Bhumi Joshi "સ્પંદન" લિખિત નવલકથા ચાંદની | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ ચાંદની - નવલકથા નવલકથા ચાંદની - નવલકથા Bhumi Joshi "સ્પંદન" દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (231) 5.6k 10.1k 20 લંડન... ટાવર બ્રીઝ રોડ પર રેડ કલરની મર્સિડીઝ ફરી રહી હતી... લન્ડન ના સૌથી પ્રખ્યાત સ્થળોમાનું આ એક સ્થળ હતું... એટલે જ ટુરિસ્ટો નું આકર્ષણ નું કેન્દ્ર હતું ..ટાવર બ્રિજ ખુલવાના અને બંધ થવાના ચોક્કસ સમય હતા. ...વધુ વાંચોટુરિસ્ટો આ આહલાદક નજારો નિહાળવા કલાકો સુધી રાહ જોતા... જેના લીધે આ રોડ પર હંમેશા થોડું ટ્રાફિક રહેતું.. તેમાં પણ વેકેશન કે રજાઓના સમયમાં વિદેશીઓ કરતા અહીંયા ભારતીય ટુરિસ્ટો વધુ જોવા મળતા... સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવા એપિસોડ્સ : Every Saturday ચાંદની - પાર્ટ 1 (20) 768 1.2k લંડન... ટાવર બ્રીઝ રોડ પર રેડ કલરની મર્સિડીઝ ફરી રહી હતી... લન્ડન ના સૌથી પ્રખ્યાત સ્થળોમાનું આ એક સ્થળ હતું... એટલે જ ટુરિસ્ટો નું આકર્ષણ નું કેન્દ્ર હતું ..ટાવર બ્રિજ ખુલવાના અને બંધ થવાના ચોક્કસ સમય હતા. અને ટુરિસ્ટો ...વધુ વાંચોઆહલાદક નજારો નિહાળવા કલાકો સુધી રાહ જોતા... જેના લીધે આ રોડ પર હંમેશા થોડું ટ્રાફિક રહેતું.. તેમાં પણ વેકેશન કે રજાઓના સમયમાં વિદેશીઓ કરતા અહીંયા ભારતીય ટુરિસ્ટો વધુ જોવા મળતા... ચાંદની તેની સેક્રેટરી કવિતા શર્મા સાથે ગાડીમાં બેસી આ નજારો નિહાળી રહી હતી ...અને વચ્ચે વચ્ચે કંઈક વિચારી રહી હતી ...ત્યાંજ ડ્રાઇવરે મર્સિડીઝ ને ઉભી રાખી... એટલે ચાંદની ની તંદ્રાવસ્થા સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 2 (21) 688 862 મર્સિડીઝ લંડન ની ભવ્ય હોટેલ cornithia London પર આવી ઉભી રહી...ચાંદની અને તેની સેક્રેટરી કવિતા શર્મા નીચે ઉતર્યા... ત્યાં જ ચાંદની નું ધ્યાન રિસેપ્શન કાઉન્ટર પર કોઈ ઉભુ હતું ત્યાં પડ્યું ચાંદની સમજી ગઈ કે રાજ આવી ગયો લાગે ...વધુ વાંચોચાંદની અને કવિતા હોટેલની અંદર આવ્યા... રિસેપ્શન હોલ ની ભવ્યતાજ હોટેલની ભવ્યતાને ઉજાગર કરી રહી હતી... આખા રિસેપ્શન હોલને અવનવા ગ્લાસ થી સજાવી, એકદમ ક્લાસિક અને ગ્લોસી લૂક આપવામાં આવ્યો હતો... હોટેલ ના ગેટ માં એન્ટર થતા જ જમણી બાજુએ રાખેલી કૃષ્ણની મૂર્તિ વિદેશમાં પણ ભારતની સંસ્કૃતિ ને નિખારી રહી હતી...રિસેપ્શન હોલમાં ગોરાઓ કરતાં ભારતીયો વધુ દેખાતા હતા ...ચાંદની આ સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 3 (21) 660 926 હોટેલના સ્યૂટમાં રાજ સાથે ચાંદની સ્યુટ ની ભવ્યતા ને નિહાળતી હતી.. ત્યાં જ તેની નજર સ્યુટ ની દીવાલ પર લગાવેલા આઈના પર પડી ..અને તે થરથર કાંપવા લાગી.. તેના ચહેરા પર પસીનો થવા લાગ્યો.. તેને ચક્કર આવવા લાગ્યાં ..તે ...વધુ વાંચોપડવા જતી હતી ..ત્યાં જ રાજે તેને પકડી લીધી.. રાજે તેને બેડ પર સુવડાવી તરત જ લીંબુ જ્યુસનો ઓર્ડર આપ્યો ..થોડીવારમાં લીંબુ જ્યુસ આવી ગયું.. રાજે ચાંદનીને તે પીવડાવ્યું ..હવે ચાંદની ને કંઈક સારું લાગ્યું.. પણ હજી બેડ પર થી ઊઠવાનું મન થતું ના હતું...રાજને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો.. ચાંદની એટલે ખરેખર સ્વર્ગની અપ્સરા ..ખરા અર્થમાં ચાંદની... ચાંદની સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 4 (18) 672 1k હોટેલ સ્યુટ ના વિશાળ બેડ પર.. ચેતના વિહીન પડેલી ચાંદની.. પોતાના મોબાઈલમાં જાણીતી રીંગટોન સાંભળી.. એક ઝાટકે ઊભી થઈ.. મોબાઇલને હાથમાં લીધો.. મોબાઈલ સ્ક્રીન પર નામ અને તસવીર જોઈ તેનામાં જાણે નવી ઉર્જાનો સંચાર થયો ...આંખોની ચમક અને ચહેરાની ...વધુ વાંચોઝળહળી ઉઠ્યા... બાજુમાં બેઠેલો રાજ ચાંદની ના ચહેરાના બદલાતા ભાવ નિરખી રહ્યો હતો.. મન થી તેને હવે થોડી નિરાત થઈ.. કદાચ તેની સામે ચાંદની ખુલીને વાત નહીં કરી શકે.. તેમ વિચારી તે ફ્રેશ થવા ના બહાને બાથરૂમમાં જઈ શાવર ચાલુ કર્યો... હેલો માસીબા.. માસીબા...તમારી બહુ યાદ આવે છે... તમે કેમ સાથે ન આવ્યા.. તમારા વગર મને કોણ સંભાળશે.. આટલું બોલતા સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 5 (29) 634 1.1k કાગળ પર મેં મારી જિંદગી લખી દીધી... આંસુઓથી સીંચીને ખુશી લખી દીધી.. દર્દ જ્યારે ઊભર્યું , મારા હોઠો પર... લોકો બોલ્યા ... વાહ શું ગઝલ લખી દીધી...!!? રાજની નજરથી બેખબર ચાંદની હોટલની બાલ્કનીમાં ઊભી ઊભી કવિતા ...વધુ વાંચોરહી હતી.. સામેની બાલ્કનીમાં શાંત ચિત્તે ઉભો રાજ ચાંદનીના ખુશીથી છલકાતા ચહેરાને અને તેની કવિતા ની મીઠાશ ને જોઈ અને સાંભળી રહ્યો હતો.. ત્યાંજ રાજ ના ફોનની ઘંટડી રણકી... મિસ્ટર રાજ આર યુ રેડી ..મારો ડ્રાઇવર કાર લઇ તમને પીકપ કરવા આવે છે... તમે ચાંદની સાથે રિસેપ્શન કાઉન્ટર પર આવી જાવ... મિસ્ટર મિતલ ની વાત સાંભળી રાજ બોલ્યો ઓકે વી સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 6 (30) 506 1.1k ચાંદનીનો શો પૂરો થતાં તેના ફેન્સ ઓટોગ્રફ માટે સિક્યુરિટી ને ધકેલી પુરવેગે ચાંદની તરફ ઘસી આવ્યા...ચાંદનીની નજર સ્ટેડિયમની પેલી લાઈનમાં બેસેલ વ્યક્તિ પર હતી...તે તેના સુધી પહોંચવા માંગતી હતી...પણ ફેન્સના ટોળાએ તેને ઘેરી લીધી...લાખ ચાહવા છતાં તે સ્ટેજની નીચે ...વધુ વાંચોના શકી... બધાને ઑટોગ્રફ આપતી અને બધાનું અભિવાદન ઝીલતી તેમાં માંડ ટોળા થી બહાર આવી નજર કરી તો તે જગ્યાએ તેણે જોયેલ ચહેરા ના બદલે કોઈ અન્ય ચહેરો જોવા મળ્યો... તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો..! એક પલ માટે લાગ્યું કે તે આ ચહેરાને તે કેમ ભૂલી શકે...?? ફરી વિચાર્યું કે આ કદાચ તેનો ભ્રમ હોઈ શકે...પણ મન સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 7 (20) 494 1k ચાંદનીનો પરિવાર બે રૂમ રસોડાના નાનકડા ફ્લેટ માં રહેતો હતો..પણ આજે આ ફ્લેટને ચાંદની ના પરિણામની ખુશીમાં ફૂલો થી ખૂબ સરસ રીતે સજાવ્યો હતો... દરેક માં બાપ માટે દીકરીની દરેક ખુશી કે નાનકડી કામયાબી પણ એક ઉત્સવ સામાન હોય ...વધુ વાંચોએટલે જ તેને યાદગાર બનાવવાનો એક પણ મોકો તે ચૂકતા નથી... મિતાબેન અને કિરીટભાઈ માટે ચાંદની તેના જીગરનો ટુકડો હતી...તેની એક ખુશી માટે તે બધું જ કરી છુટતા...અને આજે તો ચાંદની એ સમાજમાં પરિવારનું નામ રોશન કર્યું હતું..એટલે આજના દિવસને કિરીટ ભાઈ યાદગાર બનાવવા માંગતા હતા.. બધાએ મળી સાંજ સુધીમાં તો બધી જ તૈયારી કરી દીધી હતી..પાર્ટીમાં ચાંદની ની ખાસ સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 8 (22) 468 1k અનુરાગની નજરો બાથરૂમમાંથી બહાર નીકળી ચાંદની ને શોધી રહી હતી... નાનો અમથો હોલ મહેમાનોથી ખીચોખીચ ભરેલો હતો તેણે આમ તેમ નજર દોડાવી પણ વ્યર્થ. તે બહાર આવી અંજલી અને તેની ફ્રેન્ડ સાથે બેઠો. ચાંદની રસોડામાં તેની મમ્મીને મહેમાનો ની ...વધુ વાંચોગતિ અને નાસ્તાની વ્યવસ્થા માં હતી.. આખી પાર્ટી નો ભાર ચાંદની એ પોતે જ ઊંચકી લીધો હતો.તેની મમ્મીને વધારે કંઈ ન કરવું પડે તે માટે પહેલેથી જ તેણે બધું સંભાળી લીધું હતું .કોઈ વ્યક્તિને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટે તે પૂરેપૂરો ખ્યાલ રાખતી હતી. ઘરે આવેલ દરેક વ્યક્તિના મુખ માં એક જ નામ હતું ચાંદની.ઘરે આવેલા મહેમાનો નું સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 9 (24) 384 836 "અંકલ મારું નામ અનુરાગ છે ...હું અંજલીનો કઝીન છું.. હું કોલેજના પ્રથમ વર્ષમાં છું.." " અરે વાહ બેટા ..કઈ કોલેજ..?" "કણસાગરા કોલેજ અંકલ.." " આ કોલેજ તો અહીંની ખૂબ જ ફેમસ કોલેજ છે ..હું પણ ચાંદની નું એડમિશન ત્યાં ...વધુ વાંચોકરવાનું વિચારું છું.." "અંકલ અંજલિનું પણ ત્યાં જ એડમિશન કરાવવાનું છે.." " ખુબ સરસ.. મારી પણ એવી ઇચ્છા હતી કે બંને સાથે હોય તો બંને સાથે આવે જાય.. તો મારી પણ ચિંતા ઓછી થઇ જાય.." "મેં અંજલીને અને તમને લોકો ને એટલે જ બેસવા કહ્યું હતું.. જેથી તમારું બંનેનું એડમિશન ક્યાં કરવું તે નક્કી કરી શકાય.. " કણસાગરા કોલેજ નું સાંભળો વાંચો ચાંદની - પાર્ટ 10 (26) 328 988 અનુરાગે આખી રાત ચાંદનીના વિચારોમાં પૂરી કરી...રાત જાણે આજે મહિના જેવી લાગી...તે વિચારતો હતો કોલેજ ના એક વર્ષમાં પોતે ઘણી સુંદર છોકરીઓ જોઈ છે...ઘણી છોકરીઓ અનુરાગ સાથે વાત કરવા ,દોસ્તી કરવા તલપાપડ રહેતી..પણ પોતે ભણવા સિવાય આવી કોઈ વાતમાં ...વધુ વાંચોનહોતો...એટલે જ ઘણા છોકરાઓ તેને પુસ્તકિયો કીડો કહેતા... પણ ચાંદનીની વાત કઈક અલગ હતી...આટલા વર્ષમાં પહેલી વાર તેનું દિલ કોઈ છોકરી માટે ધડક્યું હતું... સૂરજ દાદા પોતાના કિરણોની રોશની લઈ ધરતી પર આવી ગયા હતા...પક્ષીઓ નો મધુર કલરવ તેના કાને પડતાં તેની ખુશીનો પાર ન રહ્યો..હાશ માંડ માંડ સવાર પડી... ઘણી વાર કોઈ વ્યક્તિનો ઇન્તજાર સમયને વધારે લાંબો બનાવી દે સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Bhumi Joshi "સ્પંદન" અનુસરો