Author | Editor | Admin | Actor | voice Artist | Poet for More Updates.. My Instagram Id - dhaval_limbani_official Facebook Id - Dhaval Limbani Copyright

      
                                ₹ રૂપિયો ₹°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

પ્રિય રૂપિયો,

                એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપ તમામ વ્યક્તિઓના મોટા ચાહક બની ગયા છો.દરેક લોકોનો આપ અમુલ્ય અને કિંમતી હિસ્સો બની ગયા છો. આજે સૌથી પહેલા લોકો તમને યાદ કરે છે.સૌથી પહેલા લોકો તમારી પાછળ ભાગે છે અને ઘણી વાર તો તમારા કારણે પોતાનો જીવ પણ ગુમાવે છે.

                આપ ખૂબ જ પ્રભાવશાળી છો. લોકો તમારા વગર તો રહી જ નથી શકતા.સવાર પડ્યેને લોકો સૌથી પહેલા બસ તમને જ યાદ કરે છે.સવારથી સાંજ સુધી લોકો તમારા પાછળ જ દોડ્યા કરે છે.

              ઘણીવાર તમારા લીધે ઘણા વ્યક્તિઓના જીવ જાય છે.આપ જેટલા સારા છો ! સામે એટલા જ ખરાબ. લોકો તમારી માયામાં એટલા ફસાઈ ગયા છે કે તમારી વગર એક પળ પણ લોકોને ચાલતું નથી.મોટા ઘરોમાં તો તમે ઠાઠપાઠથી રહો છો અને ખૂબ સારી રીતે બહાર ખર્ચાવ છો પણ એ ગરીબ લોકોનું શુ ! જેમાં તમે એમની પાસે આવવા તો દૂર પણ એમની સામે ફરકતા પણ નથી. તમે જેની પાસે જાઓ છો એમની પાસે જતા જ રહો છો પણ જેની પાસે નથી જતા એની પાછળ તમે ક્યારેય પાછું વાળુ પણ નથી જોતા.માટે જ ઘણા લોકો હેરાન પરેશાન થઈ,તમારાથી કંટાળી આત્મહત્યા કરે છે.ઘણી વાર તો એમાં તમારો પણ વાંક નથી હોતો.


            મારી બસ એટલી વિનંતી છે કે તમે લોકો પાસે રહો અને સમજાવો કે "મને ક્યાં ક્યાં ખર્ચ કરવો ! ક્યાં ક્યાં મારો સદ્દઉપયોગ કરવો અને કેમ મારા લીધે બીજાની મદદ કરવી ! આવા તમામ પ્રકારના તમારા મહત્વ વિશે લોકોને જણાવો. ખાસ કરીને ક્યારેક ગરીબના ઘરમાં પણ જતા આવતા રહો જેથી એમનો પરિવાર પણ સારું જીવન જીવી શકે.

           ખાસ તો એ જ કહેવાનું કે તમારા કારણે કોઈનો જીવ ન જાય એમનું ધ્યાન રાખો. તમારા કારણે ઘણા લોકોને ઘર તૂટે છે, ઘણાના તો વર્ષોના સંબંધો તૂટે છે અને કેટલાય તો જીવ ગુમાવે છે. જેથી આપ બધા પાસે યોગ્ય માત્રામાં અવર જવર કરો અને લોકોના સપના પુરા કરો એવી આશા સહ..


                                                             લી.
                                                        ધવલ લીંબણી

°°°°°°°°°°’°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

આપનો પ્રતિભાવ જરૂરથી આપશો અને સાથે જ મારા બીજા પત્રો વાંચો એવી નમ્ર વિનંતી.

For More Updates
@dhaval_limbani_official

-Dhaval Limbani

વધુ વાંચો

આદત છે !

વાત કરું મારી તો !
મને આદત છે બસ તને જ ચાહવાની,
તું કશું ખોટું કરે એમાં તને વારંવાર ખિજાવવાની ,

આદત છે ડગલે ને પગલે તારું જ ધ્યાન રાખવાની ,

આદત છે તું જમી કે નહીં એવુ રાત દિવસ પૂછવાની ,

આદત છે તારી સાથે રોજ મોડા સુધી વાતો કરવાની,

આદત છે વિડીયો કોલમાં તારી સાથે જાત જાતના નખરા કરવાની,

આદત છે મને તારા એક રીપ્લાયની કલાકો સુધી રાહ જોવાની,

હા મને આદત છે તને પ્રેમથી મનાવવાની,
આદત છે , તને ખૂબ જ પ્રેમ કરવાની !
આદત છે તારી જ સાથે આખી જિંદગી રહેવાની ,

મારે કઈ બસ કઈ નથી જોઈતું ,
મારે બસ તને આદત બનાવવી છે ,
કેમ કે મને આદત છે,
તારી સાથે છેલ્લા શ્વાસ સુધી રહેવાની..

-Dhaval Limbani

વધુ વાંચો

હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારા નયનમાં છુપાયેલા તારા " હા " નામના પલકારને શોધું છું,

હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારા હૃદયમાં પડેલી ખાલી જગ્યા મારા માટે છે કે નહી બસ એ શોધું છું.

હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારી વાતોમાં મારી વાતો છુપાયેલી છે કે નહી બસ એ શોધું છું.

હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારા પ્રેમમાં મારો પ્રેમ છુપાયેલો છે કે નહીં બસ એ  શોધું છું.

હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારો સાથ મારો સાથ નિભાવે બસ એ શોધું છું,
તું તારો હાથ મારા હાથમાં ક્યારે આપે એ સમય શોધું છું ,
ને , તારા નામની પાછળ મારુ નામ ક્યારે લાગે બસ એવી એક તક શોધું છું..

મારા વ્હાલા વાંચકમિત્રો.
કાવ્ય લેખન મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં તમારા સમક્ષ હું દરરોજ અલગ અલગ કવિતા મુકીશ તો આપને વિનંતી છે કે આપ મારી દરેક કવિતા વાંચો અને કમેન્ટ કરો અને બને એટલી શેર કરો..
તમારો રીવ્યુ મારા માટે મૂલ્યવાન છે.

Keep Support
For New Updates....
Instagram id - dhaval_limbani_official

-Dhaval Limbani

વધુ વાંચો

પત્ની

કોણ છે આ વ્યક્તિ,
જે તમારા ઘરે પોતાનું બધું છોડી આવે છે ,

પોતાના માં-બાપ ને મૂકી,
બીજાનું ઘર સવારે છે ,

નથી કોઈ ઉમ્મીદ ,
કે નથી કોઈ આશા ,
છતાં મળે છે એને લાખો નિરાશા,

સાસુ , સસરા માટે ઘણું કરે ,
પતિ ક્યાં બાકી રહી જાય છે ,
બધા ના કામ કરી છેવટે ,
પોતે એકલી રહી જાય છે,

તબિયત , માંદગી કઈ ન જુએ ,
બધા કરતા વહેલી સવારમાં એ ઉઠે,

આખી જિંદગી ,
જીવી બીજા માટે,
તો પણ ના આવ્યું
છેલ્લે કોઈ સાથે ,

વાત થાય છે અહીં બધાની,
જેને નથી મળતો આદર , સત્કાર

હોય છે એવા પણ ઘણા
જે માને છે સ્ત્રીને ,
" દેવીનો" અવતાર..

આભાર

For More Updates Follow Me In Instagram
#dhaval_limbani_official

-Dhaval Limbani

વધુ વાંચો

જેટલું પણ તારા વિશે વિચારું છું એટલો જ વધારે તારા પર પ્રેમ આવે છે,

હવે મને એ સમજાતું નથી કે તું મારી યાદ છે કે પછી મારી યાદો જ બની ને રહી ગઈ છે.

IG
dhaval_limbani_official

-Dhaval Limbani

વધુ વાંચો

એક સ્ત્રીની કડવી હકીકત..

એક સ્ત્રી પ્રેમ , લાગણી , કદર અને સ્મિત બધાની સામે બતાવશે પણ

રડશે તો એકલા જ ,
અને એ પણ કોઈને ખબર ન પડે એમ.

IG
dhaval_limbani_official

-Dhaval Limbani

વધુ વાંચો

ક્યારે પડશે એ સવાર ,
જ્યારે " તું " હશે મારી પાસ !

-Dhaval Limbani

સાઇન્સના કહેવા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી ઊંઘ સારી આવે છે,

પણ મારા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી એક એવા વ્યક્તિની યાદ આવી જાય છે જે આખી રાત સુવા નથી દેતી !!

Agree ?

Instagram
dhaval_limbani_official

-Dhaval Limbani

વધુ વાંચો

આ આજનો સમય છે વ્હાલા.

જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરે તો સારો / સારી ,
અને બે ઘડીક બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરે તો કેરેકટર લેસ..

Instagram
Dhaval_limbani_official

-Dhaval Limbani

વધુ વાંચો