"આનંદ"..........

બેશક!
હાર કબુલ છે મને
જ્યાં સુધી જીત્યો નથી
મનને
બુધ્ધિ પાર પહોંચ્યા નથી
હારી ગયો પ્રાકૃતિક
સૌંદર્ય માં

વધુ વાંચો

ગુણાભિધાન છે કર્મો
લિપ્ત જીવમાત્ર ના
અહીં
તત્વો નો ખેલ છે
પ્રકૃતિ માં અષ્ટધા

બેઅદબ ક્યાં છું
મારું રોમરોમ નિ: શબ્દ
છે
જરાક પ્રેમ સ્પંદિત
થઈ ને
અનુભૂતિ ચૈતન્યમય‌
કરી લ્યો

પ્રેમ જાદુઈ ચિરાગ નથી
હકીકતમાં
હોય છે
ત્યાગ ના પલડા માં
વૈરાગ્ય મુકી
તોલી જૂઓને !!

દરતરફ છું હું માની લો
ક્યાં હરતરફ છું
જાણી લો
ફક્ત
એક

અનુભૂતિ છે
ખૂદ ને પહેચાની લો

બેશક
શક વગર ની મુલાકાત છે
જરાક તો
પડદો ભેદભરમ નો
હટાવી
નિરખો સત્ય સ્વરૂપ ને

આનંદ તો સહજ સ્વાભાવિક
છે
પામવો હોય તો
ખૂદ માં

વિશ્રાંતિ મનોલયે
અનંત આનંદ મળે

હળવે થી હળવાશ અનુભવી
લેવી

દોડધામની જિંદગી માં
ભીતરી શાંતિ

વિસરી ગયા છે
સ્વપ્નશીલ સૌંદર્ય પામવા

જ્યાં મારું અસ્તિત્વ ‌જ નથી એ હયાતિ
શું કામની
હું હું
હું
અહંકાર
ભોક્તા ભાવમાં
છેતરાઈ ગયા છો અહીં

બધીજ સામગ્રી છે સ્મશાન સુધી
મુઠ્ઠી ભર રાખ માં
હસ્તિ
યા મીટ્ટી માં મળી જવાની
હેસિયત બધી