Hey, I am on Matrubharti!

એક મારી મમ્મી જ છે જે મુસીબતમાં પોતાના પાલવ ની નીચે મને સંતાડે છે,
બાકી લોકો તો મુસીબતમાં મારા ‌માટે કફન લઈને ઊભા જ હોય છે,
કે ક્યારે તૂટે ને એ કફન માં લપેટી એ લોકો મારી કબર બનાવે.
મમ્મી નો એ પાલવ‌ ના હોત,
તો કદાચ લોકો ‌એ કેટલી એ કબર માં ‌મારા‌ ટુકડા કરી મને વહેંચી હોત.
-નૂપુર છાયા ઓઝા
(Date : 09/10/2019)

વધુ વાંચો

આંખ ની સામે રમતાં,
ક્યારે પીઠ પાછળ રમતાં થઈ ગયાં,
તેની ખબર જ ના પડી.
આંખ મા એક કણ શું પડ્યું,
આંખ બંધ થઈ ને,
તે લોકો ક્યારે પીઠ પાછળ પહોંચી ગયા,
તેની ખબર જ ના પડી.
-નૂપુર છાયા ઓઝા
(Date : 02/10/2019)

વધુ વાંચો

મા દુર્ગા ની પૂજા બધાં એ કરી,
માથું ઝુકાવીને પ્રસાદ ધરાવી,
આપણે ઘણું માગ્યું છે,
પણ આ‌ સમયમાં આપણાં ઘરમાં રહેલી મા,
જે દુર્ગા સ્વરૂપે આપણી પાસે,
આપણી સાથે બધી પરિસ્થિતિમાં રહી છે,
શું તેની ઇચ્છાઓ આપણે પૂરી કરી?
તેણે તો હંમેશા તું મુજ બાળક,
આવું સમજી આપણ ને માંફી માગ્યા પહેલા જ માફ કરેલા.
આજ થી એવું વિચારીએ હું તુજ બાળક,
તું મુજ મા દુર્ગા.
-નૂપુર છાયા ઓઝા
(Date : 08/10/2019)

વધુ વાંચો

પાનખર‌ ની જેમ બધી જ લાગણીઓ ખરી ગઈ,
જ્યારે હસ્તમેળાપ માં મળેલા હાથની નસોમાં કોઈ બીજા માટે લોહી વહેવા લાગ્યું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 07/10/2019)
If you like,Please share it.

વધુ વાંચો

નાનપણમાં માટીના પૂતળાં ઓ બનાવવા ખૂબ ગમતાં,
આ માટી ના પૂતળાંઓ થી રમવાની મજા કંઈક અલગ જ હતી,
આ માટીના પૂતળાં જ્યારે તૂટી જતા ને ક્યારે ખૂબ રડવું આવતું.

નાનપણમાં માટીના પૂતળાં ઓ બનાવવા ખૂબ ગમતા,
આજકાલ કંઈક સંબંધોનું પણ આવું જ થઈ ગયું છે,
જોડે રહેવાની મજા કંઈક અલગ હોય છે,
પણ સંબંધોમાં જ રમત રમાય અને સંબંધ તૂટે ને, ત્યારે રડવું પણ એટલું જ આવે છે જેટલું નાનપણમાં એ માટીના પૂતળાં ઓ તૂટવા પર આવતું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 24/09/2019)
If you like,Please share it.

વધુ વાંચો

આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું,
સપનું એવું હતું કે મારે જોવો હતો તાજમહેલ,
તાજમહેલ જોવાના સપનાઓમાં કંઈક કેટલીક યાદો પાછળ છૂટી ગઈ,
એ યાદોનાં સંભારણા કરવા મને મારા જૂનાં ઘરે જવાનું મન થઇ ગયું.
એ તાજમહેલના બદલે મને મારું જૂનું એ ઘર મને તાજમહેલ જેવું લાગે છે,
તાજમહેલ જેવું ઘર કે જેમાં પપ્પાની યાદો ના સંભારણા મને ફરી ને ફરી જીવવા માટે પ્રેરે છે.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.

આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું,
તાજમહેલ સંગેમરમર નો બનેલો છે,
અને એ મારું ઘર પપ્પાના હરેક પસીનાની કમાણીમાંથી બનેલા તાજમહેલની ઇમારત કરતા પણ વધારે સુંદર છે.
તાજમહેલ એ પતિ-પત્નીના પ્રેમની નિશાની છે,
પણ મારું એ ઘર મારા નાનકડા પરિવારની ખુશી ની નિશાની છે.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.

આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.
કહેવાય છે કે તાજમહેલની હરેક દીવાલો સંગેમરમરથી ચમકે છે.
મારા ઘરની હરેક દીવાલો અમારા સપના અને મમ્મી-પપ્પાની મહેનતથી ચમકે છે.
તાજમહેલના એ આરસના પથ્થરમાંથી નીકળતી ઠંડક કરતા,
ઘરની ઈંટ માથી નીકળતી એ જૂની યાદોની યાદ મને વધારે ઠંડક આપે છે.
આજે ઘણા સમય પછી નાનપણમાં જોયેલું સપનું મને યાદ આવ્યું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 22/09/2019)
If you like,Please share it.?

વધુ વાંચો

દરિયો જેમ કિનારાને ના મળે તો અધુરો રહે.
તેમ સંબંધોમાં પણ કંઈક આવું જ છે,
સંબંધોમાં જ્યારે બે કિનારા અલગ અલગ થઈ જાય ને,
તો એ સંબંધમાં બંધાયેલા બંને લોકો એકબીજા વિના અધૂરા રહી જાય છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 22/09/2019)
If you like,Please share it.

વધુ વાંચો

પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
પપ્પાએ ખૂણામાં પડેલી તમારી સાયકલ મને ખૂબ યાદ આવે છે.
નાના હતા ત્યારે એ સાયકલ ઉપર વારાફરતી વારો એમ બેસવા ઝઘડો કરતા,
એ ઝઘડા કરવામાં પણ ખૂબ આનંદ હતો,
એ અમારા નિર્દોષ ઝઘડા મને ખૂબ યાદ આવે છે.

પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
નાના હતા ત્યારે એ સાયકલ ને જોઈને પણ બહુ ખુશી મળતી,
જે ખુશી આજ એ ચાર પૈડાવાળી ગાડીમાં બેસીને પણ નથી મળતી.

પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
નાનપણમાં ભાઈ-બહેનને સાથે રાખવા સાયકલમાં નાંખેલી આગળની એ સીટ મને ખૂબ યાદ આવે છે.

પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
તમારી 1500 રૂપિયાની સાયકલ અમને દુનિયાની હરેક ખુશી આપતી,
કારણ કે ત્યારે આપણે બધા જ જોડે હતા,
બધી જ પરિસ્થિતિનો સામનો આપણે સાથે મળીને કરતા.

પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
નાના હતા ત્યારે અમારા નાના પગ સાયકલ ઉપર બેસવા પહોંચતા નહીં,
ત્યારે પપ્પા તમે અમને તેડી ને સાયકલ ઉપર બેસાડતા.
સાયકલ ની ઊંચાઈ ની જેમ અમારા જીવનની હરેક ઊંચાઈ સુધી અમને પહોંચાડવા તમે અમને હંમેશા સહારો આપ્યો.

પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
કાશ એ સાયકલ ઉપર બેસવાના દિવસો ફરી આવે,
એ સમયને ત્યાં જ રોકી દેવાનું રીમોટ કોઈ શોધી આપે.
-નૂપુર છાયા ઓઝા
(Date:22/09/2019)
If you like,Please share it.

વધુ વાંચો

આંખ ની પાપણ સાથે રમત કરતા આંખ માં વાગી જાય તો આંખમાંથી આંસુ નીકળે છે,
પણ સંબંધોમાં રમત રમતા કોઈના દિલને ઠેસ પહોંચે ને તો આંખની બદલે આંસુ હૃદય માંથી નીકળે છે.
- નૂપુર છાયા ઓઝા

વધુ વાંચો

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના એ ઘરની દિવાલ માં થી આવતી એ પપ્પા ના પરસેવા ની સુગંધ મને ખૂબ યાદ આવે છે.

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના એ બનેલા ઘરની હવાથી મને મમ્મી તારા હાથની રસોઈની એ સુગંધ મને ખૂબ યાદ આવે છે.

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના બનેલા એ ઘરના આંગણામાં મને મારા બાળપણની એ ખિલખિલાટ ખૂબ યાદ આવે છે.

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
એક ઘરમાં પાપા પગલી ના પગલાં પાડતા મારા ભાઈના એ નાના પગ મને ખૂબ યાદ આવે છે.

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના બનેલા એક ઘરની ડેલી મને ખૂબ યાદ આવે છે,
સાંજ પડતી ને જ્યા ઊભા રહી પપ્પાની રાહ જોતા એ દિવસો મને ખૂબ યાદ આવે છે.

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
નાનપણમાં રમેલ હરેક ભાઈ જોડે રમેલી રમતો મને ખૂબ યાદ આવે છે.

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
નાનપણમાં એ ઘરમાં જ્યારે ભૂખ ન હોય છતાં મમ્મી જમાડવા માટે જ્યારે પાછળ દોડતી ને એ દિવસો મને ખૂબ યાદ આવે છે,
પણ આજે જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે એવો પ્રેમ દેખાડીને જમાડવા માટે પાછળ દોડવા વાળું કોઈ નથી.

માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીનાં એ ઘરના ખુણામાં પડેલી એ સાઇકલ મને ખૂબ યાદ આવે છે,
પપ્પા તમે ગમે એટલા થાકીને આવ્યા હોય ને પણ અમારી એક માંગ પર અમને સાયકલ ઉપર બહાર ફરવા લઈ જતા એ દિવસો મને ખૂબ યાદ આવે છે.
- નૂપુર છાયા ઓઝા

વધુ વાંચો