insta id @_nanhi_kalam_

માતૃભારતી પર આ વાર્તા 'હિસાબ - (ભાગ-૨) છેલ્લો ભાગ' વાંચો
https://www.matrubharti.com/book/19877684/hisaab-2-last-part

ભોળું એક પંખી...
ના સમજે માનવજાતને...
તહેવાર આ કેવો આ'તો, Nidhi
વેઠવું કેમ આ ક્રૂર મજાકને ???

પતંગ જાણે અલગારી મલંગ,
જોડે છે માંજો એકધારો સળંગ.
ચીકી, બોર, શેરડીની જામી હોય રંગત,
સાથે છે ઊંધીયાની સ્વાદિલી સંગત.
મોજીલો તહેવાર બને અનોખો અંતરંગ,Nidhi
''શુભકામના''... સહુનું થાય જીવન સતરંગ.

વધુ વાંચો

નાનકો મારો પતંગ ઉડે, આકાશે હરખાય,
રંગબેરબગી સાથી એના, હાલક-ડોલક થાય.
આભને સમજે, એ દુનિયા એની,
નથી કોઈ એનું એને ક્યાંથી સમજાય ?

તોફાની વાયરામાં ખેંચાઈ જવાય છે...
ઢીલ મુકાય ત્યાં વહેતુ થવાય છે...
મસ્તીથી ઉડે, જાણે બાળક ભરમાય.

ફિરકી આપે સાથ એટલો જ...
દોરી વીંટાઈ એના વાર જેટલો જ...
બે દિવસની જિંદગી એની, જીવન ક્યાંથી કહેવાય ?

ભૂલકાં એને સાચવશે, બનાવશે તીર-કામઠા...
કોઈ હોમશે હોળીએ, તોય પકડશે થઈ છાકટા...
ચૂપ રહી ને જોયા કરે, જ્યારે જ્યારે માલિક બદલાય.

ફંટાશે, ક્યાંક ફાટશે, તોયે સત્ય ના એ જાણશે...
સાંધો ફક્ત કાચો એનો, ગુંદરપટ્ટી ના કામ લાગશે...
તોય એને તો ઉડી જ લેવું, ભલે નિરાશા ભટકાય.

ખુલ્લા ગગનમાં વિહરવા કાજ...Nidhi
ખુશી મળી એને બે દિવસ આજ...
જીવી જ લેવી છે, એક જ છે જિંદગી,
ભલે હવે થાવું હોય એ થાય !!!

વધુ વાંચો

માતૃભારતી પર આ વાર્તા 'હિસાબ - (ભાગ-૧)' વાંચો
https://www.matrubharti.com/book/19877455/hisaab-1

માતૃભારતી પર આ વાર્તા 'અણધારી કિસ્મત' વાંચો
https://www.matrubharti.com/book/19877171/andhari-kismat