શ્રી જયશ્રી પટેલ ભરૂચ નિવાસી .અભ્યાસ એમ.એ.કવિતા તેમજ નાની ટૂંકી વાર્તા લખવી ને વાંચવી ગમે.

વહાલા..!નં.૧૬

વહાલા
આ જો ને
ભલે જગ મથે..

વલોવાયું અંતર
ઘોળાયું દુ:ખ..!
ઉપર ના ફીણ
પાર વગરની પીડા..!
મથ્યું નવનીત
સિધ્ધ કરવા નરમાશ..!
તપવું પડ્યું એને
બનવા નિતર્યું ધૃત..!
હૃદય ની શુદ્ધતા
અંતિમ પળો સુધારે...!
કપટ વલોવાય
હરિ તત્ક્ષણ પ્રગટાય..!
આત્મની નિર્મળતા
ધૃત મન મથાય..!
મળે નિર્મળ મન
ને પ્રભુ નામનું ધન..!

વહાલા
આ જો ને
ભલે જગ મથે...!

જયશ્રી.પટેલ
૨/૭/૧૯

વધુ વાંચો

વહાલા નં: ૧૪

વહાલા...!નં૧૩

વહાલા
આ જો ને
ભલે જગ નેે ન સ્પર્શે..!

આ હવાનો સ્પર્શ મને..
સ્પર્શે છે તેમાં શંકા ના કંટક ..!
ઉપવન કે નદી પટ સુના..
પણ છે સ્પર્શથી ઉણાં..!
લાગે મને મનની સંકૂચિતતા..!
સાગરની ન વિશાળતા..
ન તેમાં નદી ની મિઠાસ નો..
સ્પર્શ છે અહંમ નો..!
સ્પર્શ છે ખારાશ નો..!
સ્પર્શ છે પ્રેમની અણઘડતાનો..!
રાધા મીરા ને ન સ્પર્શી..
તારી સ્પર્શહીન ભાવના..!
અંતે વળ્યો તુ તારા દ્વારે..!

વહાલા
આ જો ને
ભલે જગને ન સ્પર્શે...!

જયશ્રી.પટેલ
૧૬/૬/૧૯

વધુ વાંચો

વાર્તા નં ૫
નમસ્તે બાળકો,

મંગળવારની સુંદર સવાર ને ઉનાળાની રજાઓ મજા આવે છે ને...? રજા પડે કે
તરત જ તમે કેવા ખુશ ખુશ થઈ જાવ,
તેવી જ રીતે એકવાર બકા જમાદાર પણ
રજા ની મજા માણવાના સપના જોઈ રહ્યા.
વાર્તા ન:૫
બાળકોને રજા પડે એટલે તેઓ એ નક્કી
કર્યુ કે આ વખતે તેમને સરસ મજાની જાત્રા
કરાવી આવું .પૈસાની સગવડનો કરવી જ
રહી ,નોકરીમાં રજાઓ મૂકવી રહી,તમને
ખબર છે આપણે માતા પિતા પાસે ઘણીવાર
ધણી માગણીઓ કરીએ પણ એની વ્યવસ્થા
કરવા તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે!
બસ બધા ઘરમાં ખુશ હતા તૈયારીઓ જ
ચાલુ થઈ ગઈ હતી.જેમ જેમ જવાનો દિવસ
નજીક આવ્યો તેમ તેમ બકેસર તો વધુ ને વધુ
મિત્રો ને કહેવા લાગ્યો કે તે આમ કરશે ને તેમ કરશે...!
જવાના બે દિવસ આગળ બકાજમાદારના
પાડોશી બકરેશ્વર ને ત્યાં રાત્રીના બાળકોનો
રડવાનો અવાજ સંભળાયો.બાળકો જો કોઈ
હસતું હોય તો ઠીક પણ રડતું હોય તો જરૂર
એને પૂછો. જગત મા નાના મોટા કેટલાય દુખ
લોકોને હોય છે. બકેસર ના તો તે મિત્રો થતા હતા.બકેસર ને બકાજમાદારે તેઓનો દરવાજો
ખખડાવ્યો પૂછ્યું ,”કેમ રડો છો? તો ખબર પડી કે બાળકો બે દિવસ થી ભૂખ્યા છે. તેમની
માતા બિમાર પડી છે ને પિતા તેને દવાખાને લઈ ગયા છે ને કદાચ શહેર થી તેઓ ક્યારે
આવશે ખબર નથી.બકાજમાદાર ને ચિંતા
થઈ ગઈ.બાળકો કહેવત છે કે પહેલો સગો
પાડોશી.આજ કાલ તો પાડોશ માં શુ થાય છે
એ ખબર જ ન પડે.પણ એવું ન કરવું આટલુ
જરૂર શીખજો .
બકાજમાદારતો ઉપડ્યા શહેર તપાસ
કરી તો ખબર પડીકે અહીં તો હજુ એમને દસ બાર દિવસ નીકળી જશે .બસ એમણે તો નક્કી કર્યુ ને આવ્યા ઘરે,ઘર માં વાત કરી ને
બધાને મત પૂછ્યો બોલો પાડોશી તકલીફ માં
છે તો આપણે શું કરવું ? તેમના પત્ની ને બકેસરે કહ્યુ આપણે જરૂર મદદ કરવી રહી.
પછી જાત્રા એ ફરવાનું શું?હવે બકેસર નો મત
જુઓ એણે કહ્યુ ફરવા ફરી જઈશું,પણ આપણે બકેશ્વરકાકા ને મદદરૂપ થવું જોઈએ.
તેમની બધી બચત પાડોશીને આપી ,છોકરાંને
પોતાને ઘરે લઈ આવ્યા ને બકાજોરદાર શહેર
જઈ તેમની રજાઓ પણ પાડોશીની સેવામાં
વાપરી નાંખી.
આમ પહેલું કાર્ય માનવતાનું કરી બાળકો
બકાજમાદારને તેમના કુટુંબે મોટી પ્રભુની
જાત્રા પૂરી કરી.માટે બાળકો સૌથી ઉત્તમ ઘર્મ
“માનવતા” પછી બીજો.એ ધ્યાનમાં રાખજોને
બકાજમાદાર ને બકેસર જેવા બનજો. બનશોને..? જરૂર શીખજો ને બીજાને આ વાત
કહી શીખવાડજો. જરૂર આનંદ મેળવશો.
આવજો ફરી આવતા મંગળવારે મળીશું
તમારી મિત્ર શ્રી.
જયશ્રી.પટેલ
૧૫/૫/૧૮

વધુ વાંચો

ટૂકીવાર્તા
કરૂણતા...
અકસ્માત ક્યારેય કહીને નથી થતા.એંધાણ જરૂર આપે છે.રજ્જો ગામડાની દીકરી ખૂબ પ્રેમાળ . ગીત ગણગણેતો કોયલ જેવો અવાજ લાગે. ગામ આખુય જાણે કે એની નજર હમેશાં પાદરે હોય કારણ તેનો પિયુ શહેરમાં કમાવા સારૂ ગયો વરસ દહાડો થયો
પણ આવ્યો નથી.હવે તો ગીતમાં પણ દર્દ સંભળાય છે.રણકતો સ્વર હવે ઘૂઘરી વગર
ના ઝાંઝર જેવો ખોખરો થઈ ગયો છે.ગામના
ઉતાર છોકરડાં હવે તેજ વિહોણી રજ્જો ને
ચીડવતા બંધ થઈ ગયાછે..
વહેલી સવારે રજ્જો ચમકીને જાગી ગઈ છે
કોઈ ગુસપુસ કરી રહ્યું છે..જૂએ તો એના સાસરા જોડે કોઈ વાત કરી રહ્યું છે.મળસ્કે સાસરાએ તેને એ અજાણ્યા સાથે પિયુની પાસે
લઈ જશે કરી વિદાય કરી . પિયુને મળવાના
હોંશે નિકળી ગઈ..બિચારી સ્ત્રી કયા લઈ જવાય રહી છે જાણતી નથી..કરમના સંજોગે
સાસરાએ એને વેંચી રૂપિયા ઊભા કરી દીધા ને
ગામમાં વાત ફેલાવી કે રજ્જો નાશી ગઈ છે.
રજ્જોને વેચી ને ઓલો તો પરભાળો નિકળી ગયો.રજ્જો ને મારમારી સંજોબઈ એ ધંધે ચડાવી ને રજ્જો નો પહેલો ગ્રાહક આવ્યો..ધ્રુજી રહેલી રજ્જો તેની આંખ ઉંચી કરી જૂએ છે તો એનો પિયુ જ છે...ગીત બંધ થયું ..ને સ્વર ના તાલ બેસુરા થયા જીંદગી નો
આ સંબંધોનો કેવો “અકસ્માત”..હતો કંઈક સમજાય તે પહેલા તકિયે છુપાવેલી કટાર પોતાના સ્વબચાવ માટે રાખી હતી તેની જ તેજ ધાર જેને માટે સેવેલા સ્વપ્ના,ગીતો નો રણકાર ભૂલી ને રજ્જોએ પિયુની છાતીમાં ઉતારી દીધી..જયા હૃદય નહિ વાસના હતી..
અરમાન ના કાંટા પર ચાલીને કરાવાસ ભોગવવા રજ્જો ચાલી ગઈ...
“કરૂણતા”ની રચના જ્યારે ધ્રુજતા હાથે રજ્જોએ જેલમાં આવતા શિક્ષિકાબેન ને આપી
ને એ વાંચતા તેમના મને નિર્ણય લીધોને એક સારા સમાચારપત્રમાં તેને પહેલું ઈનામ મળ્યું
ત્યારે દરેક સ્ત્રીને ..હૈયે ટીસ ઉપડીને ..રજ્જો માટે ..દરેક સ્ત્રી વકિલ બનીને તેની સજા માફ કરાવી.પિયુ આજે સારી શિક્ષિકા છે જે સંસ્કાર
વહેંચે છે ..દરેક છોકરીમાં સ્વમાન જગાડે છે ને પિયુ જેવા પુરૂષને સજા કરવાની હિમ્મત
અર્પે છે..કરૂણતા ને ડામે છે...પણ કોયલની જેમ ગીત નથી ગણગણી સકતી..!

જયશ્રી.પટેલ
૩/૧/૧૮

વધુ વાંચો

વહાલા ન : ૧૨

અધૂરપ...એક નિબંધ..!
પૂર્ણ થવા માટે જીવન ની રાહ પર કંઈ કેટલું સહેવું પડે છે, જેમ નદી કેટકેટલીય મુશ્કેલી સહી પવિત્રતા પામે છે.પૂર્ણ નદી સ્વરૂપે વહે છે ત્યારે પવિત્ર કહેવાય છે.સ્ત્રી પણ એક અબળા, ચુપચાપ દુખ સહી લેનારી, નોકરી કરી ,ધરમાંઆવી ઘરકામ કરનારી ,બધાના સમય સાચવાનારૂ યંત્ર. એમા ઈંધન પૂરૂ થાય એટલે કયા જાય..।ત્યારે એને પ્રેમ જોઈતો
હોય છે ને તે એ કયા તો પતિ,બાળક,સખી
કે સહવાસી પાસે શોધે છેને એને ન મળે ત્યારે
તે પામે છે અધૂરપ...
આપણો સમાજ હવે સમજી ગયો છે કે ખભે ખભો મેળવી સરખા પણું ધરાવતી આ
શિક્ષિત સોસાયટીમાં હવે સ્ત્રી નું અસ્તિત્વ
એક પુરૂષથી ઓછું નથી.બધુ સમજતી સ્ત્રી
જાણી સકે છે કે પુરૂષ એને સમજી ગયો છે
પણ સ્વીકારી નથી શક્યો. તેથી સંજોગો આવે
ત્યારે સ્ત્રીને નીચી દેખાડવાનું ચૂકતો નથી.એ પૂર્ણતા ચૂકી ગયેલી અધૂરપ.
મહાવીર સ્વામી પત્ની નેત્યાગીને તપ આચરી જૈન ધર્મ શરૂ કર્યો તિર્થંકર કહેવાયા,બુધ્ધે તો યશોદાને
પુત્ર બન્ને નો ત્યાગ કરી કરૂણા આદરી, લક્ષ્મણે ઉર્મિલાનો ત્યાગ કરી ભાતૃપ્રેમ પામ્યા.આમ સ્ત્રી ત્યક્તા બની છતા તવારીખ
યાદ કરતી નથી.પુરૂષને જન્મ આપનારી નારી
આજે સમોવડી બનવા હજુ પણ હાંફે છે,અગ્નિ
પરીક્ષા આપે છે. પૂર્ણ થવા પ્રયત્ન કરે તો પણ અધૂરપ ને જ પામે છે.શા માટે?આનો જવાબ તો આજે નરેન્દ્ર મોદી પાસે પણ
નથી .એમણે પત્ની નો ત્યાગ કર્યો છે.દેશ
માટે..બાપૂ એ કસ્તૂરબાનો નહિ પણ લગ્ન
કરી તેમના બાળકો તરફ દુર્લક્ષ કર્યુ દેશ-
માટે અરે બાને મા થવા દીધા હોત તો પણ
આ અધૂરપ ન જ રહેત...આમ અધૂરપને
પૂર્ણ કરવા ક્યો પુરૂષ દાવો કરે છે કે મે
મારી અર્ધાગિની ને પૂર્ણતા દક્ષી છે. જયા
જાઉ છુ ત્યા હમણા શ્રીદેવી ની ચર્ચા થી
વાત સરૂ થાય છેને અંત ,અહિ બોલાય છે
તે બોની કપૂરની બીજીવારની પત્ની હતી
કેવી અધૂરપ..અતિ પ્રેમ છતા..સ્ત્રીનો પૂર્ણતા
નો સંતોષ..કયા?
મન ને મનાવા સ્ત્રી જ્યારે વડાપ્રધાન પણ
બની જાય તો પણ અનુભવે છે અધૂરપને.સ્ત્રી
ક્લિયોપેટ્રા રૂપે કે ટ્રોયની હેલન રૂપે પણ હોય
તો પણ સમાજે તો એને વિનાશ નું કારણ ગણાવી.કેવી અધૂરપ બિરાજી મહારાણી રૂપે
ગણાય વિનાશીની...!
રાધા કૃષ્ણની પણ કદીન પામી પૂર્ણતા..સખી જ કહેવાય. મીરા વિરહ પામી
પણ મનથી કૃષ્ણની..દ્રૌપદી પાંચ પતિ ની પટરાણી પણ ભર દરબારે ચીર હરણ થયા
સ્ત્રીની કેવી અધૂરપ..તવારીખ લખી ગઈ કે
પૂર્ણતા ન પામીને ...સીતાને ચૌદ વરસના
વનવાસ પછી પણ સ્ત્રી હોવાની અગ્નિ પરીક્ષા
આપવી પડી અધૂરપ હૈયે લાગીને ધરતી મા સમાય ગઈ..ક્યા છે પૂર્ણતા?
હે શ્રી !નદી રોદ્ર બને ત્યારે વિનાશીનીબની
જાય .સ્ત્રી જગદંબા કે દુર્ગા બને તો વિનાશીની બને પણ પ્રેમ આપીને પણ “અધૂરપ”ને વરે
છે ત્યારે લાગે છે કે હજુ સ્ત્રી નિબંધ રૂપી...
“અધૂરપ” છે...!
જો જો રખે માની લેતા હુ સ્ત્રી ને અપૂર્ણ
માનું છુ તે પૂર્ણ જ છે કારણ તે “મા” છે જે
પુરૂષને પિતા બનાવે છે પણ બાળકની પાછળ હજુ પિતાનું નામ લખાય છે તે મોટી
અધૂરપ..પણ ધન્ય તેને કે જે પિતા વગર પણ
બાળકને ઉછેરે છે.ને ધન્ય તેને કે જે પિતાની
જગ્યાએ માતાનું નામ સ્વીકારે છે.છતા આધુનિક જીવનમાં પણ આજે તે બળાત્કાર કે
અન્યાય પામે છે ત્યારે તેની અધૂરપ ખૂંચે છે..!
જયશ્રી. પટેલ
૫/૩/૧૮

વધુ વાંચો

વિશ્વ
પુસ્તક
પ્રેમી દિવસ ના પ્રેમની અમૂલ્ય કિંમત ત્યારે જ થાય કે વાંચેલા પુસ્તકને ફરી ફરી વાંચવાની મહેચ્છા થાય...સર્વે લેખક લેખિકા કવિ કવયિત્રી ઓ ને કોટી કોટી વંદન...🙏💐💕

વધુ વાંચો

માણેજા
ભાગ : ૨
દાદા જાત્રા એ ગયા છે એમ બધા કહે છે?
બેન તમે પોલીસને કહોને માણી નિર્દોષ છે.
વાત અધૂરી મળી હતી પણ હવે સમજાતી
હતી કે દાદાની આખી જીંદગી ને ધબ્બો ન લાગે તેથી માણેજાને દાવ પર મુકાય હતી.
સારા વકિલને રોકી માણેજાને છોડાવી પણ
દાદાને કાંઈ ન શોધી શકાયા..પણ માણેજાને
સત્ય બોલવા પણ કોઈ ન જીતી શક્યુ.તેને
ભણવું હતું તેથી બાળ સુધારણા ગૃહ મા મૂકવા
મા આવી.
પોલીસ આજે પણ દાદાને શોધે છે ને માણેજા ચાહતના વિરોધી શબ્દ ઘૃણાને
સ્વીકારવા તૈયાર નથી. તે દાદાને સજા
કરવા કે કરાવા તૈયાર નથી.એક બાળકી ના હૃદયમાં ઘૃણા છે પણ તેને તે ખોલતી નથી.દાદાને મામાના સબંધો આજ સુધી કોઈ સમજી શક્યું નહિ.વાત ધરબાઈ ગઈ પણ માણેજા દેવાંશની ચાહત બની રહી.એ વાત દેવાંશને મીરાબેન વચ્ચે જ રહી.દેવાંશ વારંવાર ફોન કરી માણી ના ખબર અંતર પૂછતો તેના અભ્યાસની વ્યવસ્થા કરી દેતો
મીરાબેન તેની આ કૃતજ્ઞાને વિસરી સકતા નહિ
પણ વચનથી બંધાયેલા તે “માણેજા”ને તેના
ધર્મદાતાને મળાવી સકતા નથી.આખરે તે પણ
એક સ્ત્રી જ છે.
જયશ્રી.પટેલ

વધુ વાંચો

ટૂંકી વાર્તા.,,
મૃત્યુ...નિશ્ચિત દિવસ..

દરેક ના જીવનમાં એક નિશ્ર્ચિત દિવસ.પણ છતાંય કેવી જિંદગી ની મહેચ્છા ?ન આવે એ પહેલી આશા ! કેમ એ કોઈ નથી જાણી શક્યું.નિલમ પણ આવા એક આશાના ઝૂલા પર ઝૂલી રહી હતી, ઝૂલાની દોર પ્રભુના હાથ માં છે એ સત્ય પણ હતું. નિલમ આજે જ નિશાદને કહી રહી હતી ,"મને અંબાજી દર્શને લઈ જા".નિશાદને ઑફિસમાંથી રજા મળે તેમ નહોતી તેથી તે કાંઈ પણ બોલ્યા વગર જ નિકળી ગયો.
મનમાં ચાલતી ભાંજગડ ને કારણે ગુસ્સે થઈ નિલમ પોતે ચિટ્ઠી લખી ફ્રિજ પર ચિપકાવી નિકળી ગઈ. તેને કેટલાક ખરાખોટા વિચારો આવી ગયા,એ બસમાં બેઠી કે તરતજ તેણે પોતાની મા ને જણાવ્યું કે તે અંબાજી જાય છે.બસ નંબર આપ્યો ને નિશાદને જણાવવાનું કહી ફોન સ્વીચ ઓફ કરી બંધ કરી દીધો. નિશાદને જ્યારે જાણ થઈ એ થોડો દુઅઃખી થયો,પણ મન મનાવી લીધું કે શાંત થશે એટલે પાછી આવી જશે.
સાંજે નિશાદ ઘરે આવ્યો ત્યારે લગભગ સાત વાગ્યા હતા,તેણે આદત પ્રમાણે ખીચડી મૂકી શાક સમારી વધારવાની તૈયારી કરી ત્યાં ફોન રણક્યો સાસુમાએ પૂછ્યું , "નિલમ આવી ગઈ?"થોડીવાર મૌન પછી નિશાદ બોલ્યો ,"ના". ફોન કટ કરી તે એટલુ જ મનમાં બોલ્યો ,"ક્યારે શાંત થશે..?"નિલમ ને ફોન કર્યો પણ સ્વીચ ઓફ જ આવ્યા કરતો હતો. નાની નાની વાતની કાળજી લેવી કેટલી જરૂરી છે એ સત્ય પણ હતું ,ક્યારેક એવું લાગે છે કે તે પણ જીદ કરે છે. જવાબ આપ્યો હોત તો! સમયાંતરે એક ફોન કરી દેનારી નિલમ આજે હદ જ કરી નાખી.
જરા વિચારો ને શાંત કરે ત્યાં તો સામેવાળા રમેશે સમાચાર આપ્યા કે એક અંબાજી જતી બસમાં બોમ્બ ફૂટ્યોને ઘણા બધા યાત્રીઓ *મૃત્યું * પામ્યા છે.નિશાદને તો આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું. તેણે સાસુમા ને ફોન કરી બસ નંબર પૂછ્યોને બસ સ્ટોપ પર પહોંચ્યો. નંબર જણાવી તપાસ શરૂ કરી ખરેખર નિલમની જ બસ હતી. નિશાદ હારી ગયો,એણે ચુપચાપ ખૂણામાં જઈ બે શબ્દો ઉચ્ચાર્યા ,અંતે *મૃત્યુએ શાંત કરી"*.હમેશાં મૃત્યુથી ડરનારી સામે ચાલી ને મૃત્યુ ને ભેટવા ગઈ.શા માટે ભગવાને મૃત્યુના નિશ્ર્ચિત દિવસને નક્કી કરી રાખ્યો હોય છે.?

જયશ્રી પટેલ
૯\૮\`૯

વધુ વાંચો