Premnu Aganphool book and story is written by Vrajlal Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premnu Aganphool is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનું અગનફૂલ - નવલકથા
Vrajlal Joshi
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી.
ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો.
લગભગ સિત્તેર ટકા જેટલા યાત્રીઓ અયોધ્યા રામજન્મભૂમિનાં દર્શન કરીને આવી રહ્યા હતા.
ટ્રેનની બારીઓમાં લાલ ભગવો ચારે તરફ લહેરાતો હતો અને પુષ્પોની માળાએ હજુએ સુગંધ વેરી રહી હતી.
સૂર્યનારાયણ ધીરે ધીરે ક્ષિતિજમાં ડૂબતા જતા હતા અને ધરતી પર અંધકારના ઓળાઓ ઊતરતા જતા હતા.
પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી.
ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો.
લગભગ સિત્તેર ટકા જેટલા યાત્રીઓ અયોધ્યા રામજન્મભૂમિનાં દર્શન કરીને આવી રહ્યા હતા.
ટ્રેનની બારીઓમાં લાલ ભગવો ચારે તરફ લહેરાતો હતો અને પુષ્પોની માળાએ હજુએ સુગંધ ...વધુ વાંચોરહી હતી.
સૂર્યનારાયણ ધીરે ધીરે ક્ષિતિજમાં ડૂબતા જતા હતા અને ધરતી પર અંધકારના ઓળાઓ ઊતરતા જતા હતા.
બીજા દિવસની સવાર પડતાં જ પ્રેમ, સદ્દભાવના સાથે સંપથી રહેતા, ગુજરાતમાં ચારે તરફ નફરતની આંધી ફૂંકાઇ અને વેરની અગ્નિજ્વાળાથી ગુજરાત ભડકે બળવા લાગ્યું.
આખા ગુજરાતને રાત્રે બનેલા બનાવ પછી હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર તરફથી તાત્કાલિક કડક પગલાં લેવાની ...વધુ વાંચોસાથે બીજાં રાજ્યોમાંથી સીમા સુરક્ષાદળના જવાનોને ગુજરાત તરફ રવાના થવાનો આદેશ આપી દેવામા આવ્યો.
પોળમાં એકદમ સન્નાટો ફેલાયેલો હતો. કોઇ પણ માણસ બહાર દેખાતું ન હતું. દુર્ગા ઝડપથી પોતાના ઘર તરફ આગળ વધી, ટર્ન લેતી શેરી વટાવી તે ચોકમાં આવી કે તરત તેની નજર પોતાના ઘર પર પડી.
ઘર નજર પડતા જ તે એકદમ ...વધુ વાંચોઆવી ગઇ. ભય અને ખોફથી તેનું શરીર ધ્રૂજી ઊઠ્યું. બીકથી આંખો ફાટેલી રહી ગઇ. તે ત્યાં જ જડવત ઊભી રહી ગઇ.
રસ્તામાં ઠેર ઠેર ધમાલ મચેલી હતી. કેટલાંય વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતાં. કેટલાય શોપિંગ સેન્ટરને લૂંટી લઇ, સળગાવી દેવામાં આવ્યાં હતાં. થોડી થોડી વારે સાયરન વગાડતી પોલીસની ગાડીઓ દોડતી હતી. ચારે તરફ મહાનગરપાલિકાની ગાડીઓ લાઉડસ્પીકર લઇને ફરતી હતી અને ...વધુ વાંચોશાંત રહેવા તથા જલદી પોતપોતાના ઘર ભેગા થઇ જવાનું એનાઉન્સમેન્ટ કરતી હતી. શહેરમાં સી.આર.પી.એફ. નાં ધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતા. આર્મીના યુવાનો હરએક રસ્તા પર પોળ અને શેરીઓના મોઢા પર ગોઠવતા જતાં હતાં. 302 ની કલમ લગાવી દેવામાં આવી હતી અને શુટ એટ સાઇટનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો.
આનંદને તેની માતા આરતીની ચિંતા સતાવતી હતી.
યાસ્મીનને બચાવવાના ચક્કરમાં ઘણો સમય નીકળી ગયો હતો. તેની માતાની શું હાલત હશે તે વિચારથી તેનું મગજ ફાટી રહ્યું હતું. જેમ યાસ્મીનના માતા-પિતા, બેનની હાલત કરી નાખવામાં આવી હતી. તેમ તેની માતા સાથે ...વધુ વાંચોનહીં... નહીં....’
વિચારોમાં દોડતા મગજને અચાનક ઝાટકો લાગ્યો.
તેના પગ એકાએક મોટર સાઈકલની બ્રેક પર દબાઈ ગયા.