Hey, I am on Matrubharti! Niket (nayan )

તું શાને બીવે છે
દરિયાના મોજાંથી
દર વખતે મોજાએ તો
તને કિનારો બતાવ્યો છે
nbb_wording

મેં અમસ્તા જ પૂછ્યું હદય ને કે મીઠાશ શુ છે


કે હૃદય કહયુ પહેલા અંતરના દ્વાર ઉઘાડી તો જો
માં ના હાથે બનેલ રોટલીને સ્વાદ બનાવી તો જો
જવાનને સરહદ પર ગામની યાદ પણ મીઠી લાગે
બસ તું એને ધરતી માં તેનું ગામ બતાડી ટી જો
આંખો ને ના પૂછતો મીઠાશ વિશે
ખુશી ભર્યા આંસુને જીભે અડાડી તો જો
મિત્ર સાથે ખભો મીલાવી તો જો
લાગણીઓ ના બાંધેલા પુર ને
તારા મન ની બહાર વહાવી તો જો
અને કોણ કહે છે મીઠાશ ખાલી પ્રેમ માં હોય
તું દરેક સંબંધને યોગ્ય સ્થાને પહોંચાડી તો જો
કાંટા ને કયાં જાણ મીઠાસ ની
ગુલાબની કડી ને પંપાળી તો જો
બાગો ને હૃદય માં ઉતારી તો જો
નદીઓ નું નીર તો મીઠું જ છે
પણ દરિયાની મીઠાશ વિશે જાણી તો જો
તું પણ કહીશ કે કઈ રીતે અને હું પણ કહી દઉં
પહેલા કિનારાના પથ્થરો અને દરિયાના મોંજાનો સંવાદ સાંભળી તો જો
તું પણ છે મધ જેવો પણ પહેલા
સાકરના ગુણને અજમાવી તો જો
ભલે લાગે તને કે મીઠાશ કેરી માં છે
તું આંબા ને એકવાર મન માં ઉગાડી તો જો
તું ભલે અન્નને માને મીઠું અને સત્ય જ છે
પણ ખેડૂતના આંગણે આવેલ વરસાદ ને માણી તો જો
બધે મીઠાસ છે પણ બધી મીઠાશ ની
હોય શરૂઆત કે અંત બસ તારું મન છે
અને હજુ લખેત પણ મીઠાશ હંમેશા
જાણવા કરતા માંણવી જરૂરી છે

વધુ વાંચો

એમની દરેક મુલાકાત
હદયના ધબકારા વધારનારી હોય છે ❤️
અને ચિકિત્સક મને ઘણીવાર પૂછે છે કે
કોઈ જુની બીમારી છે

વધુ વાંચો

આખી દુનિયા નું ગણિત ખોટું પડે
જો દાખલો મારી માં નો આપુ તો..

જનની ની જોડ સખી નઈ જડે રે લોલ.
#matrubharti
#motherday

હું પણ ગોતાખોર છું
પહેલા તમે સમુંદર તો બનો .
#matrubharti #matrubhartiquotes

એને ભુલાવા માટે
મારે પહેલા તો
ખુદને ભૂલવું પડે

#forget

ઇતિહાસ

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે

૧) ઇતિહાસ બનાવનાર
૨) ઇતિહાસ લખનાર
૩) ઇતિહાસ પર ગર્વ કરનાર

તમારી પસંદગી પણ આવતી કાલે ઇતિહાસ થશે.
દરેક નિર્ણય ઇતિહાસ છે

#matrubharti

વધુ વાંચો

લાગે છે બારીકાઈથી સર્જન કરી રહ્યોછે
ઈશ્વર એનું
એટલે જ મને એનાથી આટલું દૂર રાખે છે

#matrubharti

Happy birthday ગુજરાત
જો આવે તારી વાત તો થાય વાત ની શરૂઆત
ગિરનાર જેવું અડગ ગુજરાત
આધ્યશક્તિ અંબેમાં નું સ્થાનક ગુજરાત
મહાકાળીમાં માં વસે એ પાવાગઢ ગુજરાત
પ્રથમ જ્યોતિલિંગનું સ્થાનક ગુજરાત
મોરલીમનોહરનું નગર ગુજરાત
બોડાણા નું ઘર ગુજરાત
નર્મદા જેવું નિર્મળ ગુજરાત
નરસિંહમહેતા ની ભક્તિ ગુજરાત
મહાત્માનું ગુજરાત
સરદાર પટેલનું સપનું ગુજરાત
મોદી સાહેબ ની ઓળખ ગુજરાત
સાવજો ની ભુમી ગુજરાત
ભલે હોય 1600km નો દરિયો
તોય મીઠાશનું નામ જ ગુજરાત
રગ રગ માં વેપાર ગુજરાત
ટૂંકમાં લખીએ તો રાતો પણ ટૂંકી પડે એ ગુજરાત.
#matrubharti

વધુ વાંચો

ફુલ ખોટું જ છોડી બગીચો
બજારમાં ફરતું થયું
ને પછી જાણે કેટ કેટલાને ગમતું થયું
કાંટાઓ નું પણ અસ્તિત્વ નમતું થયું..

#matrubharti

વધુ વાંચો