શ્રી કૃષ્ણ શરણં મમઃ श्री कृष्ण शरणंम ममः

રમણીય રક્ષા + બંધન

૧- શરીર ની રક્ષા માટે..... સુર્યોપાસના નું બંધન
૨- મન બુદ્ધિ ની રક્ષા માટે..... સદ વિચારો નું બંધન
૩- ઇન્દ્રિયો ની રક્ષા માટે..... સંયમ નું બંધન
૪- કુટુંબ ની રક્ષા માટે..... સ્નેહ નું બંધન
૫- સમાજ ની રક્ષા માટે..... સંઘ નિષ્ઠા નું બંધન
૬- રાષ્ટ્ર ની રક્ષા માટે..... સત્ય નિષ્ઠા નું બંધન
૭- વૃક્ષો ની રક્ષા માટે..... પ્રકૃતિ પ્રેમ નું બંધન
૮- સાંસ્કૃતિ ની રક્ષા માટે..... એકય- સમર્પણ નું બંધન
૯- વિશ્વ ની રક્ષા માટે..... સદ ભાવના નું બંધન
૧૦- માનવતા ની રક્ષા માટે..... સદ ગુણો નું બંધન

૧૧- બહેન (સ્ત્રી વર્ગ) ની રક્ષા માટે..... પવિત્ર દ્રષ્ટિ નું બંધન

અંતે તો બંધનો ની રક્ષા માટે..... રક્ષાનું બંધન

સ્નેહ સરવાણી ફૂટે,
સંબંધમાં કંઈ ન ખૂટે,
એકબીજાને ખીજવે,
તોયે પ્રેમથી ભીંજવે,
અતૂટ રહે આજીવન,
આ સુંદર રક્ષાબંધન.

રક્ષાબંધન
#Rakshabandhan

વધુ વાંચો

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !


#Friendship

વધુ વાંચો

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
"સમય"

વધુ વાંચો

*આજ ની પોઝીટીવ સ્ટોરી*

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું

"આ સમીકરણનું સોલ્યુશન નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. "

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું.
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ *ભૂંસી* નાંખ્યું.

અને કહ્યું....

*"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર"*

"જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

*ત્રણ માર્ક* ની પાછળ
*97 માર્ક કેમ ગુમાવવા??!!*
.
.
.
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે.

તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે.

દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે.
અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ..."

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

🙂 *ખુશ રહો મસ્ત રહો*🙂

વધુ વાંચો

" ટાંટિયા ખેંચ સ્પર્ધાના આ જમાનામાં " ચા " જેવું સંતુલન રાખવું એ ઘણી અધરી બાબત છે " ચા " એ કદાપિ " કૉફી નો વિરોધ કર્યો નથી , કોઈ અન્ય પીણાં સાથે પણ તેની સ્પર્ધા રહી નથી. તેણે આજદિન સુધી વિકાસનાં ઉન્નત શૃંગો સર કર્યાં છે છતાં કયારેય પોતે કરેલાં વિકાસની બડાશ મારી નથી."

વધુ વાંચો

●●મારાં જીવનમાં આવેલા તમામ ગુરુ ને સમર્પિત●●

તમે જ અમારા વ્યક્તિત્વને નીખાર્યા છે ,
તમે જ અમારા આ જીવનને સંવાર્યા છે.

અવગુણોને દૂર કરીને સીંચ્યા નવા ગુણ ,
પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે.

કડક વલણ તો કદીક મીઠાં શબ્દોથી તમે ,
શાળાના દર ક્ષણ ને યાદગાર બનાવ્યા છે.

વિચાર આવે છે ને આંસુ વહે છે આંખોથી ,
અમે પણ તમને કેટલા યાદ આવ્યા હશે.

હશે આશય સારું શોખવવાનો જ જીવનનો ,
પ્રભુએ માતા - પિતા શાળામાંય રખાવ્યા છે.
-"સમય_નો_સ્પર્શ"

મારાં જીવન માં આવેલા પ્રત્યેક
ગુરુજનોનોને હ્રદયથી વંદન ને નમન

વધુ વાંચો

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા ,
હું શબ્દ ને તું અર્થ ,
તારા વગર હું વ્યર્થ !
અડધી ચા , આખી વાતો ,
શમી સાંજ , થમેલી યાદો ,
ક્યાંક તું , ક્યાંક હું ,.
મળ્યું શું , ગુમાવ્યું શું ,
સવાલ ઘણા , જવાબ એક :મિત્ર

વધુ વાંચો

થોડોક હું આગળ થઈ બેઠો છું,
કોરો એક કાગળ લઈ બેઠો છું,
કલમને ચાહું છું હું સનમ માફક,
વૈશાખી એ વાદળ થઈ બેઠો છું.

થોડોક હું પાછળ થઈ બેઠો છું,
જાત ઠારીને ઝાકળ થઈ બેઠો છું
એમ છટકી નહી શકે નજરમાંથી,
આંખનું ઘેરું કાજળ થઈ બેઠો છું.
-"સમય"

વધુ વાંચો

" *અભિપ્રાય* "
ઉનાળાના દિવસો હતા. ખૂબ ગરમી હતી. ચાલીને જઈ રહેલા એક ભાઈ મોટું ઝાડ જોઈને થોડીક વાર છાંયો ખાવા ઊભો રહ્યો. સામેના ઘરમાંથી એક બારી ખૂલી અને પૂછ્યું કે, પાણી પીવું છે? પેલા માણસે હા પાડી. સામેથી જવાબ મળ્યો કે, હું હમણાં લઇને આવું છું. પેલા માણસને વિચાર આવ્યો કે, કેવો સારો માણસ છે, પાણીનું પૂછે છે! ઘણો સમય થઇ ગયો તો પણ એ માણસ પાણી લઇને ન આવ્યો. પેલા માણસનો અભિપ્રાય ઘડીકમાં બદલાઈ ગયો. કેવો માણસ છે? પાણીનું પૂછીને પાણી પીવડાવવા પણ નથી આવતો! થોડી વાર પછી પેલો માણસ હાથમાં જગ લઇને આવ્યો. તેણે કહ્યું કે, માફ કરજો, મને થોડી વાર લાગી, હકીકતે મને એમ થયું કે, બહુ ગરમી છે એટલે તમારા માટે પાણીને બદલે સરબત લાવું. સરબતનું નામ સાંભળીને પેલા માણસનો અભિપ્રાય પાછો બદલાઈ ગયો. તેને થયું કે, આ તો ખરેખર સારો માણસ છે, મેં તો તેના વિશે કેવો નેગેટિવ વિચાર કરી લીધો હતો! એ માણસે ગ્લાસમાં સરબત આપ્યું. સરબત ચાખ્યું તો સાવ મોળું હતું! પેલા માણસનો અભિપ્રાય પાછો બદલાયો. કેવો માણસ છે, સરબતમાં ખાંડ તો છે જ નહીં! આવું સરબત કંઈ થોડું કોઇને પીવડાવાય? હજુ બીજો ઘૂંટડો ભર્યો ત્યાં તો સરબત લાવનાર માણસે કહ્યું કે, એક મિનિટ એક મિનિટ, હું સુગર તો સાવ ભૂલી જ ગયો, મને વિચાર આવેલો કે, તમને ક્યાંક સુગર હશે તો? એટલે હું સુગર ફ્રી અને ખાંડની પડીકી બંને લાવ્યો હતો? તમને શું ફાવશે? પેલા માણસનો અભિપ્રાય ફરીથી બદલાયો કે, આ માણસ તો હું ધારતો હતો એના કરતાં સાવ જુદો જ નીકળ્યો! એ માણસનો અભિપ્રાય થોડીક જ મિનિટોમાં કેટલી વખત બદલાયો? આ તો પારકા માણસની વાત છે, માણસ તો પોતાના લોકો માટે પણ જાતજાતની માન્યતાઓ બાંધી લેતો હોય છે.
કોઇક આપણું જરાકેય કંઇક ન કરે તો આપણે તરત જ એવું વિચારવા લાગીએ છીએ કે, હવે તેને મારામાં રસ રહ્યો નથી!

વધુ વાંચો