શબ્દો મારા "નિમિત્ત" માત્ર છે,બાકી સઘળો ખેલ એના કરામત છે, સુંદરતા શાયરીની એમાં નામ માત્ર મારું છે,પણ જવાબદાર એના માટે તારી લાગણીઓ છે... અમદાવાદ, નિસર્ગ ઠાકર"નિમિત્ત". વોટ્સએપ નંબર:- 7990976489

નાવ પણ એ જ, અને નાવિક પણ એ જ..
પથ બદલાતા બદલાયેલ નદીનો વહેણ નીકળ્યો..

વ્યક્તિ પણ એ જ, અને પ્રેમ પણ એ જ...
હું ય ઘેલો કે, લાગણીઓ બદલાતા...
તારા ગુલાબવાળી ડાયરી વેચવા નીકળ્યો...

લિ. નિસર્ગ ઠાકર"નિમિત્ત"
હેતનું સ્થળ:-
nisarg_thakar_

વધુ વાંચો

ફગાવે જો તું આ છત્રીને...
તો વરસાદ બની ભીંજવવા તને તૈયાર હું

તલવાર સમી જો તું તારી બોલી રાખે,
તો મ્યાન બની એને સાચવવા તૈયાર હું...

સ્વર જો આપે સખી આ મૌન શબ્દો ને...
આવરદા ના અંત સુધીનો શ્રોતા બનવા તૈયાર હુ...

તારી આ લાગણીઓની કેદમાંથી બહાર એક ડગલું માંડ...
તો હાથ પકડી સદાય સાથે ચાલવા તૈયાર હું....

લિ.નિસર્ગ ઠાકર"નિમિત્ત
હેત નું સ્થળ:- nisarg_thakar_

વધુ વાંચો

પાયાનો પત્થર છું, અડીખમ દીવાલ નથી,
બસ, થોડોક હકીકતોથી અજાણ છું હું,
બાકી કોઈ અજાણ નથી... કે
આપણી વચ્ચે હવે પહેલાં જેવું વ્હાલ નથી.

:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"
IG:- nisarg_thakar_

વધુ વાંચો

લાખો લોકોથી સદાય ધબકતાં આ અમદાવાદમાં એક મુકામ ખાલી હતું...

રસ્તો દોરતાં તારા પગલાં નિહાળતા ભાળ મળી...

કે આખુંય અમદાવાદ તો તને જ નિહાળતું હતું..

:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"
Ig: nisarg_thakar_

વધુ વાંચો

...

આ બાબુ શોનાના જમાનામાં..
મેં તારું નામ હજુ પણ વ્હાલી રાખ્યું છે,

તારા ખાલીપામાં રઝળપાટ કરતાં મનની શાંતિ માટે...
મેં આ મૈખાનાનું નામ ટાંક્યું છે,

ને મદિરાએ એમ થોડી મારસે મને મારી વ્હાલી...
અરે શાયદ સાકી એ જાણે છે... કે
મે તો તારા હાથે...
નફરત ભરેલ જામ ચાખ્યું છે...

:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"
IG :- nisarg_thakar_

વધુ વાંચો

લાગણીઓ એટલી બેફામ રીતે વહી જાય છે,
મૌનની મજબૂત દીવાલમાં પણ તિરાડો પડી જાય છે,

જો વ્યક્ત કરવા જાઉં એમની પાસે જરાક,
ત્યાં જ તો એ....
એમની ઢળેલી જુલ્ફોથી કત્લેઆમ કરી જાય છે.

:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"

IG: nisarg_thakar_

વધુ વાંચો

કવિ શ્રી રમેશભાઈ પારેખ દ્વારા લખાયેલ પ્રેમની લાગણીઓને તરબતર કરી નાખે તેવી સુંદર મને અંગત રીતે બહું જ ગમતી એવી કવિતા "ન મોકલાવ".


આંખોમાં આ રીતે દ્રશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ,

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવાદે તું મને ગજરો ન મોકલાવ,.

તું આવ કે પાડી રહ્યો છું હું સાદ તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ,

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ,

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

- કવિશ્રી "રમેશ પારેખ"

વધુ વાંચો

happy Holi 😇

radhe radhe ♥️