સ્વાગત ! સ્વાગત છે આપનું, અહીં આ શબ્દો ની શોધ માં ! લાગણીએ રચ્યું છે અહીં કાપડું, કંડોરવા કલમ ને સાથ માં ...... ️ Nehal kothadiya

હદય

તમોને હદયમાં બેસાડી અમો તો જાણે જીવી ગયા
થોડા નાજુક સંવાદની અમે બસ સ્મૃતિ બની ગયા

મોહેલા ચિત્રોના રંગો હૃદય માં આમતેમ છંટાઈ ગયા
તેને ભૂસવા જતા ખુદ અમે જ પીંછી માં પુરાઈ ગયા

લાગણીની ઠેસે અમો ફરીફરી છેતરાતાં જ ગયા
હદય ને મનની જુગલબંધીમાં ફરી અમો જ હારતા ગયા

તમોના આગમનની અતુરતામાં અમો ભાન ભૂલતા ગયા
ને પછી અંતે હૃદય ને ઢાંકી બસ વિસામો જ ખાતા ગયા


#હૃદય #મન #હૃદય_ની_વાતો #લાગણી

વધુ વાંચો

ઈચ્છા
------------------------------------------------

અબોલ ઈચ્છાઓ ને વાચા ક્યાંથી ફૂટે !

એને તો આંગણું મળે એટલે બસ,
એ મનગમતી થઈ ખીલી ઉઠે !!
-------------------------------------------------
#ઈચ્છા #ગુજરાતીશાયરી #ગુજરાતીકવિતા #kalamnasathavare

વધુ વાંચો

કલમ ને કાગળ આપો, ને પછી જુઓ
ગૂંગળાયેલી ભાવનાઓ નું અધ્ધખુલ્લું મોં,
તમારા સુધી ન પહોંચે, તો મને કહેજો !

એકવાર શાહી ખાડિયા ને ખુલ્લા મુકો
તમારા મન જીતવાની કોશિશ ની ભીનાશ,
તમને પલાળી ન મૂકે, તો મને કહેજો !

શબ્દો ની પાંદળી ને કયારેક મારી વેણી માં ગુંથો
જીવંત હોવાના અહેસાસ ની એક શકયતા,
હૂંફ ની મહેંક બની ન પ્રસરે, તો મને કહેજો !

#હૂંફ

વધુ વાંચો

અષાઢી બીજ_ રથયાત્રા

અષાઢી બીજે રથયાત્રા ચારેકોર
ભક્તો ઉમટે રસ્તે ભાવવિભોર

નાદ ગુંજે જય રણછોડ માખણચોર
સુભદ્રા વીર બલરામ સંગ જગગન્નાથ

વરસાવે આશીર્વાદ જગત ના નાથ
કચ્છડો ગણે નવું વર્ષ આ બીજ સાથ

કયારેક મેઘ વરશે અનરાધાર સાથે વીજ ગાજ

#રથયાત્રા #અષાઢીબીજ #જગન્નાથ #rathyatra

વધુ વાંચો

એ યાદ છે !

તને પહેલી વાર જોવું
જોઈને, ખુદ ને જ ભૂલી જવું
ઘર થી સ્કૂલ ને સ્કૂલ થી ઘર જવું
રસ્તા માં તારી યાદો માં ખોવાઈ જવું
આજે પણ મને એ યાદ છે !

તને ક્યાંક જોઈ ને
ને વારંવાર જોઈ ને
હરવાર નવા અંદાજ માં જોઈ ને
પછી મારુ મૌન થઈ જવું
આજે પણ મને એ યાદ છે !

મારા આસપાસ ના કલરવ માં
તારા હાસ્ય ની ગુંજ શોધવા
બાલ્કની માં મંડોળાતી મારી નજરો માં
તારુ જીવંત એ જ મારુ જીવન માનવું
આજે પણ મને એ યાદ છે !

#પ્રેમ #premnivaatu #premshayari #loveshayari #kalamnasathavare

વધુ વાંચો

.
ચા અને ચોપડી

ચોપડી ના પાનાં ક્યારના કંઈક ગણગણી રહ્યા'તા
ઠપકો આપતા હોઈ એમ આંખો ફાડી જોઈ રહ્યા'તા

પાનાં ના એક એક અક્ષર સંતાકૂકડી માં જડતા'તા
ને ગુસ્સા થી લાલચોર બની મારી સામે મંડરાતા'તા

ચશ્માં'ય નાક ની દાંડી એ પહોંચી લાત મારતા'તા
હાથ લસરીને ચોપડી ને વિરામ આપવાનું કહેતા'તા

પોપચાં જાગવા માટે ચા ની માંગ માં વધારો કરતા'તા
બાજુ નું ટેબલ 'ટી કપ' નું વજન ધરાર ધરાર ઝીલતા'તા

ચોપડી, પાનાં ને શબ્દો, એ હમેશા મારા સહયોગી બની જતા'તા
એટલે જ તો ઘર માં લાઈબ્રેરી ને ચા ના વસવાટ માં મને ટકાવી જતા'તા
...
related on 'world book day'..23rd april.
...
#worldbookday #bookdayquotes #teadayquotes #પુસ્તક

વધુ વાંચો

બસ, તું !
----------------------------------------------
હું તને કંઈ જ આપી શકું એમ નથી,
એક નાનકડો ચોકલેટ નો ટુકડો પણ નહીં,

એટલે મેં મારી કવિતાઓ માં જ તને કંડોરી !

તું ઉપસ્થિત છો મારી કવિતાઓ માં એવી જ,
આબેહૂબ, વાસ્તવિક છો બિલકુલ એવી જ,

તું મળીશ મને એ સહારે લખ્યા કરું છું કવિતા એવી જ
કે તારો ગુનેગાર બની જઈ, ફરી પામું તને એવી જ !!
------------------------------------------------------------------
#loveshayari #lovequotes #પ્રેમ #બસ_તું_જ

વધુ વાંચો

આપણો સમાજ "
------------------
હું' અમુક અંતરે ઘર થી દૂર
જ્યાં પથ્થરો ની મોટી ખાણ
હથોડા મારતા એને નીકળતી ચીસ
જાણે નિર્જીવ માં પણ લાગતી જીવ
---------------
છાંયડો કરી ખુરશીમાં એ બેઠો થોડે દૂર
મોટી બૂમો સાથે રુઆબ દયે મૂછ
કોણ જાણે ક્યાં વેર નું વારે પૂંછ
એશ આરામ માં ગુસ્સો કરે એનું ગુચ્છ
ભરખમ પેટ ને ભારે તે એની કાયા
લખે છે કાગળ પર કૈંક એવાં આંકડા
છત્રી પકડી નોકર ઉભો ઢાળવા એને છાંયા
----------------
જોવ છું હું એ બધું બેઠા બેઠા અહીં
સ્ત્રી પણ એક મજૂર છે પાણે પાણે અહીં
ચૂલા તાવળી ની ફુરસદ કરી મજબુર અહીં
થોડા અમુક પગલાં ના અંતરે
એક બીજી સ્ત્રી ઝઝૂમતી ફોડી ખોદતી ખાડા
કપરા તાપે કાળી કાયા હાથ માં પકડે હથોડા
પુરુષો ના ટોળાં સાથે એ પણ ઝઝૂમતી ગોળા
આકરા તાપે વધુ શેકાતા શરીરે ઘા ના ઉઝરડાં
કપાળે ચોંટેલી બિંદી પરસેવે ખસતી આડી
-------------------
થોડે દૂર લીમડે છાયે એક બાળક સૂતું દીઠું
માઁ ના ધાવણ ની રાહે ક્યાર નું રડતું રજળતું
પાંચ વર્ષ નો એનો ભઈલો છાનું રાખવા મથતું
પણ બાળક માઁ ના આંચલ નું ભૂખ્યું કગરતું
-------------------
ખુરશી પર બેઠેલ જણ ને પેલી સ્ત્રી
બન્ને ની તુલના જોઈ હું થયો બહુ પરેશાન
સમાજ ની આવી હાલત થી હું છું હેરાન
ક્યાં કામ નો છે આ સમાજ એની પહેચાન ?!
જ્યાં દૂધ પાતી માઁ ના શિશું ધાવણ માટે પીડાય !?

વધુ વાંચો

#શકિતશાળી
#કોરોના_વોરિયર #corona_worrior
-------------------------------------------------

માસ્ક

સફેદ ટુકડા માંથી હવે એને કલર ચડ્યા છે
નતનવીન ભાત ના રંગીન ચિતરકડા દોરાયા છે

સ્વાસ્થ્ય માટે પહેરવા એ ફરજીયાત બન્યા છે
બ્રાન્ડ વિનાના માસ્ક 'કોરોના વોરિયર' થયાં છે
.

વધુ વાંચો