જ પ્રમાણે કરવાથી અન્વયના શરીરમાં હલન ચલન થવા લાગ્યું. તે કોમાંમાંથી બહાર આવવા લાગ્યો.પણ હજુ પૂરેપૂરું ભાન ન હતું. હજુ તેણે આંખો ખોલી ન હતી. પાંચમા દિવસે અભિનવ હોસ્પિટલ પહોંચ્યો. થોડીવાર ફરી એ જ વાતો કરી. એટલે અભિનવના આશ્વર્ય વચ્ચે અન્વય આંખ ખોલી બોલ્યો, "દોસ્ત હવે બંધ કર