Hey, I am reading on Matrubharti!

વદ અને સુદ
એ તો આંખો નો આભાસ છે,
તમારા જેવા મિત્રો હોય જીવનમાં સાથે તો,
કાયમ પૂનમ જેવો જ ઉજાસ છે.

શરદ પૂર્ણિમાની શુભકામના

વધુ વાંચો

શોધુ છું...
એક મૂરખ મિત્ર,
જે તકલીફ માં સાથ આપે...

હોંશિયાર બહુ રાખ્યા,
માત્ર સલાહ જ મળી સાથ નહી...!!

ઝેર નો હિસાબ જરાક વિચિત્ર છે...

મરવું હોય તો જરાક પીવું પડે..

અને જીવવું હોય તો અપાર પીવું પડે..

વિચારોની
આવક ઓછી હોય,
ત્યારે શબ્દોનો બગાડ ના કરવો.

અન્ય માટે જતુ કરવાની
ખેવના એટલે જ પ્રેમ

સંબંધોની શાળા ટકાવી રાખવા માટે,

ગણિત વિષય કાચો હોવો ખુબ જરૂરી છે.

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી,

કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી,

અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,
માખણના મટકા કોઈ ઘરમાંય નથી,

જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે,
વૃંદાવનની ટીકીટ મળે એમ નથી,

લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,

ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,
રાધાની ભાળ હવે મળે એમ નથી,

રાસલીલા કરે તો tiktok માં મુકજે,
પછી કહેતો નહી like મળતા નથી,

કંસને જો મારે તો ધ્યાન રાખજે,
સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી,

નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,

મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ,
વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,

જીન્સ તો ફાવશે ને વિચારી લેજે,
નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી,

ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,
અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી,

one sided love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,

આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,
આમ હજાર નામ હવે ચાલતા નથી,

website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ search કરતું નથી,

selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,
આ જૂના pose હવે ચાલે એમ નથી,

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી.

વધુ વાંચો

ઘર તો ખાલી લાગે, પણ........

ઘર તો ખાલી લાગે, પણ, બાળકો ની પ્રગતિ સારી લાગે,

બાળકો યુવાન થાય પછી ઘેર જ રાખવા ગમે, પણ, જો ના જાય ઘર ની બહાર તો,

કૃષ્ણ ( બાળકો ) ને કેમ ખબર પડે? કોણ કંસ ને કોણ સુદામા ?

ગોકુળ છોડીએ તો જ સોનાની દ્વારકા ના ધીશ બનાય,

બાળકો ને પગભર બનાવવા હોય તો, ઘર નો ઉંબરો તો ઓળંગાવો જ પડે,

લાગણી ઓ તો બંને તરફ હોય , પણ તેને વશ માં રાખવી જ પડે,

દુનિયા ની ગતાગમ માટે,જાત ને તકલીફ આપવી જ પડે,

ઘર ની રોટલી ને મસાલા ચા ત્યારે જ કિંમતી લાગે જ્યારે તે જાતે બનાવવી પડે,

ઘર તો ખાલી લાગે, પણ વંશ ને જ્યારે જ્ઞાન સમૃદ્ધ કરી આગળ વધારીએ ત્યારે જ સાચું પિતૃ તર્પણ કર્યું લાગે,

બાકી, ઘર તો ખાલી લાગે, પણ તેઓ પગભર હોય તો બહુ સારું લાગે.

એટલે જ કહું છું ઘર ઝુરાપો એ તરફ ને ખાલી ઘર આ તરફ એ તો લાગે હવે !

વધુ વાંચો

कोई मुट्ठीभर.. बीज बिखेर दो,
दिलों की जमीन पर...भी,
बारिश का.. मौसम है,
शायद..
कुछ अपनापन.. पनप जाए.!!

મૌનને સહમતી
અને
ખામોશીને શરણાગતિ
ક્યારેય ન સમજવી; બંને શાંત જવાળામુખી જેવા છે.