મોટા ગજાનો સાહિત્યકાર હોવાનો દાવો કરતો નથી પણ ગુજરાતી ભાષાનો અનહદ પ્રેમ વતી લખવાનો થોડો તો પ્રયત્ન ખરો@..

તમને ખબર છે કે વેડિંગ (અંગ્રેજી શબ્દ) અને વેલ્ડિગ શું ફરક છે . ફરક ખાલી એટલો કે વેલ્ડિગમાં પેલા તણખલા ઉડે પછી જોડાણ થાય અને વેડિંગ માં પહેલા જોડાણ થાય અને પછી તણખલા ઉડે😄😄😄😄

વધુ વાંચો

#વસંત
ઉમટીપડ્યા આ વસંતી વાયરા વાય રે
કોઈને આવ્યા મોરને કોઈને
આવ્યા હવે ફૂલ રે
આંબાને ડાળે મે બાંધ્યો હિંડોળો
કોયલ ટહુકે મારે ભરબપ્પોરે રે
સાંભળીને મારા મનડાનો
મોર નાચે રે
#વસંત

વધુ વાંચો

#લાગણીશીલ
દુઃખમાં હૈયું ભરાઈ જાય છે
લાગણીમાં એ તણાઈ જાય છે
યાદોમાં ખોવાય જાય છે
ભાવમાં આંખ ભીની થાય છે
સંબંધોમાં ખોવાય જાય છે
કારણકે હું લાગણીશીલ છું

વધુ વાંચો

મારી જાતને એવી નિષ્ક્રિય બનાવી
લોકો બેફામ બોલીને થાકી રહ્યા ને
હું ગુસ્સા વગર બેશક સાંભળતો રહ્યો
#નિષ્ક્રિય

વધુ વાંચો

,,🙏કોરોના વાઇરસ ને નાથવાનુ બ્રહ્માસ્ત્ર એટલે : રોગપ્રતિકારક શક્તિ 🙏 બાહ્ય જગતમાં વાઇરસ એ નિર્જીવ પણ નથી અને સજીવ પણ નથી છતાંય એ સજીવ જેવું વર્તન કરે છે ,, રોગપ્રતિકારક શક્તિ જ્યારે બળવત્તર હોય ત્યારે શું થાય એનો એક દાખલો: ચીનની એક ૪૭ વર્ષીય મહિલા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આવે છે પણ એને જાણ સુદ્ધાં હોતી નથી કે એ કોઇ રોગથી પીડિત છે જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તબીબોએ કહ્યું કે એ COVID-19 થી પીડિત છે અમુક સારવાર પછી એ મહિલા સાજી થઇ અને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી ,, એનો મતલબ એ કે એનું રોગપ્રતિકારક તંત્ર સાબદું બન્યું હતું ,બાકી સારવારના નામે ગ્લુકોઝ તથા સલાઇનના બાટલા સિવાય કશું હતું નહિ 🙏શરીરનુ રોગપ્રતિકારક તંત્ર જ્યાં સુધી સાબદું ના બંને ત્યાં સુધી કોરોનાનો કોઇ ઇલાજ નથી🙏
કોરોના વાઇરસની રસી હજુ સુધી શોધાણી નથી અને ક્યારે શોધાય તેનો ધડો પણ નથી ,કારણ કે નવા ફુટી નીકળતા પ્રતિદ્રવ્યો બનાવાનું કામ ભારે પડકારરૂપ છે , દરમ્યાન જગતભરના તબીબો કોવિડ-૧૯ ના દર્દીઓને એઇડ્સ, સ્વાઇન ફ્લૂ , ઈનફ્લુએન્ઝા જેવા રોગોને કાબુમાં રાખવાની સહાયક દવાઓ વડે સારવાર આપી રહ્યા છે જે સો ટકા કારગત નીવડતી નથી, આ સ્થિતિ વચ્ચે કોઇ પ્રકારની દવાએ નહીં પણ શરીરના રોગપ્રતિકારક તંત્રએ કોરોના વાઇરસ સામે ફતેહ મેળવી હોય એવો મેલબોર્ન ની ચીની મહિલા નો પ્રથમ કેસ છે પરંતુ તેને અંતિમ યા અપવાદ માની લેવાની જરાય છુટ નથી, કેસમાં કેન્દ્રસ્થાને મુદો એ છે કે વાઇરસ જેવા પરદેશી હુમલાખોર સામે લડી લેવાની ક્ષમતા કુદરતે દરેક મનુષ્યમાં રોગપ્રતિકારક તંત્ર સ્વરૂપે આપી છે જો કે પુર્વ શરત એ છે કે આ તંત્ર સક્રિય હોવું જોઇએ 🙏
ટુંકમાં કુદરત જો દર થોડા વખતે એકાદ નવા વાઇરસ વડે માનવજાત નું ડેથ વોરંટ બજાવતી હોય તો તે વોરંટ સામેના જામીન પણ કુદરતે જ મનુષ્યના શરીરમાં રોગપ્રતિકાર તંત્રના રૂપે આપી રાખ્યા છે એ દષ્ટિએ આવા વાયરસો જામીનલાયક ખરા , પરંતુ એ વોરંટ રદ થતું નથી,કોરોના વાઇરસની રસી ના શોધાય ત્યાં સુધી આ સિસ્ટમ ઉપર મદાર રાખવો પડે તેમ છે, પશ્ચિમી દેશોના અનેક લોકોને કોરોના વાઇરસે આયુર્વેદમાં રસ લેતા કરી દીધા અમુક યા તમુક ઔષધી આ રોગ સામે રક્ષણ આપે એવું તેમનું માનવું છે આયુર્વેદ સૌથી પ્રાચીન તબીબ વિજ્ઞાન છે કે જે નું પ્રાગટ્ય પાંચ હજાર વર્ષ પહેલા વેદ કાળમાં થયું હોવાનું મનાય છે આપણા આર્યુવેદમાં તમામ રોગોનો ઉપચાર આપ્યો છે પણ આયુર્વેદને ન માનનારા લોકોને આ ઉપચાર પચતો નથી અને એટલે જ વિદેશી દવાઓ ઉપર આપણે મદાર રાખવો પડે છે
--પ્રહલાદ દેસાઈ

વધુ વાંચો

લાગણી

: તારા વિરહના આંસુના પાણીમાં ઉમટે નદી તો
આંખોના પાપણો પાથરી ઓઝલમાં સમાવી લઉ

તારા ચહેરા પરના સ્મિતમાં જો હોય મર્મ તો
હૃદય લિપિમાં માં સમાવી મોઢેથી ઉકેલી લઉ

મૌસમ જો હોય તારા વિરહના ગીત ગાવાની
સંગીતનો સંગમ શોધીને હું સુર પુરાવી દઈ

જો તું વાય સમંદરની શીતળ લહેર‌ની જેમ
પારેવા બનીને તારી સંગાથ મુલાકાત કરી લઉં

વધુ વાંચો

ગિરિ શૃંગમાં ઉતરતા સૂર્યએ
આકાશમાં રંગોળી ઢોળી દીધી
અંધારું પાથરી થશે ભયંકર રાત
એવી મલકમાં જાહેરાત કરી દીધી
--નારાયણ

વધુ વાંચો

__* *_સાંજ સંતાણી_**

રંગોળી ઢોળી બેઠી સંધ્યા ટાણે
એતો આભમાં કેસરિયે રંગાણી
નભ શૂન્યમાં ઐ ભયંકર ભાસે
ગિરિ તણા શૃંગમાં એ સંતાણી
ઘંટ નાદ કેરા ગુંજી ઉઠ્યુંમંદિર માં
સાધુ સંતોની શરણમાં મે ભાળી
પશુ-પંખીના હ્રદય તણા શોર માં
ઝાડ તણાં પાંદડીએ કે પથરાણી
પ્રસવ શાંતિમાં કાળો કહેર તણી
પ્રતિષ્ઠિત સાંજ કયાંક સંતાણી

-- *✍️નારાયણ દેસાઈ*__

વધુ વાંચો

તારી લાગણી તણી વાચા ઝંઝાળ ને
પાથરણે તણે વિંખીને એ ગઝલ થઈ

સ્નેહના શિખર માં સરવાણી ફૂટે ને
રેલાતા ઝરણાંમાં એ નદી થઈ

મૌન તણા શબ્દોને ભેદીને પ્રગટતા
સુરના સંગમમાં એ મહેફિલ થઈ

વધુ વાંચો

ये मोहबत ईस्क क्या है
अरे हम तुमसे खता है
तो बार बार उस बात का
ज़िक्र क्या है