contact me for motivational speaker.....beginner young motivational speaker......#professionally software developer......

Nirali Akabari લિખિત વાર્તા "એક ભૂલ.." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887375/ek-bhool

#શરૂઆત કરે છે માણસ *અ* થી લઇ ને *જ્ઞ* સુધી પણ છતાંય જિંદગી ના ખરા મર્મ થી તો *અજ્ઞ* જ રહે છે..
#શરૂઆત

#મંદબુદ્ધિ માત્ર બુદ્ધિ થી જ મંદ હોય છે દિલ થી નઈ એટલે એમની જોડે દિલ થી કામ લો બુદ્ધિ થી નઈ...
#મંદબુદ્ધિ

વધારે મળે તેને કહેવાય
*નસીબ*
ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય
*કમનસીબ*
કંઈ પણ ન હોય તોય ખુશ રહે તેને કહેવાય
*ખુશનસીબ*

વધુ વાંચો

એક પક્ષી પહેલી વાર પોતાનો #માળો બનાવી રહ્યું હતું...રોજ માળો બનાવે ને રોજ નિષ્ફળ જાય...આ જોઈ બીજા પક્ષીઓ તેના પર હસતા પણ પેલું પક્ષી ક્યારેય માળો બનાવવાનું છોડતું નહી...અંતે એક દિવસ એનો માળો બની ગયો અને બરાબર તે જ દિવસે તોફાન આવ્યું અને બધા પક્ષીઓ ના માળા વિખાઇ ગયા પણ પેલું પક્ષી જે રોજ મહેનત કરતું હતું એનો માળો ટકી ગયો...બીજા પક્ષીઓ કે જે એના પર હસતા હતા એમણે સહારો લેવા આ પક્ષીના માળા માં આવવું પડ્યું...
આ પક્ષી પાસેથી આપડે એટલું તો શીખીએ કે ગમે તેટલી નિષ્ફળતા મળે પણ આપડે આપડું લક્ષ્ય ન છોડીએ અને કોઈ સફળતા ની સીડી ચડવા જઈ રહ્યું હોય ત્યારે એની મજાક ઉડાવ્યા વગર એમને સપોર્ટ કરીએ શું ખબર કે ક્યારેક આપડો પણ એવો વારો આવી જાય કે આપડે પણ સહારો લેવા એની પાસે જવું પડે...
#માળો

વધુ વાંચો

સારૂ થાય તો મે કર્યું ને ખરાબ થાય તો તે કર્યું....
હે મનુષ્ય હવે તો કાઢ તારી આ વૃત્તિ ને....
જે કંઈ પણ કર્યું તે #પોતે કર્યું....
સાચું ખોટું સ્વીકારવાની થોડી તો સમજ આપ પોતાની જાત ને....
#પોતે

વધુ વાંચો

જે #નસીબ માં છે એ ભાગી ને આવશે અને જે #નસીબ માં નથી એ આવીને પણ જતું રહેશે...
હવાની પણ અહીંયા કિંમત છે જે ફુગ્ગા માં ભરીને વેચાય છે....
પાણી ત્રણેય લોક માં ફેલાયેલું છે છતાં બોટલ માં ભરીને વેચાય છે....
જીવન માં સારા અને ખરાબ બંને લોકો નો સંગ જરૂરી છે કેમ કે સારો સંગ સાથ આપે છે અને ખરાબ સંગ શિખામણ....
મિત્રો કાચ અને પડછાયા જેવા રાખો કેમ કે કાચ ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાયો ક્યારેય સાથ નથી છોડતો....
જિંદગી જીવવી જ છે તો શોખ મુજબ જીવો જરૂરિયાત મુજબ નઈ કેમ કે શોખ તો રાજા ના પણ અધૂરા રહી જાય છે અને જરૂરિયાત ગરીબ ની પણ પૂરી થઈ જાય છે....
#નસીબ

વધુ વાંચો

શીખવા માટે તો ઘણું બધું છે આ જિંદગી માં પણ જે નથી શીખવાનું એ લોકો શીખતા જાય છે અને શીખવાનું છે એ શીખી નથી શકતા બિલકુલ એવી જ રીતે કે જે કામ નઈ કરવાનું હોય એ પેલા કરીએ છીએ ને જે કરવાનું છે એ કરી નથી શકતા...
અરે કંઈ શીખવું જ છે તો પેલા સારા માણસ બનતા શીખીએ...
ચાલો આજે ફરી માણસ બનતા શીખીએ...
હું માનવી માનવ થાઉં તો ઘણું...
#શીખો

વધુ વાંચો

ખુશ રહેવા માટે આશાઓ #રાખવાનું છોડી દો કેમ કે બીજા પર રાખેલી આશાથી નિરાશા સિવાય કંઈ જ મળતું નથી..
પોતાની જાત ને હમેશા ખુશ #રાખો કેમ ક જો પોતે ખુશ હશો તો બીજા ને પણ ખુશ #રાખી શકશો..
ક્યારેક એવું બને છે કે આપણને પોતાને પણ નથી ખબર હોતી કે આપડે કેટલા તાકાતવર છીએ અને આપડે શું કરી શકીએ છીએ એટલે હમેશા પોતાનામાં આત્મવિશ્વાસ #રાખતા શીખો...
#રાખવું

વધુ વાંચો

માતૃભાષા અને અંગ્રેજી ભાષા માં ફર્ક #માત્ર આટલો જ છે...
અંગ્રેજી માં ૧,૦૦,૦૦૦ લખો તો ૧,૦૦,૦૦૦/- only (#માત્ર ) લખાય છે...
જ્યારે ગુજરાતી માં ૧૦૦ લખો તો અંકે રૂ. ૧૦૦/- પૂરા
લખાય છે....
ગર્વ છે મને આપણી આ માતૃભાષા પર અને ગર્વ છે મને ગુજરાતી હોવા પર..
#માત્ર

વધુ વાંચો